રાજસ્થાનના અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન દરગાહ પહેલા હિંદુ મંદિર હતું, તેની તપાસ થશે તો વાસ્તવિકતા સામે આવશે. ‘મહારાણા પ્રતાપ સેનાના અધ્યક્ષ’ દ્વારા આ પ્રકારનો એક પત્ર લખવામાં આવ્યો છે. મહારાણા પ્રતાપ સેનાનું કહેવું છે કે આ દરગાહ હિંદુ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી, જેનો ASI સરવે ખૂબ જરૂરી છે. આ સરવે બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. સંગઠનના અધ્યક્ષનું કહેવું છે કે તેમણે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત પાસે પણ તપાસની માંગ કરી હતી અને હવે આ જ માંગ વર્તમાન CM ભજનલાલ શર્મા પાસે પણ કરવામાં આવી છે.
મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંઘ પરમારે આ પત્ર સોશિયલ મીડિયા પર પણ મુક્યો છે. આ પત્ર સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “અજમેરની દરગાહ નીચે હિંદુ મંદિર છે.” તેમણે વિડીયોમાં તેવો પણ દાવો કર્યો છે કે ‘મહારાણા પ્રતાપ સેના’એ આ પહેલા અશોક ગેહલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારનું આ મામલે ધ્યાન દોર્યું હતું. ત્યારે કોંગ્રેસી સરકારે તેના પર કોઈ કાર્યવાહી નહોતી કરી. હવે ભાજપની સરકાર કોઈ કાર્યવાહી કરે તે આશાએ આ પત્ર લખવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
जांच करने से संबंधित राजस्थान सरकार को आज पत्र लिखा।@BhajanlalBjp @ABPNews @aajtak @1stIndiaNews @News18India @zeerajasthan_ @rpbreakingnews pic.twitter.com/TuBUz1J6Tm
— राजवर्धन सिंह परमार (@Rajvardhan_mps) January 27, 2024
વિડીયોમાં રાજ્યવર્ધન સિંઘ પરમાર જણાવી રહ્યા છે કે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં કાઢવામાં આવેલી ‘જન જાગરણ યાત્રા’ દરમિયાન અનેક લોકોએ આ માંગને સમર્થન આપ્યું છે. તેમણે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે કે તેઓ આવશ્યક નિર્દેશો આપે અને અયોધ્યામાં બાબરી ઢાંચા અને વારાણસીમાં જ્ઞાનવાપી ઢાંચાની જેમ અજમેર દરગાહની પણ તપાસ કરાવવામાં આવે.
‘ઢાઈ દિન કે ઝોપડા’ને લઈને પણ માંગ ઉઠી
ઉલ્લેખનીય છે કે અજમેરની ચિશ્તીની દરગાહથી થોડે જ દુર આવેલા ‘ઢાઈ દિન કે ઝોપડા’ને લઈને આ પ્રકારની માંગ કરવામાં આવી છે. ભાજપ સાંસદ રામચરણ વોહરાએ આ જગ્યાને તેના મૂળ રૂપમાં લાવવા માટે કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન તેમજ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીને પત્ર પણ લખ્યો હતો. ઢાઈ દિન કે ઝોપડા મૂળ રૂપે વિશાળ સંસ્કૃત મહાવિદ્યાલય (સરસ્વતી કંઠભરન મહાવિદ્યાલય) હતું. આ જ્ઞાન અને બુદ્ધીના દેવી માતા સરસ્વતીને સમર્પિત મંદિર હતું.
જયપુરના સાંસદ રામચરણ વોહરાએ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “મહારાજા વિગ્રહરાજ ચૌહાણ દ્વારા 12મી સદીમાં મંદિર અને સંસ્કૃત વિદ્યાના કેન્દ્ર તરીકે સ્થાપવામાં આવેલા ઢાઈ દિન કે ઝોપડાને મોહમ્મદ ઘોરીના કહેવાથી કુતુબુદ્દીન ઐબકે 1294માં તોડી પાડ્યું હતું.” આ સ્થળ કેન્દ્ર વેદ પુરાણોનું પ્રચારક હોવાની સાથે જ સાંસ્કૃતિક શિક્ષણનું પણ મહત્વનું કેન્દ્ર પણ રહ્યું છે.