નીતીશ કુમારના રાજીનામાં બાદ એક ઝાટકે 17 મહિનાની મહાગઠબંધન સરકાર ધ્વસ્ત થઈ ગઈ. રાજ્યપાલને રાજીનામું સોંપીને NDAની બેઠકમાં સામેલ થયાબાદ તેમને નેતા ચૂંટવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ શપથ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા પણ હાજર હતા. સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યની નવી NDA સરકારને શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ શપથગ્રહણ બાદ નીતીશ કુમારની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી હતી.
બિહારની ઉથલપાથલનો આજે અંત આવી ગયો. સૌપ્રથમ નીતીશ કુમારે JDUની બેઠકમાં ભાગ લીધો અને કહ્યું હતું કે “હવે સાથે રહેવું અઘરું છે.” ત્યાર બાદ તરત જ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને 17 મહિના જૂની મહાગઠબંધન સરકાર પડી ભાંગી. NDAની ધારાસભ્યની બેઠકમાં નેતા ચૂંટાયા બાદ તેઓ ફરી રાજ્યપાલ પાસે પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો મુક્યો. સાંજે 5 વાગ્યે નીતીશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું- ‘તેજસ્વી તો કુછ કર નહીં રહા થા’
9મી વાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ બાદ નીતીશ કુમારની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી હતી. થોડા સમય અગાઉ તેજસ્વી યાદવે કહ્યું હતું કે 2024માં JDU ખતમ થઇ જશે. જેના પર મીડિયાને સંબોધતા નીતીશ કુમારે કહ્યું હતું કે, “અમે બિહારના વિકાસ અને પ્રગતિ માટે કામ કરીએ છીએ અને અમે તે કરતા રહીશું. ‘તેજસ્વી તો કુછ કર નહીં રહા થા’ (તેજસ્વી કશું જ નહોતા કરી રહ્યા.) અમે પહેલા જ્યાં હતા ત્યાં જ પરત આવી ગયા છીએ. અને હવે ક્યાય બીજે જવાનો સવાલ જ ઉભો નથી થતો. હાલ આંઠ લોકોએ મંત્રી પદના શપથ લીધા છે અને બાકીનાઓ પણ જલ્દી શપથ લેશે.”
#WATCH | On RJD leader Tejashwi Yadav's statement that "JDU will be finished in 2024", Bihar CM Nitish Kumar says, "We work for the development and progress of Bihar. We will keep doing the same, nothing else. Tejashwi was not doing anything. Now I am back where I was before (in… pic.twitter.com/P5XyrZmhfA
— ANI (@ANI) January 28, 2024
વડાપ્રધાન મોદીએ નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ પાઠવી
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવી બનેલી NDA સરકાર અને નવા મંત્રીમંડળને શુભેચ્છા પાઠવી હતી. તેમણે X પર પોસ્ટ કરી કહ્યું કે, “બિહારમાં બનેલી NDA સરકાર રાજ્યના વિકાસ અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર નહીં છોડે. નીતીશ કુમાર જીને મુખ્યમંત્રી અને સમ્રાટ ચૌધરી તેમજ વિજય સિન્હાને ઉપમુખ્યમંત્રી પદની શપથ લેવા બદલ મારા તરફથી ખૂબ ખૂબ વધામણા. મને ભરોસો છે કે આ ટીમ સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે રાજ્યના મારા પરિજનોની સેવા કરશે.”
बिहार में बनी एनडीए सरकार राज्य के विकास और यहां के लोगों की आकांक्षाओं को पूरा करने के लिए कोई कोर-कसर नहीं छोड़ेगी। @NitishKumar जी को मुख्यमंत्री और सम्राट चौधरी जी एवं विजय सिन्हा जी को उप मुख्यमंत्री पद की शपथ लेने पर मेरी बहुत-बहुत बधाई।
— Narendra Modi (@narendramodi) January 28, 2024
मुझे विश्वास है कि यह टीम पूरे…
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ ચાલી રહી હતી. પહેલેથી જ નીતીશ કુમારના ગઠબંધન ભંગ કરવાની વાતો વહેતી થઇ ગઈ હતી. લોકોને અંદાજો હતો કે શનિવારે બિહારની મહાગઠબંધનની સરકાર ભાંગી પડશે, પરંતુ તેની જગ્યાએ આ આખો ઘટનાક્રમ રવિવારે યોજાયો. અંતે NDAની સરકાર બનતાની સાથે જ બિહારની રાજકીય ઉથલપાથલ શાંત પડી હોય તેવું લાગી રહ્યું છે.