Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'મારી સીટ નીચે બૉમ્બ છે': મુંબઈથી લખનૌ જઈ રહેલી ફ્લાઇટમાં મોહમ્મદ અયુબે...

    ‘મારી સીટ નીચે બૉમ્બ છે’: મુંબઈથી લખનૌ જઈ રહેલી ફ્લાઇટમાં મોહમ્મદ અયુબે ફેલાવી અફવા, ફ્લાઇંગ ટાઈમ પણ બદલાયો, તપાસ બાદ ધરપકડ

    અફવા ફેલાવીને શાંતિભંગ કરનારા મોહમ્મદ આયુબને એરપોર્ટ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની વિરુદ્ધ IPCની કલમ 506(2) અને 505(1)(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેણે આમ શું કામ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    મુંબઈથી લખનૌ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં સીટ નીચે બૉમ્બ હોવાની અફવા ફેલાવ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ અફવા 27 વર્ષીય મોહમ્મદ અયુબે ફેલાવી હતી. તેણે યાત્રિકોથી ભરચક પ્લેનમાં એવી અફવા ઉડાવી કે, તેની સીટની નીચે બૉમ્બ છે. જે બાદ તમામ મુસાફરો પણ ડરી ગયા હતા અને વિમાનમાં પણ અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. આ સાથે જ એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. પોલીસે અફવા ફેલાવનારા મોહમ્મદ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

    મુંબઈથી લખનૌ જઈ રહેલી 6E 5264 ફ્લાઇટમાં એક 27 વર્ષીય મુસ્લિમ યુવક પણ પ્રવાસ કરી રહ્યો હતો. તેનું નામ મોહમ્મદ અયુબ હતું. તેની સીટની નીચે બૉમ્બ હોવાના દાવાથી પહેલાં તો અરાજકતા ફેલાઈ ગઈ અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા બાદમાં ફ્લાઇટના ફ્લાઇંગ ટાઈમને પણ બદલી નાખવામાં આવ્યો હતો. પોલીસથી લઈને તમામ એજન્સીઓ પણ આ માટેની તપાસમાં લાગી પડી હતી. એક અધિકારીએ આ મામલે જણાવ્યું કે, તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી નથી.

    આ સાથે જ અફવા ફેલાવીને શાંતિભંગ કરનારા મોહમ્મદ અયુબને એરપોર્ટ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની વિરુદ્ધ IPCની કલમ 506(2) અને 505(1)(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે,આ મામલે એ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે કે, આ યાત્રીએ આવી અફવા શા માટે ફેલાવી? અને તેણે અચાનક આવું શા માટે કર્યું? તથા આવું પગલું ભરવા પાછળનો તેનો કોઈ ઉદ્દેશ્ય હતો કે નહીં. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    આ પહેલાં મોસ્કો-ગોવા ફ્લાઈટમાં બૉમ્બ હોવાની અફવા ઉડી હતી

    ઉલ્લેખનીય છે કે, 9 જાન્યુઆરી 2023ના રોજ પણ આવી જ એક અફવાના કારણે રશિયાના મોસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેનને જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વાસ્તવમાં, ગોવા ATCને એક મેલ આવ્યો હતો, જેમાં વિમાનમાં બૉમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. આ પછી તરત જ જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

    લેન્ડિંગ બાદ જામનગર એરપોર્ટ પર બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ચાર્જ સંભાળ્યો હતો. એરક્રાફ્ટ આઇસોલેશન બેમાં રાખવામાં આવ્યું હતું અને સઘન તપાસ ચાલી હતી. મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર તમામ 244 મુસાફરોને લગભગ 9.49 કલાકે એરપોર્ટ પર સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. દરમિયાન NSG કમાન્ડો પણ એરપોર્ટ જવા રવાના થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં