અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ સોશિયલ મીડિયા પર અમુક કટ્ટરપંથી તત્વોએ વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કરી હતી. આવો જ એક કિસ્સો દમણ ખાતેથી સામે આવ્યો હતો, જ્યાં મુસ્લિમ યુવકોએ ઈન્સ્ટાગ્રામ પર બાબરી ઢાંચાનો ફોટો મૂકીને સાથે ‘જબ વક્ત હમારા આયેગા, તબ સર ધડ સે અલગ કિયે જાયેંગે’ લખીને પોસ્ટ શૅર કરી હતી. આ મામલે પોલીસે ત્રણેય વિરુદ્ધ FIR દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. આરોપીઓમાં આસિફ ખાન સહિત ચાર યુવકો સામેલ છે.
મળતી માહિતી અનુસાર, ચારેય આરોપીઓએ બાબરી ઢાંચાનો ફોટો મૂક્યો હતો અને તેની નીચે લખ્યું હતું કે, “સબર જબ વક્ત હમારા આયેગા, તબ સર ધડ સે અલગ કિયે જાયેંગે” આ સર તન સે જુદાની ધમકી બાદ બીજી સ્ટોરીમાં તેમણે મોટી દમણના જામપોર બીચ પર સ્કુટર પર મઝહબી ઝંડો ફરકાવીને એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં ‘હમ મોમિન મર્દ મુજાહિદ હૈ, તૌહિત પે જીતે મરતે હૈ, હમ જંગજુ કૌમ કે બેટે હૈ, હમ મરને સે નહીં ડરતે હૈ.” જેવા મઝહબી ગીત સાથે ઉપર નીચે ‘ફ્રી પેલેસ્ટાઇન’ના પોસ્ટર મૂકીને વિડીયો અપલોડ કર્યો હતો.
આ ચારેય મુસ્લિમ યુવાનોએ બાબરી ઢાંચાના ફોટા સહિત આ વાંધાજનક વિડીયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂક્યો હતો. જેનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ થતાં ઘટના પોલીસના ધ્યાને આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ત્વરિત પગલાં લેતાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે મોટીદમણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 295-A, 153-A, 298, 504, 505(c) અને 120(b) તેમજ IT એક્ટની કલમ 34 અને 66 હેઠળ ગુનો દાખલ કરીને ચારની ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આસિફનું j.a.c.k.s.o.n976 નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પર તેણે કેટલાંક હથિયારના ફોટા પણ શેર કરી રાખ્યા છે. જેમાં એક તમંચો તો બીજું પિસ્તોલ જેવું હથિયાર જોવા મળે છે. આ હથિયાર અસલ છે કે બનાવટી તેની પુષ્ટિ નથી થઈ શકી. હાલ બાબરીનો ફોટો મૂકી ‘સર તન સે જુદા’ની ધમકી આપનાર દમણના આસિફ સહિત ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે.
વડોદરામાં પણ ત્રણ મુસ્લિમ યુવકોએ આપી હતી આવી જ ધમકી
ઉલ્લેખનીય છે કે વડોદરાના સાધલી ગામમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહિયાં રહેતા ત્રણ કટ્ટરપંથી મુસ્લિમ યુવાનોએ ઈન્સ્ટાગ્રામ પર વિવાદિત પોસ્ટ કરીને શાંતિ ડહોળવાના પ્રયાસ કર્યા છે. હમજા ખત્રી, ફૈઝન નનિયો અને જુનેદ કુરેશીએ બાબરી મસ્જિદ દર્શાવતી પોસ્ટ કરી છે અને ‘સર તન સે જુદા’ કરવાની ધમકી આપી હતી. આ ત્રણ મુસ્લિમ યુવાનોએ ઈન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદના ફોટા સાથે એક પોસ્ટ કરી હતી.
તે વિવાદિત પોસ્ટમાં પણ લખ્યું હતું કે, ‘જબ વક્ત હમારા આયેગા, તબ સર ધડ સે અલગ કિયા જાયેગા.’ આ પોસ્ટમાં ભારતના બહુમતી ધરાવતા સમાજને ખુલ્લી ધમકી આપવમાં આવી છે કે, જ્યારે તે લોકોનો સમય આવશે ત્યારે ‘સર તન સે જુદા’ કરી નાખવામાં આવશે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ હતી. જે બાદ વડોદરાના શિનોર પોલીસ સ્ટેશને આ મામલે સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી હતી અને તમામની ધરપકડ કરી લીધી હતી.