Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ75મા ગણતંત્ર દિવસની પરેડમાં ઉત્તર પ્રદેશની અદભૂત ઝાંખી: પ્રભુ રામલલા સાથે બ્રહ્મોસ...

    75મા ગણતંત્ર દિવસની પરેડમાં ઉત્તર પ્રદેશની અદભૂત ઝાંખી: પ્રભુ રામલલા સાથે બ્રહ્મોસ મિસાઈલ, રાજ્યનો વિકાસ દર્શાવતી રેપિડ રેલ પણ સામેલ

    ઝાંખીમાં 'કળશ'ને પણ દર્શાવવામાં આવ્યો હતો, જે આગામી માઘ અને કુંભ મેળાને દર્શાવી રહ્યો હતો. દર્શાવવામાં આવેલી રેપિડ રેલ સીસ્ટમની ઉપર બ્રહ્મોસ મિસાઈલ રાખવામાં આવી હતી. આ મિસાઈલ ઉત્તર પ્રદેશને રક્ષા ઉત્પાદન કેન્દ્ર તરીકે મહત્વપૂર્ણ સ્થાન અપાવી રહી હતી.

    - Advertisement -

    દેશમાં 75મા ગણતંત્ર દિવસની જોરશોરથી ઉજવણી થઇ રહી છે. આ ઉપલક્ષે આખા દેશે કર્તવ્ય પથ પર થતી પરેડ પણ નિહાળી. પરંતુ આ વખતે આ પરેડમાં એક ઝાંખી જોઈએ આખા દેશમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. આ ઝાંખી હતી ભગવાન શ્રીરામલલાની. વાસ્તવમાં જે સમયે અલગ-અલગ રાજ્યની ઝાંખીઓ નીકળવાની શરૂ થઈ તે સમયે જ્યારે ઉત્તર પ્રદેશની ઝાંખીમાં પ્રભુ શ્રીરામલલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઝાંખીમાં રાજ્યના વિકાસને લગતી અન્ય બાબતો પણ આવરી લેવામાં આવી હતી.

    75મા ગણતંત્ર દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર ઉત્તર પ્રદેશની ઝાંખીમાં અયોધ્યાના પ્રભુ શ્રીરામલલા સાથે-સાથે વિકસિત ભારત-સમૃદ્ધ ભારતની થીમ રાખવામાં આવી હતી. આ ઝાંખીમાં ભગવાન રામના બાળ સ્વરૂપને દર્શાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ઝાંખીમાં બ્રહ્મોસ મિસાઈલ અને રેપીડ રેલ મોડને સંમેલિત કરીને આસ્થા, વિકાસ અને દેશભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ ઉત્તર પ્રદેશની ઝાંખીમાં જોવા મળ્યો હતો.

    આ ઝાંખીમાં ‘કળશ’ને પણ દર્શાવવામાં આવ્યો હતો, જે આગામી માઘ અને કુંભ મેળાને દર્શાવી રહ્યો હતો. દર્શાવવામાં આવેલી રેપીડ રેલ સીસ્ટમની ઉપર બ્રહ્મોસ મિસાઈલ રાખવામાં આવી હતી. આ મિસાઈલ ઉત્તર પ્રદેશને રક્ષા ઉત્પાદન કેન્દ્ર તરીકે મહત્વપૂર્ણ સ્થાન અપાવી રહી હતી.

    - Advertisement -

    40 વર્ષથી બંધ થયેલી બગીની પરંપરા ફરી શરૂ, મહિલા શક્તિએ શંખ-નગારાથી પરેડ કરાવી પ્રારંભ

    ઉલેખનીય છે કે આ આખો કાર્યક્રમ ‘વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા’ થીમ પર ચાલી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અહીં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. તેમના સિવાય 13 હજાર ખાસ મહેમાનો પણ હાજર રહ્યા. પરેડની શરૂઆત મિલિટરી બેન્ડને બદલે શંખ-નગારાથી કરવામાં આવી હતી. કાર્યક્રમ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી, ત્યારબાદ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ કર્તવ્યપથ પર પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને ફ્રાંસના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું, જેઓ પરંપરાગત બગીમાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ 40 વર્ષ પછી બગીની પરંપરા ફરી શરૂ થઈ છે. 1984 પછી આ પ્રથમ વખત છે જ્યારે રાષ્ટ્રપતિ પરંપરાગત ગાડીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રવાના થયા હોય. કર્તવ્યપથ પરનો સમગ્ર કાર્યક્રમ 90 મિનિટનો છે. આ વખતે કાર્યક્રમની શરૂઆત લશ્કરી બેન્ડના બદલે શંખના નાદથી થઈ હતી. આ પરેડમાં આત્મનિર્ભર ભારતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પણ શક્તિ કેન્દ્ર હતી. પ્રથમ વખત 100 મહિલા કલાકારોએ સંગીતનાં સાધનો વગાડીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં