હવે જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દેશની તમામ રાજકીય પાર્ટીઓ તેના માટે પોતાની કમર કસી રહી છે. આ જ શ્રેણીમાં દેશની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) ગુરુવારે આધિકારિક રીતે પોતાના 2024ના અભિયાનની શરૂઆત કરી છે. આ માટે તેઓએ સૌપ્રથમ લોકસભા ચૂંટણી માટે ભાજપનું એક કેમ્પેન થીમ સોંગ લોન્ચ કર્યું છે, જેનું નામ છે- ‘સપને નહીં હકીકત બુનતે હૈ, તભી તો લોગ મોદી કો ચૂનતે હૈ.’
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુરુવારે BJPનું 2024 માટેનું આધિકારિક ચૂંટણી અભિયાન શરૂ કર્યું છે. સાથે જ ‘તભી તો લોગ મોદી કો ચૂનતે હૈ’ ને લોકસભા ચૂંટણીના આધિકારિક ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું.
बीजेपी ने 2024 के लिए अपना कैंपेन थीम लॉंच किया। pic.twitter.com/kE7XudskAN
— Akhilesh Sharma (@akhileshsharma1) January 25, 2024
નોંધનીય છે કે આ અભિયાન ભાજપના નવ મતદાતા સંમેલન (first time voters conclave) દરમિયાન લોન્ચ કરવામાં આવ્યુ હતુ. સાથે જ એક વિડીયો પણ રજૂ કરાયો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરોડો ભારતીયોના સપના પૂરા કરી રહ્યા છે.
પાર્ટીનું માનવું છે કે આ કેમ્પેનનું સ્લોગન એ કોઇ એક નાના સમૂહને રજૂ નથી કરતું પરંતુ ખુબ જ મોટા વર્ગ સાથે મેળ ખાય છે. પાર્ટી અધ્યક્ષ નડ્ડાએ કાર્યકરોને આહવાન કર્યું છે કે આ અભિયાનને દેશના ખૂણેખૂણા સુધી પહોંચાડવામાં આવે.
તેમના અનુસાર આ અભિયાનના ઘણા સ્વરૂપ હશે. આજે રિલીઝ થયેલા મુખ્ય ગીત સિવાય, જે ખૂબ જ ભાવનાત્મક સ્વરમાં પીએમ મોદીના કાર્યને રજૂ કરે છે, અન્ય ઘણા સહયોગી ઝુંબેશોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જ અભિયાનની થીમનો ઉપયોગ કરીને, એક અલગ પ્રકારનું ફૂટ ટેપિંગ સામૂહિક ગીત પણ થોડા દિવસો પછી રિલીઝ થવાનું આયોજન છે. ડિજિટલ હોર્ડિંગ્સ, ડિસ્પ્લે બેનરો અને ડિજિટલ ફિલ્મો અને TVC તમામ આગામી દિવસોમાં તબક્કાવાર રિલીઝ કરવામાં આવશે. આમાંના દરેક એ કિસ્સો સ્થાપિત કરશે કે પીએમ મોદીએ ચોક્કસ ક્ષેત્રમાં શું હાંસલ કર્યું છે અને તેથી તેમણે વચન પૂરું કર્યું છે અને આ રીતે તેઓ વારંવાર લોકોની યોગ્ય પસંદગી છે.