Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસદીઓના સંઘર્ષ બાદ આખરે રામભક્તોનું તૂટયું ધૈર્ય: પ્રાણપ્રતિષ્ઠા બાદ અડધી રાતથી જ...

    સદીઓના સંઘર્ષ બાદ આખરે રામભક્તોનું તૂટયું ધૈર્ય: પ્રાણપ્રતિષ્ઠા બાદ અડધી રાતથી જ રામ મંદિર પર ઉમટી પડ્યું માનવ મહેરાણ, આરાધ્યની એક ઝલક જોવા માટે લાગી લાંબી કતારો

    મોડી રાત્રે 12 વાગ્યા બાદ અમુક રામભક્તો રામ મંદિરના મુખ્ય દ્વારા પર પહોંચી ગયા હતા. જે બાદ રાત્રે લગભગ 3 વાગ્યા બાદ તો ત્યાં હજારોની જનમેદની ભેગી થઈ ગઈ. મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધાઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે

    - Advertisement -

    22 જાન્યુઆરીના પવિત્ર દિવસે રામ મંદિર અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો છે. જે બાદ મંગળવારથી (23 જાન્યુઆરી) રામભકતો માટે પણ રામ મંદિરના કપાટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કરોડો લોકોના આરાધ્ય પ્રભુ શ્રીરામલલાના દર્શક કરવા માટે મોડી રાતથી જ રામભક્તો રામ મંદિર અયોધ્યા ખાતે ઉમટી પડ્યા છે. અડધી રાતથી લોકો ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી ગયા છે. હજારોનું માનવ મહેરામણ જોઈને મંદિર પ્રશાસન તરફથી પણ વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હજારો ભક્તો કોઈપણ રીતે રામલલાના દર્શન કરવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. દૂર-દૂર સુધીની લાંબી કતારો લગાવવામાં આવી છે.

    22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો. જે બાદ 23 જાન્યુઆરીથી રામભકતો માટે રામ મંદિરના કપાટ ખુલ્લા મુકાયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, હજારોની જનમેદની અડધી રાતથી રામ મંદિરના મુખ્ય દ્વારા પર આવીને ઊભી રહી છે. જે બાદ મંદિરનો મુખ્ય દ્વારા ખૂલતાંની સાથે રામભક્તોના ધૈર્યનો દ્વારા પણ ખૂલી ગયો. હજારો રામભકતો પોતાના આરાધ્યની એક ઝલક જોવા માટે લાંબી કતારો કરીને મંદિર પરિસરમાં પ્રવેશ કરવા લાગ્યા છે.

    3 વાગ્યાથી રામભકતો થવા લાગ્યા એકઠા

    મોડી રાત્રે 12 વાગ્યા બાદ અમુક રામભક્તો રામ મંદિરના મુખ્ય દ્વારા પર પહોંચી ગયા હતા. જે બાદ રાત્રે લગભગ 3 વાગ્યા બાદ તો ત્યાં હજારોની જનમેદની ભેગી થઈ ગઈ. મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધાઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે. દ્વારની બહાર ઉભેલા રામભક્તોએ હર્ષોલ્લાસ સાથે ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. જ્યારે મંદિર ખૂલ્યું ત્યારે રામભક્તો પ્રભુ શ્રીરામના ઘયઘોષ સાથે મંદિર પરિસરમાં દાખલ થઈ ગયા હતા. તાજેતરમાં પણ રામ મંદિર અયોધ્યા ખાતે રામભકતોની પધરામણીનો ક્રમ ચાલુ જ છે. દૂરથી આવેલા ભક્તોની સાથે સાથે અયોધ્યાવાસીઓ પણ જોડાયા છે. ભગવાનની પૂજા-અર્ચના માટે હજારો સ્થાનિકો ઉમટી પડ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, રામલલાના દર્શનની શરૂઆત 23 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે થઈ હતી. પહેલી પાળીમાં 11:30 કલાક સુધી દર્શન કરી શકાશે. જે બાદ બીજી પાળીમાં બપોરે 2 વાગ્યાથી 6:30 કલાક સુધી રામલલાના દર્શન કરી શકાશે. જો, ભક્તોની ભીડ આ દરમિયાન વધતી જણાય તો દર્શન કરવાની અવધિને વધારી દેવામાં આવશે. આ સાથે પ્રભુને સાત દિવસ માટે અલગ-અલગ વસ્ત્રો પહેરાવવામાં આવશે. વિશેષ કાર્યક્રમ સમયે પ્રભુજીને પીળા રંગનું વસ્ત્ર પહેરાવાશે. રામલલાની 24 કલાકના 8 પ્રહરોમાં અષ્ટયામ સેવા કરવામાં આવશે. આ ઉપરાંત 6 વાર રામલલાની આરતી થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં