Saturday, November 23, 2024
More
    હોમપેજમિડિયાઅફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન ભારતીય નહીં, મીડિયા અહેવાલોનું કેન્દ્રીય મંત્રાલયે કર્યું ખંડન:...

    અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન ભારતીય નહીં, મીડિયા અહેવાલોનું કેન્દ્રીય મંત્રાલયે કર્યું ખંડન: મોરક્કોના વિમાનને ભારતનું ગણાવીને ચલાવાયા હતા સમાચાર 

    આ પહેલાં અમુક મીડિયા ચેનલોએ અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી TOLOને ટાંકીને સમાચાર આપ્યા હતા કે જે પ્લેન ક્રેશ થયું છે તે ભારતનું હતું. પરંતુ પછીથી મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે. 

    - Advertisement -

    રવિવારે (21 જાન્યુઆરી, 2024) સવારે અચાનક મીડિયામાં સમાચાર પ્રસારિત થયા હતા કે  રશિયા જતું એક વિમાન અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું છે, પરંતુ તે સાચા નથી. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે આ વિમાન ભારતનું નહીં પરંતુ મોરક્કોનું હતું. 

    નાગરિક ઉડ્ડયન મંત્રાલયે X પર એક અધિકારિક નિવેદનમાં જણાવ્યું કે,  અફઘાનિસ્તાનમાં જે વિમાન ક્રેશ થવાનો કમનસીબ બનાવ બન્યો તેમાં ન તો ભારતનું કોઇ શિડ્યુલ્ડ એરક્રાફ્ટ હતું કે પછી ન તો નોન શિડ્યુલ્ડ (NSOP)/ ચાર્ટર ફ્લાઇટ. તે મોરક્કોમાં રજિસ્ટ્રેશન થયેલું એક નાનું એરક્રાફ્ટ હતું. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

    આ પહેલાં અમુક મીડિયા ચેનલોએ અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી TOLOને ટાંકીને સમાચાર આપ્યા હતા કે જે પ્લેન ક્રેશ થયું છે તે ભારતનું હતું. પરંતુ પછીથી મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે. 

    - Advertisement -

    TOLOનું માનીએ તો આ વિમાન અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતના તોપખાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. ન્યૂઝ એજન્સી અનુસાર, આ પ્રાંતના માહિતી વિભાગના પ્રમુખ ઝબીહુલ્લાહ અમીરીએ આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે ઉમેર્યું કે, મામલાની તપાસ માટે વિસ્તારમાં ટીમ મોકલવામાં આવી રહી છે. સ્થાનિકો અનુસાર, વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું. 

    TOLO દાવો કરે છે કે આ વિમાન ભારતીય હતું, પરંતુ તે સાચો નથી. ભારત સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે. 

    પ્રાથમિક જાણકારી અનુસાર, આ વિમાન રશિયા જઈ રહ્યું હતું. તેમાં કેટલા લોકો હતા અને કોણ સવાર હતું તે વિશે હજુ સુધી જાણકારી સામે આવી શકી નથી કે કોઇ પ્રકારની જાનહાનિ થઈ છે કે કેમ તે પણ હજુ જાણવા મળ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં