વડોદરા શહેરના હરણી ખાતેના જાણીતા મોટનાથ તળાવથી એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક ખાનગી શાળાના બાળકોને તળાવમાં રાઉન્ડ મારવા લઇ ગયેલી બોટ પલટી જતા તમામ બાળકો ડૂબી ગયા હતા. હમણાં સુધી 9 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે, બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. પ્રારંભિક અહેવાલોમાં દાવો કરાયો છે કે બોટમાં બેસ્ટ પહેલા કોઈને લાઈફ જેકેટ પહેરાવવામાં નહોતો આવ્યા.
ભાસ્કરના અહેવાલ મુજબ હજુ સુધી 9 બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.
વડોદરા: હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા#Vadodara #Gujarat #Student pic.twitter.com/SExHe2wvsl
— Prutha Paghadal (@Pruthapaghadal) January 18, 2024
વડોદરાની ન્યુ સન રાઇઝ શાળાના 24 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો પિકનિક માટે હરણી ખાતેના મોટનાથ તળાવ પહોચ્યા હતા. જ્યાં તેઓ એક હોડીમાં બેસીને તળાવમાં રાઉન્ડ મારવા ગયા હતા ત્યારે આ કરૂણાંતિકા થઈ હતી.
દાવો એ પણ કરવામાં આવ્યો છે કે હોડીમાં કેપેસિટી કરતા વધુ વ્યક્તિઓ બેસાડવામાં આવ્યા હતા માટે આ દુર્ઘટના થઈ છે. હજુ પણ આ બાબતે વિગતો ધીમે ધીમે સામે આવી રહી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે, “વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…
નોંધનીય છે કે બચાવકાર્ય હજુ ચાલુ હોવાથી ક્ષણેક્ષણે નવી અપડેટ આવી રહી છે. થોડા સમયમાં વધુ જાણકારી સાથે આ અહેવાલને પણ અપડેટ કરવામાં આવશે.
(અપડેટ: પછીથી આ ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી. જ્યારે બાકીનાને બચાવી લેવામાં આવ્યા. વિગતો અહીંથી વાંચી શકાશે)