ગઈ કાલે (11 જુલાઈ) ભૂતપૂર્વ WWE રેસલર ધ ગ્રેટ ખલી ઉર્ફે દિલીપ રાણાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. જેમાં તે પંજાબના ફિલૌર નજીક લાડોવાલ ટોલ પ્લાઝાના ટોલ કર્મચારીઓ સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં, ખલીએ આરોપ લગાવ્યો કે ટોલ કર્મચારીઓ તેને બ્લેકમેલ કરી રહ્યા હતા જ્યારે ટોલ કર્મચારીઓ આરોપ લગાવી રહ્યા હતા કે તેણે તેમાંથી એકને થપ્પડ મારી હતી. તે જ સમયે, ટોલ કર્મચારીઓ તેને આઈડી કાર્ડ બતાવવા માટે કહી રહ્યા હતા.
#TheGreatKhali allegedly slaps a toll worker, gets into an argument [Watch video]#Punjab #Haryana #Khali #ViralVideo #Viral pic.twitter.com/GcDjLz5jKV
— Rajan Nath (@The_Rajan_Nath) July 11, 2022
અહેવાલો સૂચવે છે કે ખલી જલંધરથી કરનાલ જઈ રહ્યો હતો. ખલીએ આરોપ લગાવ્યો હતો કે ટોલ પ્લાઝાના કર્મચારીઓ તેની સાથે ફોટોગ્રાફ લેવા માંગતા હતા, પરંતુ તેણે ઇનકાર કર્યો હતો. જે બાદ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
વિડીયોમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓ તેમના વાહનને ઘેરીને તેમની સાથે દલીલ કરતા જોઈ શકાય છે. ખલીની કારને આગળ વધતી અટકાવવા માટે જગ્યાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક પીસીઆર વાન ત્યાં પહોંચી અને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ બેરિકેડ હટાવી દીધા. એક પોલીસ અધિકારી પરિસ્થિતિ સમજવા માટે પહોચ્યો હતો. ટોલ પ્લાઝાના કામદારો અને ખલી બંને પોલીસ અધિકારીને ઘટનાના પોતપોતાના સંસ્કરણો કહેતા જોઈ શકાય છે.
બેરિકેડ્સ હટાવવામાં આવતા ખલીના ડ્રાઈવરે તેની કાર ખસેડી. જ્યારે ટોલ પ્લાઝાના કર્મચારીએ ફરીથી બેરિકેડ લગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ખલીએ તેને રોક્યો અને પોતાની કાર તરફ ચાલ્યો ગયો. તે જ સમયે ટોલ પ્લાઝાના કર્મચારીએ ખાલી જે દિશામાં જય રહ્યો હતો તે રસ્તે ઈશારો કરતા તેને વાનર કહ્યો હતો.
ધ ગ્રેટ ખલી 2000માં ઓલ પ્રો રેસલિંગ (APW) માં ડેબ્યું કરીને એક વ્યાવસાયિક કુસ્તીબાજ બન્યો, જે પછી તેણે 2021 માં WCW સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. તે બાદ WWE દ્વારા તેને પ્રમોશન મળ્યું હતું. ભારતીય કુસ્તીબાજે 2001 થી 2006 દરમિયાન ન્યુ જાપાન પ્રો-રેસલિંગ (NJPW), કોન્સેજો મુન્ડિયલ ડી લુચા લિબ્રે (CMLL), અને જાપાનીઝ પ્રમોશન ઓલ જાપાન પ્રો રેસલિંગ (AJPW) જેવા અન્ય વિવિધ કુસ્તી પ્રમોશન માટે પણ કામ કર્યું છે.
નોંધનીય છે કે ધ ગ્રેટ ખલી થોડા વર્ષો પહેલા WWE છોડીને ભારત પાછો આવી ગયો હતો. હવે તે જલંધરમાં કોન્ટિનેંટલ રેસલિંગ એકેડમી તરીકે ઓળખાતી પોતાની એકેડમી ચલાવે છે, જ્યાં તે નવા કુસ્તીબાજો તૈયાર કરે છે.