અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સર્વત્ર ઉત્સાહ છે. લોકો તૈયારીમાં વ્યસ્ત છે કે, ભગવાન શ્રીરામ 22 જાન્યુઆરીએ તેમના ધામમાં પરત ફરશે ત્યારે દરેક ઘરમાં દિવાળી મનાવવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રીરામ માટે તેમનું યોગ્ય સ્થાન મેળવવું અથવા તેમનું મંદિર બનવું એટલું સરળ નહોતું. આ સંભવ થયું છે માત્ર કારસેવકોના બલિદાનથી. કારસેવકોની સાથે આજથી 32 વર્ષ પહેલાં કેટલી વિભત્સતા થઈ હશે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. મીડિયા રિપોર્ટ્સમાં ઘણી વાતો પ્રકાશિત થઈ છે, જેને વાંચીને તે સમયનો અંદાજો લગાવી શકાય છે. પરંતુ બર્બરતા વિશે જો જાણવું હોય તો પ્રત્યક્ષદર્શીઓને પૂછો અથવા કારસેવકોના પરિવારને પૂછો. તેમાંના એક છે સાધ્વી ઋતંભરા.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં બતાવવામાં આવી રહ્યું છે કે, અયોધ્યામાં કારસેવકોને ગોળીઓથી વીંધીને સરયૂ નદીમાં ફેંકી દેવામાં આવી રહ્યા હતા. બાદમાં ભારે જહેમત બાદ તેમના મૃતદેહો મળ્યા હતા. કેટલાક મૃતદેહો ઓળખી શકાય તેવા હતા અને કેટલાક મૃતદેહો એટલા સડી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી નહોતી. તે માત્ર કંકાલ બની ગયા હતા. શેર થઈ રહેલો વિડીયો ખૂબ જ ભયાવહ છે અને મનમાં સવાલ ઊભો કરે છે કે, આખરે એ કારસેવકો સાથે શું થયું હશે?
करोड़ों हिंदू आज राम मंदिर बनता देख खुश हैं लेकिन करोड़ों हिंदुओं के बीच ही राम मंदिर के लिए संघर्ष करनेवाले योद्धाओं के साथ जो क्रूरता हुई वो कितनों को पता है?
— Sushant Sinha (@SushantBSinha) January 17, 2024
युवा पीढ़ी तो जानती भी नहीं पूरा सच।
आज पाठशाला नें सच देखिए भी और दूसरों को दिखाइए भी। pic.twitter.com/O54n65Aac1
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા સાધ્વી ઋતંભરાએ તાજેતરમાં સુશાંત સિન્હા સાથેના ઇન્ટરવ્યૂમાં આ અંગે ખુલીને વાત કરી હતી. સાધ્વી ઋતંભરા કહે કે, “આ મંદિર સામાન્ય મંદિર નથી. 500 વર્ષ સુધી સતત, હિંદુઓએ એક જગ્યાએ માથું નમાવ્યું, ત્યાં પ્રદક્ષિણા કરી અને મંદિર માટે સંકલ્પો લીધા. આ ભારતીયોના ખંડિત સ્વાભિમાનની પુનઃસ્થાપના છે.”
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, જ્યારે કારસેવકો પર ગોળી ચાલી ત્યારે એવું ના લાગ્યું કે આ તો હદ થઈ ગઈ. આ અંગે સાધ્વી ઋતંભરા કહે છે કે, “છાતીમાં ગોળી ઉતારવામાં આવી, રેતીની થેલીઓ ભરીને તેમને સરયૂમાં ડૂબાડી દેવામાં આવ્યા. ગુરુ ભાઈને ઉઠાવીને લઈ ગયા, તેમના પર તેઓએ રૂ વીંટોળ્યુ અને પછી તેલમાં નાખીને તેમને સળગાવી દેવામાં આવ્યા, દીકરીઓની છાતીમાં છલ્લા દાગવામાં આવ્યા.” સાધ્વી ઋતંભરા કહે છે કે, “તે નિશસ્ત્રોની સાથે આવું નહોતું થાવું જોઈતું, ઘરના ચિરાગ (દીવો) જ્યારે ઘરને આગ લગાડે ત્યારે ખૂબ દુખ થાય છે.”
આ જ રીતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ તે તમામ લોકોના નિવેદનો પ્રાસંગિક બન્યા છે જેમણે નરસંહારને નજીકથી જોયો છે. રામ મંદિર આંદોલનને નજીકથી રિપોર્ટ કરનારા મહેન્દ્ર ત્રિપાઠી તેવા જ લોકોમાંના એક છે. તેઓ આજે પણ કારસેવકોના ફોટા જોઈને રડી પડે છે.
લલ્લનટૉપ સાથેની તેમની વાતચીતની ટૂંકી ક્લિપમાં, તેઓ કારસેવકો સાથે થયેલી બર્બરતાના ફોટો બતાવતા કહે છે કે, “આ બધા ફોટો મેં પોતે ખેંચ્યા હતા. સરદાર પરમ સિંઘ ભુલ્લરને મેં કારસેવકોના હત્યારા તરીકે લખ્યો છે. જ્યારે કોઈએ મને તેના વિશે જણાવ્યું, તો મે ફોટોની સાથે લખીને રાખ્યું, જેથી લોકોને જાણ થાય કે ગોળી કોણે ચલાવી હતી.” મહેન્દ્ર કહે છે, “આજે 32 વર્ષ વીતી ગયા છે, પરંતુ જ્યારે-જ્યારે હું આ વાતો યાદ કરું છું, ત્યારે મારા રૂંવાટા ઊભા થઈ જાય છે. ઘણા દિવસો સુધી હું સૂઈ ના શકયો. મને લાગતું હતું કે કારસેવકો પર મારી સામે ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. હું તેમને બચાવી રહ્યો છું.” આટલું કહીને તેઓ રડી પડે છે.
This is the journalist who captured the firing from the
— Aadi Cash (@kash_aadi) January 14, 2024
closest . It was Sardar Parmjeet Singh Bhullar,who was the crpf commandant, when kothari brothers nd other karsewaks where murdered….nd @MrSinha_ 's boss gave Mulayam Padma Vibhushan pic.twitter.com/OgxROcAI1J
ખ્યાલ રહે કે, રામ મંદિર ખરેખર કોઈ સામાન્ય મંદિર નથી. આ એક ઘણી પેઢીઓનો સંપૂર્ણ સંઘર્ષ છે જેને આજે ચરિતાર્થ થતો જોઈ શકાય છે. આ કારસેવકોનું બલિદાન છે જેમને 32 વર્ષ પછી સન્માન મળ્યું છે. તે પરિવારોના આંસુઓનો હિસાબ છે, જે આ મંદિર માટે લોકોએ વહાવ્યા. ઑપઇન્ડિયાએ આ લોકોની પીડા પર ગ્રાઉન્ડ રિપોર્ટ્સ પણ કર્યા છે. આપ આ લિન્ક પર ક્લિક કરીને તેને વાંચી શકો છો.