Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદના રામભક્તે રામ મંદિરના ગર્ભગૃહ માટે તૈયાર કર્યું 30 કિલોનું વિશેષ તાળું:...

    અમદાવાદના રામભક્તે રામ મંદિરના ગર્ભગૃહ માટે તૈયાર કર્યું 30 કિલોનું વિશેષ તાળું: શુદ્ધ પિત્તળથી થયું છે નિર્માણ, હજારો વર્ષો સુધી રહેશે સુરક્ષિત

    રામ મંદિરના વિશાળ પરિસરમાં કુલ 42 દરવાજા છે. જેમાંથી મુખ્ય દરવાજો ગણાતા ગર્ભગૃહ દ્વારમાં આ વિશેષ તાળું લગાવવામાં આવશે. આ તાળું બનાવનાર ભરત મેવાડા ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાની મૂર્તિઓનો વિગ્રહ થવા જઈ રહ્યો છે. ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. દેશ અને દુનિયાના રામભક્તો આ ભવ્ય ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સુક છે. સાથે સમગ્ર દેશ પણ રામભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી રામલલા અને રામ મંદિરની વસ્તુઓ અયોધ્યા મોકલવામાં આવી છે. તે જ અનુક્રમે હવે અમદાવાદથી પણ રામ મંદિરના ગર્ભગૃહ માટે બનાવવામાં આવેલું 30 કિલોનું વિશેષ તાળું અયોધ્યા મોકલવામાં આવશે. અમદાવાદના રામભક્તે બનાવેલું આ તાળું રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં લગાવવામાં આવશે.

    જેમ-જેમ રામ મંદિર અયોધ્યાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે. તેમ-તેમ રામભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. રામલલાના ભવ્ય મંદિર માટે ગુજરાતમાંથી પણ અનેક વસ્તુઓ મોકલવામાં આવી છે. જ્યારે હવે અમદાવાદના રામભકતે તૈયાર કરેલું 30 કિલોનું વિશેષ તાળું પણ અયોધ્યા મોકલવામાં આવશે. આ તાળાંને રામ મંદિરના ગર્ભગૃહ માટે તૈયાર કરવામાં આવ્યું છે. VTVના અહેવાલ મુજબ, આ તાળું અમદાવાદના રામભક્ત ભરત મેવાડાએ તૈયાર કર્યું છે.

    ગર્ભગૃહના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવશે તાળું

    નોંધનીય છે કે, રામ મંદિરના વિશાળ પરિસરમાં કુલ 42 દરવાજા છે. જેમાંથી મુખ્ય દરવાજો ગણાતા ગર્ભગૃહ દ્વારમાં આ વિશેષ તાળું લગાવવામાં આવશે. આ તાળું બનાવનાર ભરત મેવાડા ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. ભૂતકાળમાં દિલ્હી અક્ષરધામ મંદિર અને ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં આતંકી હુમલા થયા હતા. જેને ધ્યાને લઈને વિશેષ સુરક્ષા સાથે રામ મંદિરની વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. તેથી જ વિશેષ સુરક્ષાને ધ્યાને લઈને અમદાવાદની એક ફેક્ટરીમાં રામ મંદિર અયોધ્યાના ગર્ભગૃહ માટેનું તાળું તૈયાર કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    1500થી 2000 વર્ષો સુધી રહેશે સુરક્ષિત

    ગર્ભગૃહનું તાળું બનાવનાર અમદાવાદના રામભક્ત ભરત મેવાડાએ જણાવ્યું કે, “જે કઈ મેટલ વપરાઈ છે, તે તમામ નોન ફેરસ મેટલ છે. શાસ્ત્રોમાં પણ આ વિશે લખેલું છે. આ જે લોક બનાવવામાં આવ્યા છે, તેમાં શુદ્ધ પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે એવું ગણિત કરીને મોકલ્યું છે કે, આપણું આ રામ મંદિર છે તેની લગભગ બધી જ વસ્તુઓ સ્ટોન, ફાઈન્ડેશનથી માંડીને જે પણ મેટલ વપરાઈ છે, તે તમામ ચીજ-વસ્તુઓનું 1500થી 2000 વર્ષનું કેલ્ક્યુલેશન લોકોએ કર્યું છે. આ તાળું પણ તેનાથી વધુ વર્ષો સુધી સુરક્ષિત રહેશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં