અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠીત કરવામાં આવનાર છે, તે મૂર્તિને કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. કૃષ્ણશિલા પર બનેલી આ મૂર્તિનું વજન 150થી 200 કિલો છે. આ બધા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે તેઓ ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા સાથે સંબંધિત તેમની લાગણીઓનો વિડીયો બનાવે.
ટ્રસ્ટે લોકોને તે વિડીયોને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર #ShriRamHomecoming હેશટેગ સાથે શેર કરવા પણ જણાવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, “કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલા પર બનાવવામાં આવેલી મૂર્તિને ભગવાન શ્રી રામલલા સરકારના શ્રી વિગ્રહ રૂપે પ્રતિષ્ઠિત કરવા માટે ચયન કરવામાં આવ્યું છે.”
कर्नाटक के प्रसिद्ध मूर्तिकार श्री अरुण योगीराज द्वारा कृष्णशिला पर निर्मित मूर्ति का चयन भगवान श्री रामलला सरकार के श्री विग्रह के रूप में प्रतिष्ठित होने हेतु किया गया है।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 15, 2024
The Murti sculpted on Krishna Shila, by renowned sculptor Shri Arun Yogiraj, has been selected as Shri…
રામલલાની મૂર્તિની ખાસ વાતો
મૈસૂર (કર્ણાટક)ના શિલ્પકાર અરુણ યોગીરાજે પાંચ વર્ષના રામ લલ્લાની 51 ઇંચ ઊંચી શ્યામલ (શ્યામવર્ણી) પ્રતિમા બનાવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના 11 ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે તેની પસંદગી કરવામાં આવી છે. જો કે હજુ સુધી રામલલાની આ તસવીર સામે આવી નથી. આશા છે કે, 22 જાન્યુઆરી 2023ના રોજ જ આખી દુનિયા રામલલાને જોઈ શકશે.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રતિષ્ઠીત કરવામાં આવનાર રામલલાની મૂર્તિ ખાસ છે. આ મૂર્તિમાં ભગવાન 5 વર્ષના બાળ સ્વરૂપમાં છે. આ મૂર્તિની ઊંચાઈ 51 ઇંચ છે. ભગવાન શ્રીરામની આ મૂર્તિનું વજન 200 કિલો છે. યોગીરાજે બનાવેલી આ મૂર્તિનો રંગ શ્યામવર્ણનો છે. મૂર્તિને બનાવવામાં અરુણ યોગીરાજને 9 મહિનાનો સમય લાગ્યો હતો.
પાંચ પેઢીઓથી મૂર્તિ ઘડી રહ્યું છે યોગીરાજ પરિવાર
અરુણ યોગીરાજનો પરિવાર પાંચ પેઢીથી શિલ્પક્ષેત્રમાં છે. તેમણે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. આ સાથે જ તેમણે દિલ્હીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી છે. તેમના પરિવાર દ્વારા સચવાયેલી આ શિલ્પકળાને મૈસૂરના રાજવી પરિવાર દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે.
અરુણ યોગીરાજ શરૂઆતમાં શિલ્પકળાને આજીવિકાનું સાધન બનાવવા માંગતા ન હતા. તે દરમિયાન તેમણે એમબીએનું શિક્ષણ મેળવ્યું અને પછી થોડા સમય માટે ખાનગી ફર્મમાં નોકરી પણ કરી. જો કે, થોડા જ સમયમાં, તેમનું મન ખાનગી નોકરીથી હતી ગયું અને તેણે પરિવારની પરંપરાને આગળ વધારવાનું નક્કી કર્યું.
રામ તીર્થ ક્ષેત્રની ખાસ અપીલ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તમામ રામભક્તોને એક અપીલ કરી છે. તેમના સત્તાવાર X હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, “ભગવાન શ્રી રામ પાંચ સદીઓ બાદ તેમની જન્મભૂમિ પર પરત આવી રહ્યા છે. આખું બ્રહ્માંડ આ શુભ પ્રસંગનું શાક્ષી બનવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ભગવાન શ્રી રામના સ્વાગતની ભવ્યતા વધારવા માટે અમે વિશ્વભરના તમામ રામ ભક્તોને એક ટૂંકા વિડીયો દ્વારા આ ઐતિહાસિક ઘટના વિશે તેમના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા વિનંતી કરીએ છીએ.”
આ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “તમે આ વિડીયોને તમારા પૂરા નામ, સ્થાન અને ટૂંકી વ્યક્તિગત નોંધ સાથે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #ShriRamHomecoming સાથે પોસ્ટ કરી શકો છો. આવો આપણે સૌ સાથે મળીને સામુહિક રૂપે એકતાના સહુથી મોટા સુત્રધાર ભગવાન શ્રીરામના આગમનનો ઉત્સવ મનાવીએ.”
Shri Ram's return to his rightful abode after five centuries fills the universe with unparalleled emotions. To enhance the grandeur of his welcome, we urge all Shri Rambhakts across the globe to express their thoughts and emotions about this historic event through a short video.…
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 16, 2024
ઉલ્લેખનીય છે કે આજથી (16 જાન્યુઆરી 2024) થી રામલલાના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર બનાવવામાં આવેલા ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહની શરૂઆત પ્રાયશ્ચિત પૂજાથી થઈ હતી. ત્યાર બાદ કર્મકુટી પૂજન થયું હતું. 17 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ મંદિર પરિસરમાં લાવવામાં આવશે. આ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12.20 વાગ્યાથી શરૂ થશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, RSSના સર સંઘ ચાલક મોહન ભાગવત સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સાથે જ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે, હમણાં ભગવાન રામની જે મૂર્તિની પૂજા કરવામાં આવી રહી છે, તે યથાવત જ રહેશે. તેમને મૂળ મૂર્તિ સાથે જ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.