પાકિસ્તાની વિદ્વાન ડૉ. ઉમર સૈફ, જેઓ અગાઉ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી યુનિવર્સિટી (ITU), લાહોરના વાઇસ ચાન્સેલર હતા, તેમણે દેશની શૈક્ષણિક પ્રણાલી પર ચિંતા વ્યક્ત કરી છે. ડૉ. સૈફે ટ્વિટર પર બે ફોટા પોસ્ટ કર્યા છે જે દર્શાવે છે કે કેવી રીતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) જેવી માનવામાં આવતી ઈન્સ્ટિટ્યૂટ બકરા મંડી (બકરી બજાર) બની ગઈ છે.
In 2013, we set out to build a little MIT for Pakistan. It had all the ingredients of becoming the equivalent of IIT in India.
— Umar Saif (@umarsaif) July 9, 2022
Read: https://t.co/nr54lg3OOm
… and today, the site marked for its campus has been turned into a Bakra Mandi.
شرم آنی چاہیے ہم سب کو pic.twitter.com/1HLzJRY1mv
કથિત યુનિવર્સિટી કેમ્પસના કેટલાક ફોટા શેર કરતાં ડૉ. સૈફે લખ્યું, “2013માં અમે પાકિસ્તાન માટે એક નાની MIT બનાવવાનું નક્કી કર્યું હતું. તેમાં ભારતમાં IIT ની સમકક્ષ બનવાના તમામ ઘટકો હતા… અને આજે, તેના કેમ્પસ માટે ચિહ્નિત થયેલ સાઇટ બકરા મંડી (બકરા બજાર)માં ફેરવાઈ ગઈ છે.”
આ જનકરી આપનાર ડૉ. સૈફ પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના સલાહકાર તરીકે પણ કામ કરે છે. તેમનો દાવો છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસ માટે ફાળવવામાં આવ્યા હોવા છતાં, જે પાકિસ્તાન માટે MIT નું લઘુ સંસ્કરણ, તે મિલકત હવે પાર્કિંગની જગ્યા અને બકરી-વેચાણના બજારમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેની કોઈપણ આશાઓ તૂટી ગયેલ જણાય છે.
સૈફે તેના દ્વારા લખેલા ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં એક લેખની લિંક પણ શેર કરી અને તેનું શીર્ષક છે, “પાકિસ્તાન માટે નાનકડી MIT.”. સૈફે આ અહેવાલમાં વર્ણન કર્યું છે કે કેવી રીતે તેને પાકિસ્તાનમાં ટેકનોલોજી માટે સંશોધન સંસ્થા વિકસાવવાની આશા છે જે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)ના શૈક્ષણિક માળખાની નકલ કરશે.
ભૂતપૂર્વ MIT પ્રોફેસર ડો. સૈફે દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાનના સંચાલક વર્ગને આવી યુનિવર્સિટીના મહત્વ વિશે સમજાવવા માટે તમામ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તેમણે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે દરેક જણ પાકિસ્તાનની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી વિશે ઘમંડી છે, તે હકીકત હોવા છતાં કે પાકિસ્તાનની એક પણ યુનિવર્સિટી વિશ્વની ટોચની 700માં સામેલ નથી.
સરકારના નિયમિત ભંડોળમાં ઘટાડો થવાને કારણે પાકિસ્તાનમાં કેટલીક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બંધ થવાના જોખમમાં છે. એક પછી એક આવનાર સરકારો દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે બજેટમાં કરવામાં આવેલા ભારે ઘટાડાને પરિણામે પાકિસ્તાનની જાહેર-ક્ષેત્રની સંસ્થાઓ અસમંજસભરી સ્થિતિમાં છે.