તાઇવાનમાં સત્તારૂઢ ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ પાર્ટી (DPP)ના નેતા લાઈ ચિંગ-તેએ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે. આ નેતા ચીન માટે મુશ્કેલી સર્જનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. ચિંગ-તેને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના કટ્ટર વિરોધી તરીકે ઓળખવામાં આવે છે. શનિવારે (13 જાન્યુઆરી) તાઇવાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં લાઈ ચિંગ-તેએ જીત હાંસલ કરી છે. તે હાલના સમયમાં તાઇવાનના ઉપરાષ્ટ્રપતિ છે અને 20 જાન્યુઆરીના રોજ તેઓ રાષ્ટ્રપતિ પદ માટે શપથ ગ્રહણ કરશે.
તાઇવાનમાં ચીનના વિરોધી તરીકે જાણીતા લાઈ ચિંગ-તેએ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ચીન તેમને અવારનવાર ઉપદ્રવી અને અલગતાવાદી નેતા તરીકે ઓળખાવે છે. તેમને વિલિયમ લાઈના નામથી પણ ઓળખવામાં આવે છે. 41.6% વોટ સાથે તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેમના હરીફ કુઓમિન્ટાંગ (KMT) પાર્ટીના હોઉ યૂ-ઈહે 33.4% વોટ મેળવ્યા હતા. લાઈ ચિંગ-તે એક સ્વતંત્રતાવાદી નેતા છે, જેને ચીન દ્વારા એક ‘ઉપદ્રવી’ તરીકે જોવામાં આવે છે. તેમની જીત થવાથી ચીન અને તાઇવાનના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા સેવાઇ રહી છે.
લાઈ ચિંગ-તેની પાર્ટી DPPએ ચીનના ક્ષેત્રીય દાવાઓને વારંવાર ફગાવ્યા છે. તેઓ તાઇવાનને એક સ્વતંત્ર દેશ તરીકે વિકસાવવા માંગે છે. લાઈ ચિંગે તેમના ચૂંટણી અભિયાન દરમિયાન પણ સ્વતંત્રતાવાદી વલણ અપનાવ્યું હતું. તેમણે લોકોને આશ્વાસન પણ આપ્યું હતું કે, તેઓ તાઇવાનની સાર્વભૌમત્વની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને ચીન સાથેના એકીકરણના તમામ પ્રયાસોનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે, તેઓ તાઇવાનને અધિક લોકતાંત્રિક અને સમૃદ્ધ બનાવવા માટે કાર્ય કરશે.
વિરોધીની જીતથી ચીનને લાગ્યો ઝટકો
લાઈ ચિંગ-તેની જીતથી સૌથી વધુ ઝટકો ચીનને લાગ્યો છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાઇવાનને ચીનનો એક ભાગ માને છે અને તેમણે તાઇવાનને નિયંત્રણ હેઠળ લેવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. લાઈ ચિંગ-તેની જીત બાદ તાઇવાનમાં ચીન વિરોધી લાગણી વધવાની સંભાવના છે. તેમણે તાઇવાનના લોકોને ચીન સાથે સંઘર્ષ માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું છે. આ સાથે જ ચીન-તાઇવાન સંબંધોમાં તણાવ વધવાની શક્યતા પણ દેખાઈ રહી છે. લાઈ ચિંગ-તે એક સ્વતંત્રતાવાદી નેતા છે જેને ચીન દ્વારા “ઉપદ્રવી” તરીકે જોવામાં આવે છે. તેમની જીતથી ચીનની ચિંતામાં વધારો થવાની સંભાવના છે કારણ કે તે તાઇવાનને તેના નિયંત્રણમાં લાવવાના પ્રયાસો વધુ મુશ્કેલ બનાવી શકે છે.