વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગુજરતના 3 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ટ્રેડ શોનું ઉદઘાટન કર્યા બાદ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગતકર્યુ હતુ. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓર્નર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બંને લીડરોએ અમદાવાદથી ગાંધીનગર રોડ સુધી ભવ્ય રોડ-શો કર્યો હતો. આ રોડ શોમાં ભવ્ય જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાન મોદીનો UAEના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં રોડ-શો યોજાયો ત્યારે બંને નેતાઓએ લોકોને હાથ બતાવીને અભિવાદન જીલ્યું હતું.
મળતી માહિતી અનુસાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈને વિશ્વના અનેક મોટા નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે. 10 જાન્યુઆરી 2024ના રોજ આ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે વડાપ્રધાન મોદી સોમવારની (8 જાન્યુઆરી 2024) રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે સાંજે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સમિટમાં ભાગ લેવા આવી પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સ્વાગત બાદ તેમને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. સ્વાગત વિધિ બાદ UAEના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો.
આ રોડ-શો અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી ચાલ્યો હતો. ત્યાંથી બંને નેતાઓનો ભવ્ય કાફલો ગાંધીનગર સ્થિત લીલા હોટલ ખાતે રવાના થઇ ગયો હતો. આ રોડ-શો દરમિયાન રસ્તાની બંને બાજુએ ભવ્ય જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતના લોકોએ પોતાના પ્રિય વડાપ્રધાન અને મહેમાન રાષ્ટ્રપતિને હાથ બતાવીને અભિવાદન કર્યું હતું, તો બીજી તરફ બંને નેતાઓએ પણ સામે હાથ બતાવીને ગુજરાતની જનતાનું અભિવાદન જીલ્યું હતું. આ આખા રોડ-શો દરમિયાન બંને નેતાની સુરક્ષાને ધ્યાને રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા.
#WATCH | PM Modi and UAE President Sheikh Mohamed bin Zayed Al Nahyan hold a roadshow in Ahmedabad, ahead of Vibrant Gujarat Global Summit pic.twitter.com/a6w27umeTJ
— ANI (@ANI) January 9, 2024
ઉલ્લેખનીય છે કે રાજ્યના મહત્વના એવા ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024નું આયોજન ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. દેશ-વિદેશના મહત્વના ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં સહભાગી થવાના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. જેને લઈને તેઓ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સમિટના ઉદ્ઘાટન પહેલાં PM મોદી ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેવાના છે. નોંધનીય છે કે, 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું આયોજન PM મોદીના હસ્તે થશે. દેશના અને દુનિયાના અનેક મહત્વના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારે PM મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરીએ સવારે 9:45 કલાકે PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ બપોરે અંદાજિત 1:50 કલાકે ચેક રિપબ્લિકના PM સાથે બેઠક પણ કરશે. આ ઉપરાંત બપોરે 2:30 કલાકે CEO સાથેની બેઠક કરશે. જે બાદ સાંજે 5 કલાકે તેઓ ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં હાજરી પણ આપશે. નોંધનીય છે કે, PM મોદીનો UAEના રાષ્ટ્રપતિ સાથેનો રોડ શો ખૂબ જ અગત્યતા ધરાવે છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી રહી છે.