Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદનો ‘ફ્લાવર શો’ હીટ, એક જ દિવસમાં 85 હજાર મુલાકાતીઓએ નિહાળ્યો કાર્યક્રમ:...

    અમદાવાદનો ‘ફ્લાવર શો’ હીટ, એક જ દિવસમાં 85 હજાર મુલાકાતીઓએ નિહાળ્યો કાર્યક્રમ: AMCને 3 લાખ પ્રવાસીઓથી થઇ ₹3 કરોડની આવક

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના X મીડિયા પર પોસ્ટ મુકતા જણાવ્યું હતું કે, "અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહી લે તેવો છે. અહિયાં નવા ભારતના વિકાસને દર્શાવતી કૃતિઓ આકર્ષણ ઉભું કરે એવી છે."

    - Advertisement -

    અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો -2024ને જબરજસ્ત સફળતા મળી રહી છે. આ ફ્લાવર શોને નિહાળવા રાજ્યભરના લોકો ઉમટી પડ્યા હતા. એટલું જ નહિ પરંતુ આ કાર્યક્રમને માણવા આવેલા વિદેશ મહેમાનો પણ આફરીન પોકારી ઉઠ્યા હતા. અમદાવાદનો ફ્લાવર શો સફળ જતા AMCની આવકમાં પણ વધારો થયો હતો.

    AMC કોર્પોરેશન દ્વારા 31 ડિસેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવેલ આ ‘ફલાવર શો’ આગામી 15 જાન્યુઆરી 2024 સુધી ચાલવાનો છે. જેમાં સ્થાનિક મુલાકાતીઓ સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ જોડાયા છે. છેલ્લા 5 દિવસમાં અંદાજે 3 લાખથી વધુ મુલાકાતીઓ આ અદ્ભુત ‘ફ્લાવર શો’ને નિહાળી ચૂક્યાં છે. ગયા સપ્તાહે રવિવારના રોજ 85000 હજાર જેટલા મુલાકાતીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેનાથી એક જ દિવસની આવક અંદાજે ₹65 લાખ રૂપિયા જેટલી થઇ હતી. કાર્યક્રમના શરૂઆતથી લઈને અત્યાર સુધી AMCની આવકમાં વધારો થતા અંદાજે રૂપિયા ₹3 કરોડની આવક થવા પામી છે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે ₹50 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે, અને નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી છે.

    ઉલ્લેખનીય છે કે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઈબ્રન્ટ ફ્લાવર શો’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનાગર પાલિકા દ્વારા આ 11મો ફ્લાવર શો આયોજિત કરવામાં આવ્યો છે. જે વિવિધ થીમ ઉપર આધારિત છે. આ શોમાં ભારતની ઐતિહાસિક વિરાસતો સાથે ભારતની વર્તમાન સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને કલાકૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં વડનગરના કીર્તિસ્થંભ, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવું સંસદભવન, મોઢેરા સૂર્યમંદિર, ચંદ્રયાન-૩, સાત અશ્વની કલાકૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ અદ્ભુત કલાકૃતિઓને નિહાળતા દેશ-વિદેશથી આવેલા મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ફ્રાંસથી આવેલા વિદેશી મુલાકાતીઓએ જણાવ્યું હતું કે તેમના માટે આ એક યાદગાર ક્ષણ છે, આ પહેલાં તેમને આવું ક્યાય જોયું નથી.

    - Advertisement -

    આ વાઈબ્રન્ટ ‘ફ્લાવર શો’માં AMC દ્વારા દેશ-વિદેશના 15 લાખ જેટલા વિવિધ ફૂલ-છોડના રોપા મુકવામાં આવ્યા હતા. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ‘ફ્લાવર શો’માં ૭ લાખથી વધુ રોપાના 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના X મીડિયા પર પોસ્ટ મુકતા જણાવ્યું હતું કે, “અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહી લે તેવો છે. અહિયાં નવા ભારતના વિકાસને દર્શાવતી કૃતિઓ આકર્ષણ ઉભું કરે એવી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં