એક તાજા કિસ્સામાં ભાજપે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી કહે છે કે રાજ્ય પાસે પૈસા નથી અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરે છે. વાસ્તવમાં, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના મંત્રીઓ લક્ઝરી ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી જતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ આ વિડીયોને લઈને કોંગ્રેસને ભીંસમાં લીધી છે.
બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “કર્ણાટક દુષ્કાળ સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને ત્યાંના મુખ્યમંત્રી કેન્દ્ર પાસેથી દુષ્કાળ રાહત ભંડોળની માંગ કરી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર તેમના ધારાસભ્યો અને લોકોને કહે છે કે વિકાસ માટે પૈસા બચ્યા નથી, કારણ કે કોંગ્રેસે આપેલા વચનો પર તમામ પૈસા ખર્ચ્યા છે. આવી સ્થિતિમાં તે લોકોના વચનો પૂરા કરવામાં અસમર્થ છે.”
#WATCH | On a video of Karnataka CM Siddaramaiah and state minister B Z Zameer Ahmed Khan travelling on a chartered flight, BJP leader Shehzad Poonawalla says, “The deputy chief minister of Karnataka tells his own MLAs and people that there is no money left for development… pic.twitter.com/oSC6D8gWXL
— ANI (@ANI) December 22, 2023
પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, “તેઓ દૂધની કિંમતમાં વધારો કરી રહ્યા છે. વીજળીના ભાવ વધી રહ્યા છે. બીજી તરફ, અમે જોઈ રહ્યા છીએ કે કર્ણાટક સરકારના મંત્રીઓ VVIP જેટ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે અને ત્યાં તેમના મંત્રીઓ ફોટોશૂટ કરાવી રહ્યા છે. આ બધું કરદાતાઓના પૈસા પર થઈ રહ્યું છે. આ અત્યંત શરમજનક છે અને દર્શાવે છે કે જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે, તે એટીએમ તરીકે તેનો ઉપયોગ કરે છે.”
બીજેપી નેતાએ કહ્યું, “કોંગ્રેસ અને તેના નેતાઓએ છત્તીસગઢ અને રાજસ્થાનમાં આવું કર્યું. હવે તે કર્ણાટક અને તેલંગાણામાં આવું કરવા માંગે છે. એટીએમ એ રાજ્ય સરકારો માટે યોગ્ય શબ્દ છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે.” ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયોમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સાથે કર્ણાટક સરકારના રાજ્યમંત્રી બીઝેડ ઝમીર અહેમદ ખાન પણ હાજર છે.
આ પ્રાઈવેટ જેટમાં મુસાફરીનો વિડીયો રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાને પોતે સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં મંત્રી અને મુખ્યમંત્રી લક્ઝરી પ્રાઈવેટ જેટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, “આપણા ગૌરવશાળી નેતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે દિલ્હીથી બેંગલુરુ સુધીના પ્રવાસની ખુશીની ક્ષણો.” જે બાદમાં તેઓએ ડિલીટ કરી દીધી હતી. પરંતુ ભાજપનેતા અમિત માલવીયા તે વિડીયો ડિલીટ થાય એ પહેલા ડાઉનલોડ કર્યો હતો અને પોતાની X પ્રોફાઈલ પર મૂક્યો હતો.
On the one hand, Congress is pretending to crowdfund and didn’t even serve samosas in I.N.D.I Alliance meeting, on the other, Zameer Ahmed Khan, Cabinet Minister for Housing, Waqf and Minority Affairs in Karnataka Govt, is flaunting his pictures with CM Siddaramaiah in a private… pic.twitter.com/SkrLB5OdjI
— Amit Malviya (@amitmalviya) December 22, 2023
આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કર્ણાટકની કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેમજ મંત્રી ઝમીર અહેમદ ખાનને નિશાન બનાવી રહ્યા છે. વિડીયોમાં પ્રાઈવેટ જેટમાં ચાર લોકો જોવા મળી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મંત્રી કે. ગોવિંદરાજને ટેગ કરવામાં આવ્યા છે. વિડીયોને દરેક એંગલથી શૂટ કરીને રીલની જેમ બનાવવામાં આવ્યો છે અને તેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઉમેરવામાં આવ્યું છે.
લક્ઝરી જેટમાં મુસાફરી કરવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે (22 ડિસેમ્બર 2023) કહ્યું, “નરેન્દ્ર મોદી કેવી રીતે મુસાફરી કરે છે? આ સવાલ ભાજપને પૂછો. ભાજપના સભ્યોને પૂછો કે નરેન્દ્ર મોદી મુસાફરી કરવા માટે કયું વિમાન વાપરે છે. તે વિમાનોમાં તે એકલા પ્રવાસ કરે છે. શા માટે તે એકલા મુસાફરી કરે છે? તેમને આ પ્રશ્ન સીધો પૂછો.”