મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું પરંતુ મુખ્યમંત્રી શિવસેનાનો જ બન્યો છે, એવું કહી શકાય કે હિદૂત્વ છોડનારી શિવસેના ગઈ ને હિદૂત્વવાળી શિવસેના સત્તામાં આવી. આવું એટલા માટે કહીયે છીએ કારણ કે વર્તમાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હિદૂત્વ બાબતે ઉદ્ધવ સરકાર પર હમલો બોલ્યો હતો. વિધાન સભામાં પણ તેમણે કહ્યું હતું તે જ વાત આજે દોહરાવી હતી કે MVA સરકારમાં સાવરકરનુ સતત અપમાન થતું હતું છતાં કોઈ શિવસૈનિક તેનો વિરોધ કરી શકતું ના હતું ઉપરાંત દાઉદના વિરુદ્ધમાં થતી કાર્યવાહીઓ અટકાવી દેવાઈ હતી.
શિંદેના કહેવા પ્રમાણે, શિવસેનાના મુખ્યમંત્રી હોવા છતાં પાર્ટીને કોઈ ફાયદો નથી મળી ના રહ્યો હતો. વધુમાં તેમણે કહ્યું “અમે ઉદ્ધવ ઠાકરે સાથે ઘણી વખત ચર્ચા કરી હતી કે અમને મહાવિકાસ અઘાડીથી કોઈ ફાયદો નથી મળી રહ્યો. આપણી પાર્ટીના સીએમ હોવા છતાં આપણે નગર પંચાયતની ચૂંટણીમાં ચોથા નંબરે આવ્યા છીએ. અમે તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અમે સફળ ન થઈ શક્યા.”
#WATCH | We held discussions (with Uddhav Thackeray) several times that we aren't getting any benefit from Maha Vikas Aghadi. Despite our party's CM, we came at no.4 in Nagar Panchayat(polls)…We tried but we didn't succeed(in making him understand): Maharashtra CM Eknath Shinde pic.twitter.com/xtk18LY1lX
— ANI (@ANI) July 6, 2022
શિંદેએ ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, “મેં કહ્યું છે કે રિક્ષાએ મર્સિડીઝને પાછળ છોડી દીધી છે કારણ કે આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. આ સરકાર સમાજના દરેક વર્ગને ન્યાય આપનારી છે અને તમે જોશો કે અમે એવું કામ કરીશું કે દરેક વર્ગ, દરેક વ્યક્તિને લાગશે કે તે અમારા માટે કામ કરી રહી છે, આ મારી સરકાર છે. આ જ ફરક છે.” તમને જણાવી દઈએ કે મંગળવારે (5 જુલાઈ 2022) ના રોજ સેના ભવન ખાતે શિવસેનાની મહિલા પાંખની બેઠકને સંબોધિત કરતી વખતે, ઉદ્ધવ ઠાકરેએ દેખીતી રીતે શિંદે પર કટાક્ષ કર્યો હતો, તેમણે કહ્યું કે “પહેલા ભાજપ એમવીએ સરકારને થ્રી વ્હીલર સરકાર કહેતી હતી, હવે થ્રી વ્હીલર(રીક્ષા) ચલાવનાર તેમની સરકાર ચલાવી રહ્યો છે.”
શિંદેએ કહ્યું, “લોકો માનતા હતા કે ભાજપ સત્તા માટે જ આ બધુ કરે છે. પરંતુ તેમણે તમામ દેશવાસીઓને કહ્યું છે કે આ 50 લોકોએ હિન્દુત્વની ભૂમિકા લીધી છે, વૈચારિક ભૂમિકા લીધી છે. તેમનો એજન્ડા હિંદુત્વનો છે, વિકાસનો છે, તેમને સમર્થન મળવું જોઈએ. તેમની પાસે વધુ સંખ્યા અને વધુ ધારાસભ્યો હોવા છતાં તેમણે મુખ્ય પ્રધાન પદ માટે અમારું સમર્થન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને રાજ્યને વિકાસના પંથે આગળ લઈ જવા કહ્યું. તેણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર અને તે પોતે પૂરી તાકાત સાથે તેની પાછળ ઉભા છે. આ સૌથી મોટી વાત છે. અમે કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી, કારણ કે અમે ચૂંટણી પહેલા શિવસેના સાથે ગઠબંધન કરનાર પાર્ટી સાથે ગઠબંધન કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વનો મુદ્દો, હિંદુત્વના વિચારો, તેમની જે ભૂમિકા હતી, અમે તેને આગળ લઈ જઈશુ. સીએમએ કહ્યું કે “2019માં શિવસેના-ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા અને કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવી. આ કારણે જ્યારે પણ હિંદુત્વ, સાવરકર, દાઉદ, મુંબઈ બોમ્બ વિસ્ફોટ અને બીજા ઘણા મુદ્દાઓ પર તે કોઈ નિર્ણય લઈ શકતા ન હતા.” શિંદેએ વધુમાં કહ્યું, “અમારા ધારાસભ્યોને પણ તેમના મતવિસ્તારમાં કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, કારણ કે સાથી પક્ષો તેમની સામે હારી ગયેલા લોકોની પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભંડોળની અછતને કારણે અમારા ધારાસભ્યો વિકાસના કામો કરી શક્યા નથી. અમે સિનિયરો સાથે વાત કરી પણ કોઈ ફાયદો થયો નહીં. તેથી અમારા 40-50 ધારાસભ્યોએ આ પગલું ભર્યું.”
હિદૂત્વવાળી શિવસેના પ્રતિનિધિ એકનાથ શિંદે બાલાસાહેબના પ્રતિનિધિ તરીકે ઊભરી આવ્યા છે ધીરે ધીરે શિવસૈનિકોમાં પણ પોતાનો વિશ્વાસ ઊભો કરી રહ્યા છે. આ જોતા આવનારા દિવસોમાં ઉદ્ધવ માટે શિવસેનાની કમાન પોતાના હાથમાં રાખવી એ ખૂબ કપરુ થઈ પડશે.