Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમયુગાંડામાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકીઓએ 10 નાગરિકોની કરી હત્યા: સેનાએ કહ્યું-...

    યુગાંડામાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકીઓએ 10 નાગરિકોની કરી હત્યા: સેનાએ કહ્યું- ADF સંગઠન છે જવાબદાર

    ADF સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલું એક આતંકી સંગઠન છે. તેની સ્થાપના યુગાંડાના જ નાગરિક મુસ્લિમોએ કરી હતી. 1990ના વર્ષમાં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી.

    - Advertisement -

    ભારત સહિત વિશ્વના અનેક દેશો ઈસ્લામિક આતંકવાદ સાથે લડત રહી રહ્યા છે. જોકે, ભારતમાં હવે આતંકીઓ કોઈપણ પ્રકારનું કાવતરું સફળ કરી શકતા નથી. પરંતુ વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં હજુ પણ ઈસ્લામિક આતંકીઓ નાગરિકોની હત્યા કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો પૂર્વ આફ્રિકન દેશ યુગાંડામાંથી સામે આવ્યો છે. અહેવાલોમાં કહેવાયું છે કે યુગાંડામાં ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા આતંકીઓએ 10 લોકોની હત્યા કરી છે. યુગાંડાની સેનાએ આ વિશે જાણકારી આપી હોવાનું સામે આવ્યું છે.

    મંગળવારે (19 ડિસેમ્બર) યુગાંડામાં ઈસ્લામિક સ્ટેસ સાથે જોડાયેલા આતંકીઓએ 10 લોકોની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુગાંડાના પશ્ચિમી જિલ્લા કામવેન્જમાં ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા આતંકીઓએ હુમલો કરી દીધો હતો. આતંકીઓના હુમલામાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંગળવારે (19 ડિસેમ્બરે) યુગાંડાની સેનાએ આ વિશેની જાણકારી આપી છે. યુગાંડા પીપલ્સ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ફેલિક્સ કુલાયિગયે જણાવ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેસ સાથે જોડાયેલા એલાઇડ ડેમોક્રેટિક ફોર્સ (ADF)નામના સંગઠનના આતંકીઓએ મંગળવારે (19 ડિસેમ્બર) સવારે ગામ ઉપર હુમલો કર્યો હતો. સામાન્ય નાગરિકો પર હુમલો થયાનો આ તાજેતરનો કિસ્સો છે. જેના માટે ADF સંગઠનને જવાબદાર ઠેરવાયું છે.

    શું છે ADF સંગઠન?

    ADF સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલું એક આતંકી સંગઠન છે. તેની સ્થાપના યુગાંડાના જ નાગરિક મુસ્લિમોએ કરી હતી. 1990ના વર્ષમાં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. તેનો આરોપ એવો હતો કે, 1986થી સત્તા પર બની રહેલા યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ તે લોકોની સતત અવગણના કરી છે. તેથી તેમણે ADF સંગઠનની સ્થાપના કરી છે. ADF સંગઠનના આતંકીઓ યુગાંડા અને તેના પાડોશી દેશ કોંગોમાં વારંવાર આતંકી ગતિવિધિઓ કરતાં રહે છે. બંને દેશોના સામાન્ય નાગરિકોની હત્યા કરે છે.

    - Advertisement -

    યુગાંડા અને કોંગો સેનાની એર સ્ટ્રાઈક અને સંયુકત સુરક્ષા અભિયાનો હોવા છતાં પણ આતંકીઓએ બંને દેશોની સરહદ પરના ગામોમાં આતંકી હુમલા ચાલુ રાખ્યા છે. બંને દેશોના સરહદી વિસ્તારમાં રહેતા અનેક નિર્દોષ નાગરિકો ઈસ્લામિક આતંકીઓના શિકારનો ભોગ બન્યા છે. આ ઉપરાંત આતંકી સંગઠન બંને દેશોના સુરક્ષા દળો પર પણ વારંવાર હુમલા કરે છે. નોંધનીય છે કે આ વર્ષના જૂન મહિનામાં જ યુગાંડાના કાસે જિલ્લામાં એક સ્કૂલ હોસ્ટેલમાં આતંકી હુમલો થયો હતો. જેમાં 40 લોકોના મોત થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં