હાલમાં જ ‘બિહાર રાજ્ય ધાર્મિક ન્યાસ પરિષદ’ એ દરભંગા સ્થિત શ્યામા માઇ મંદિરમાં બલિપ્રથા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. જે પછી મંદિરના શ્રદ્ધાળુઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને પ્રશાસનને જણાવ્યું હતું. સનાતન કાળથી શૈવ પરંપરામાં પશુબલિ છે જ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આ રીતે હિંદુ પરંપરાઓ પર પ્રતિબંધ મૂકી હિંદુઓની આસ્થા સાથે રમી રહ્યા છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે બિહાર સરકારે આ પ્રદર્શન સામે નરમ પડતા શ્યામા માઈ મંદિરની પશુબલિ પર લગાવેલો પ્રતિબંધનો આદેશ પરત લઇ લીધો છે.
મળતી માહિતી પ્રમાણે જે મંદિરની ઘટના છે એ મંદિર દરભંગા મહારાજા રામેશ્વર સિંઘની સમાધિ ઉપર બનાવવામાં આવ્યું છે. રામેશ્વર સિંઘ મહાકાળી માતાના સાધક હતા. જેથી એમની સમાધિ ઉપર આ મંદિર બનાવવામાં આવ્યુ છે અને આ કારણે આ મંદિર રામેશ્વરી માઈ મંદિર તરીકે પણ ઓળખાય છે. એમના પુત્ર કામેશ્વર સિંઘ દ્વારા વર્ષ 1933માં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં ગર્ભગૃહમાં મહાકાળી માતાની ડાબી બાજુ મહાકાલ મહારાજ અને જમણી બાજુ ગણપતિ અને બટુક ભૈરવની સ્થાપના કરવામાં આવી છે.
અહેવાલો મુજબ શ્યામા માઈ મંદિરમાં બલિપ્રથા પર મુકેલા પ્રતિબંધના આદેશને પરત લઇ લેવાયો છે. પ્રશાસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “જેની જેવી શ્રધ્ધા હોય એવું કરે, અમને એનાથી કોઈ તકલીફ નથી.” દરભંગા ન્યાસ બોર્ડનું કહેવું છે કે આમાં બલિપ્રથાના સમર્થકો અને વિરોધીઓ બંનેની લાગણી ન દુભાય એ રીતે નિર્ણય લેવાયો છે .
બિહાર સરકારનું સ્પષ્ટિકરણ, પણ શ્રદ્ધાળુઓ ખુશ નહિ
પરંતુ આ વિષયે મંદિર સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ સંતુષ્ટ નથી. એમનું માનવું છે કે આ મામલે શ્યામા માઈ મંદિરની પ્રબંધક સમિતિ અને ‘બિહાર રાજ્ય ધાર્મિક ન્યાસ પરિષદ’ બંનેએ યોગ્ય કામગીરી કરી નથી. ઓપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રદર્શન કરી રહેલા લોકોએ જણાવ્યું કે આ પ્રદર્શન ‘મિથિલા સાંસ્કૃતિક સંરક્ષક સમિતિ’ના બેનર હેઠક થઇ રહ્યું છે. દરભંગાના ડીએમ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે. પ્રદર્શન કરી રહેલાં શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ રીતે નવા નવા નિયમો ભક્તો ઉપર થોપવામાં આવી રહ્યા છે.
સમિતિએ કહ્યું કે બિહાર સરકાર પાસે કોઈ સત્તા નથી કે તેઓ મંદિરમાં ચાલતી પૂજાપ્રથાને બદલી શકે. આ સાથે સમિતિએ ન્યાસ બોર્ડ ઉપર જિલ્લાધિકારીને લખવામાં આવેલા પત્રમાં પેટાનિયમો સંતાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમિતિ અનુસાર ખુબ ચાલાકીથી આ આયોજન કરવામાં આવ્યું છે. ન્યાસ બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે મંદિર પ્રશાસનને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે બલિપ્રથા માટે એક વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવે.
जय श्यामा माई 🙏🏻🌹
— Uday Chatterjee (@UdayChatterje) December 19, 2023
श्यामा माइ मंदिर मे बलिप्रदान पूर्ववत होइत रहत।एकरा लेल मंदिर कोनो शुल्क नहि लेत और बलि देवाक वास्ते व्यक्ति सेहो उपलब्ध नहि करौत-
अध्यक्ष, श्याया न्यास समिति,दरभंगा। https://t.co/73SY2sMWGS pic.twitter.com/GLzsI85BNT
મિથિલા સંસ્કૃતિ સંરક્ષણ સમિતિનું કહેવું છે કે બલિપ્રથાએ સમાજની શ્રદ્ધા સાથે જોડાયેલો વિષય છે. એમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે નહિ. સમિતિનું કહેવું છે કે મંદિરના પુજારી રડી રહ્યા છે અને મંદિર પ્રબંધક સમિતિ પોતાની મનમાની કરી રહી છે. આ સાથે જ મંદિરની જમીનને વ્યવસાયિક કાર્યો માટે આપવાના તથા મંદિર પરિસરમાં ફૂલ વેંચવા, હોટલ અને લગ્ન હોલ બનાવવા તેમજ બેટિંગ ક્લબ ચલાવવાના આરોપ પણ લાગેલા છે.
જૂની વ્યવસ્થા ફરી શરૂ કરવાની માંગ
બિહાર સરકારના સ્પષ્ટિકરણને પણ પ્રદર્શન કરતા લોકોએ નકારી દીધું છે. સાથે બલિપ્રથા માટે જૂની વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જૂની વ્યવસ્થામાં 500 રૂપિયામાં બલિપ્રથાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. જેમાં બલિને મંદિરના પુજારીઓ માંને અર્પણ કરતા હતા. આ પ્રથામાં કોઈ પણ પ્રકારનો બદલાવ ભક્તો ઈચ્છી રહ્યા નથી.
#WATCH पटना: केंद्रीय मंत्री गिरिराज सिंह ने कहा, "बलि प्रथा अनादिकाल से है…श्यामा मंदिर में धार्मिक ट्रस्ट की ओर से बलि प्रथा बंद करने को कहा गया। मैं उनसे पूछता हूं कि क्या वे बकरीद बंद करा सकते हैं? अगर बकरीद उनका धर्म है तो बलि प्रथा हमारा धर्म है… मुसलमानों को मैं सम्मान… pic.twitter.com/Zju1nw0Nrh
— ANI_HindiNews (@AHindinews) December 18, 2023
આ મામલે હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંધે બિહાર સરકારને ઘેરતા કહ્યું, “બલિપ્રથા અનાદિ કાળથી છે. શ્યામા મંદિરમાં ધાર્મિક ટ્રસ્ટને બલિપ્રથા બંધ કરવાનું કહેવામાં આવ્યું. હું એમને પૂછું છું કે શું તેઓ બકરીદ બંધ કરાવી શકે છે? બકરી ઈદના દિવસે બધાનું મોં બંધ થઇ જાય છે.” તેઓએ વધુમાં કહ્યું કે મુસ્લિમ સમાજમાં એકતા છે એટલે તેમની પ્રથાઓમાં કોઈ હસ્તક્ષેપ કરતુ નથી.