Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'ગભરાશો નહીં, ઇન્કમટેક્સવાળાને નહીં મોકલું': PM મોદીએ વારાણસીમાં દિવ્યાંગ ઉદ્યમીઓ સાથે કરી...

    ‘ગભરાશો નહીં, ઇન્કમટેક્સવાળાને નહીં મોકલું’: PM મોદીએ વારાણસીમાં દિવ્યાંગ ઉદ્યમીઓ સાથે કરી રમૂજ, કહ્યું- અમારી યોજનાઓનો ભરપૂર લાભ મળ્યાથી સંતોષ

    PM મોદીએ આ દરમિયાન દિવ્યાંગોને રમત-ગમતમાં ભાગ લેવા વિશે પણ પૂછ્યું હતું. PM મોદીની રમૂજથી વાતાવરણ હળવું બન્યું હતું, જે બાદ દિવ્યાંગો PM સાથે સહજ રીતે વાતો કરવા લાગ્યા હતા.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદી રવિવારે (17 ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે સુરત ખાતે એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. એ ઉપરાંત તેમણે ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સુરત ખાતે રોડ શોનું આયોજન કર્યું હતું અને સભાને સંબોધિત પણ કરી હતી. જે બાદ તેઓ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં તેમણે દિવ્યાંગ ઉદ્યમીઓ સાથે મુલાકાત કરી હતી. એ ઉપરાંત PM મોદીએ દિવ્યાંગ ઉદ્યમીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. જેમાં તેઓ રમૂજ કરતાં નજરે પડી રહ્યા હતા.

    રવિવારે (17 ડિસેમ્બર) PM મોદી વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. તે દરમિયાન PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વારાણસીમાં આવ્યા બાદ તેમણે કાશી-તમિલ સંગમના બીજા સંસ્કરણનો શુભારંભ પણ કર્યો હતો. લોકો સાથે વાતચીત કરતાં PM મોદીએ દિવ્યાંગ ઉદ્યમીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. કટિંગ મેમોરિયલ મેદાનમાં વિકસિત ભારત યાત્રા હેઠળ દિવ્યાંગ ઉદ્યમીઓ દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલ પર PM મોદી પહોંચ્યા હતા. સ્ટોલ પર પહોંચીને તેમણે દિવ્યાંગજનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન તેમણે રમૂજ પણ કરી હતી.

    PM મોદીએ દિવ્યાંગ ઉદ્યમીઓ સાથે કર્યો વાર્તાલાપ

    દિવ્યાંગજનોના સ્ટોલ પર પહોંચીને PM મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી. PM મોદીએ ઉદ્યમીઓના વ્યવસાય, આવક અને કેન્દ્ર સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી તેમને શું લાભ મળ્યો તે વિશેની જાણકારી મેળવી હતી. તેમણે જનસેવા કેન્દ્ર (CSC)નું સંચાલન કરવાની સાથે સ્ટેશનરી વેચતા દિવ્યાંગ ઉદ્યમી નીરજ સાથે વાતો કરી હતી. તેમણે નીરજને પૂછ્યું કે તમે કયા સુધી અભ્યાસ કર્યો છે અને હાલ આપ શું કરો છો? દિવ્યાંગ ઉદ્યમીએ PM મોદી સાથે વાત કરતાં કહ્યું કે, “કેન્દ્ર સરકારની પેન્શન યોજનાથી અમને અને અમારા પરિવારને ઘણો લાભ મળ્યો છે.”

    - Advertisement -

    PM મોદીએ દિવ્યાંગ ઉદ્યમી સાથે કરી રમૂજ

    જ્યારે PM મોદીએ દિવ્યાંગ ઉદ્યમી નીરજને તેમની આવક વિશે પૂછ્યું તો તેઓ વિતરણ બતાવવામાં થોડો સંકોચ અનુભવી રહ્યા હતા. PM મોદીએ ફરીવાર પૂછ્યું તો તેઓ હસવા લાગ્યા હતા. ત્યારબાદ PM મોદીએ રમૂજ કરતાં કહ્યું કે, “અરે, ના કહો ભાઈ, ઇન્કમટેક્સવાળા નહીં આવે, તમને લાગે છે ઇન્કમટેક્સ મોકલશે મોદી. ઇન્કમ ટેક્સ ભરવો પડશે. ચહેરા પરની ખુશી જણાવે છે.” તે બાદ ઉદ્યમી નીરજે કહ્યું હતું કે, “આપને મળવાની ખુશી છે સર.” PM મોદીએ આ દરમિયાન દિવ્યાંગોને રમત-ગમતમાં ભાગ લેવા વિશે પણ પૂછ્યું હતું. PM મોદીની રમૂજથી વાતાવરણ હળવું બન્યું હતું, જે બાદ દિવ્યાંગો PM સાથે સહજ રીતે વાતો કરવા લાગ્યા હતા.

    અમારી યોજનાઓનો ભરપૂર લાભ મળ્યાથી સંતોષ

    દિવ્યાંગ ઉદ્યમી સાથે વાર્તાલાપ કર્યા બાદ PM મોદીએ સોમવારે (18 ડિસેમ્બર) ઉદ્યમી સાથે વાર્તાલાપનો વિડીયો શેર કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિડીયો શેર કર્યો હતો. સાથે તેમણે લખ્યું કે, “વારાણસીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આપણાં દિવ્યાંગ ભાઈ-બહેનોના ચહેરા પર આવેલી ખુશીને જોઈને, તે વાતનો સંતોષ થયો કે અમારી યોજનાઓનો ભરપૂર લાભ તેમના સુધી પણ પહોંચે છે.”

    આ ઉપરાંત PM મોદીએ વારાણસીની જનતાને 19 હજાર કરોડથી વધુની 37 પરિયોજનાઓની ભેટ આપી હતી. એ સિવાય તેમણે નમો ઘાટ પર કાશી-તમિલ સંગમના બીજા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો હતો. એ ઉપરાંત તેમણે વારાણસીથી કન્યાકુમારી સુધી જતી એક્સપ્રેસ ટ્રેનનું લીલીઝંડી બતાવીને લોકાર્પણ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં