Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘ઉજ્જૈનમાં રાત્રિરોકાણ નહીં કરી શકે શાસકો’- નવા CM મોહન યાદવે આ દાયકાઓ...

    ‘ઉજ્જૈનમાં રાત્રિરોકાણ નહીં કરી શકે શાસકો’- નવા CM મોહન યાદવે આ દાયકાઓ જૂની માન્યતા તોડી, કહ્યું- બાબા મહાકાલ સમગ્ર બ્રહ્માંડના રાજા છે

    ઉજ્જૈનને મહાકાલ નગરી પણ કહેવામાં આવે છે. માન્યતા એવી રહી છે કે અહીંના રાજા મહાકાલ છે. એટલે કોઇ વડાપ્રધાન, કોઇ રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી અહીં રાત્રિરોકાણ ન કરી શકે. અગાઉના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ 18 વર્ષ સત્તામાં રહ્યા પણ તેમણે ક્યારેય ઉજ્જૈનમાં રાત્રિરોકાણ કર્યું ન હતું. 

    - Advertisement -

    મધ્ય પ્રદેશની પ્રાચીન નગરી ઉજ્જૈનને લઈને એક માન્યતા છે કે અહીં કોઇ શાસક રાત્રિરોકાણ નથી કરતા. અત્યાર સુધી તમામ મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ આમ કરવાથી બચતા રહ્યા છે. માન્યતા એવી છે કે ઉજ્જૈનમાં જે શાસક રહે છે તેની ખુરશી ચાલી જાય છે. પરંતુ MPના નવા બનેલા મુખ્યમંત્રી મોહન યાદવે આ મિથક તોડી દીધું છે. શનિવારે (16 ડિસેમ્બર) CM બન્યા બાદ પહેલી વખત તેઓ ઉજ્જૈન આવ્યા અને રાત્રિરોકાણ પણ કર્યું. 

    ઉજ્જૈનને મહાકાલ નગરી પણ કહેવામાં આવે છે. માન્યતા એવી રહી છે કે અહીંના રાજા મહાકાલ છે. એટલે કોઇ વડાપ્રધાન, કોઇ રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી અહીં રાત્રિરોકાણ ન કરી શકે. અગાઉના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ 18 વર્ષ સત્તામાં રહ્યા પણ તેમણે ક્યારેય ઉજ્જૈનમાં રાત્રિરોકાણ કર્યું ન હતું. 

    વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈનના જ રહેવાસી છે. તેઓ જન્મથી અહીં જ રહ્યા છે. તેઓ ઉજ્જૈન દક્ષિણથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે. જેથી તેમનું કહેવું છે કે તેઓ મહાકાલના પુત્ર છે અને આ માન્યતા કે નિયમ તેમની ઉપર લાગુ પડતાં નથી. મોહન યાદવ પોતાના નગરમાં આવ્યા અને રોડ શો પણ કર્યો હતો. ઉજ્જૈનમાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. 

    - Advertisement -

    શનિવારે એક જનસભા સંબોધતાં CM મોહન યાદવે કહ્યું, “આપણે કહીએ છીએ કે રાજા રાત નહીં રહે. અરે, રાજા તો બાબા મહાકાલ છે. આપણે બધા તો તેમના સંતાનો છીએ, શા માટે રાત નહીં રહીએ? જો મહાકાલ આંખ ઉઠાવે તો બ્રહ્માંડમાં કોઇ બચી શકે છે? હું મુખ્યમંત્રી નથી, મુખ્ય સેવક છું.”

    તેમણે આગળ જાણકારી આપતાં કહ્યું હતું કે, “આ મિથક તાત્કાલિક રાજા દૌલત રાવ સિંધિયાએ બનાવ્યું હતું. તત્કાલીન રાજા મહાદજી સિંધિયાના નિધન બાદ દોલત રાવ રાજધાનીને ઉજ્જૈનથી ગ્વાલિયર લઇ જવા માંગતા હતા. 1812માં તેઓ રાજધાની તો લઇ જ ગયા પણ ધીમેથી મંત્ર ફૂંકી ગયા કે અહ કોઇ રાજા રાત્રિરોકાણ નહીં કરે, જેથી કોઇ કબજો કરવા માટે નહીં આવે. આ તેમની રાજનીતિક રણનીતિ હતી.”

    મોરારજી દેસાઈ અને યેદીયુરપ્પા ગુમાવી ચૂક્યા છે ખુરશી

    ઉલ્લેખનીય છે કે મોહન યાદવ એવા પહેલા શાસક છે જેમણે આ માન્યતા તોડી છે. અગાઉ કોઇ PM, CM કે રાષ્ટ્રપતિ ઉજ્જૈનમાં રોકાયા નથી. કહેવાય છે કે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ એક વખત ઉજ્જૈનમાં રાત્રે રોકાયા હતા અને બીજા જ દિવસે સત્તા હાથમાંથી ચાલી ગઈ હતી. કર્ણાટકના પૂર્વ CM યેદીયુરપ્પા વિશે પણ કહેવાય છે કે તેમણે અહીં રાત્રિરોકાણ કર્યું હતું અને તેના 20 દિવસ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

    CM યોગીએ પણ નોઈડા જઈને તોડી હતી માન્યતા

    જોકે, અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આવી એક માન્યતા તોડી હતી. એવું માનવામાં આવતું હતું કે જે કોઇ મુખ્યમંત્રી પદ પર રહેતાં નોઇડા આવતા તેઓ ફરી સીએમ ન બની શકતા. પણ સીએમ યોગી અનેક વખત નોઇડાની યાત્રા કરી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં