Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'આપણે જીતી રહ્યા હતા, તેઓ ભાગી રહ્યા હતા, 2 દિવસ રાહ જોઈ...

    ‘આપણે જીતી રહ્યા હતા, તેઓ ભાગી રહ્યા હતા, 2 દિવસ રાહ જોઈ હોત તો PoK તિરંગા હેઠળ હોત’: સંસદમાં ગરજ્યા ગૃહમંત્રી અમિત શાહ, નહેરૂનીતિની કરી આકરી ટીકા

    બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રી શાહે કહ્યું, "જયારે એક મીટીંગમાં સામ માણેક શાહ ઉપસ્થિત હતા ત્યાં સરદાર પટેલજીએ નેહરુજીને કહ્યું કે જવાહર તમે કાશ્મીર ઈચ્છો છો કે નહિ! નિર્ણયમાં આટલી વાર કેમ લાગી રહી છે?”

    - Advertisement -

    સોમવારે (11 ડિસેમ્બર 2023) દેશની સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સામ માણેક શાહ અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વચ્ચેના એક પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આકરી ટીકા કરી હતી અને ‘તેમની’ ભૂલોના કારણે કાશ્મીરના લોકોને કેટલા કષ્ટો સહન કરવા પડ્યા છે તેની ચર્ચા કરી હતી. સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીર મુદ્દા પર જવાહરલાલ નેહરુને જવાબદાર ઠેરવતા કહ્યું હતું, “આપણી સેના કાશ્મીરમાં આગળ વધી રહી હતી. જો ભારતને વધુ બે દિવસ મળ્યા હોત તો આખું PoK ખાલી થઇ જાત અને આજે કાશ્મીર તિરંગા હેઠળ હોત.”

    દેશના ગૃહમંત્રી અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમિત શાહ હંમેશાથી PoKના વિષય પર બોલતા રહ્યા છે. PoK (પાકિસ્તાન ઓક્યુંપાઈડ કાશ્મીર) ભારતનું છે એ વિષયમાં એમના નિવેદનો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે 11 ડિસેમ્બર 2023ના રોજ રાજયસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ બિલ-2023 અને કાશ્મીર પુનર્ગઠન બિલ એમ બે સંસોધન બીલો પર પોતાના મંતવ્યો આપતા ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને આર્મીના પૂર્વ ફિલ્ડ માર્શલ સામ માણેક શાહનો ઉલ્લેખ કર્યો હતો.

    સામ માણેક શાહ સાથે સંબધિત એક પુસ્તકનો રેફરન્સ આપતા અમિત શાહે જવાહરલાલ નેહરુની ભૂલો ગણાવી હતી. જેમાં અમિત શાહે કહ્યું હતું, “આ વાત સર્વવિદિત છે કે સીઝ ફાયર ખોટા સમયે ન થયું હોત તો આજે પાકિસ્તાન ઓક્યુંપાઈડ કાશ્મીર (PoK) ન હોત. પત્રોની વાત કરીએ તો એક અંગ્રેજ અધિકારીએ લખેલા છે. જેને હું જોઇસ અને જોવો જ જોઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે અધિકારી કંઈ પણ કહે, શું દેશના વડાપ્રધાનની દેશની જમીન પ્રત્યે સંવેદના હોવી જોઈએ કે નહિ? આપણી સેના જીતી રહી હતી. એ લોકો ભાગી રહ્યા હતા. ફક્ત બે દિવસ રાહ જોઈ હોત તો પૂરું પાકિસ્તાન ઓક્યુંપાઈડ કાશ્મીર તિરંગાની હેઠળ હોત.”

    - Advertisement -

    વધુમાં એમને કહ્યું, “કેમ આવું કર્યું ? આ મુદ્દે સામ માણેક શાહનું એક ઉદાહરણ આપું છું. સામ માણેક શાહ જયારે ડાયરેકટર ઓફ મીલીટરી ઓપરેશન હતા. ત્યારે તેમણે એક જગ્યાએ કહ્યું હતું કે કબિલાઈ હુમલાખોરો આતંક મચાવી રહ્યા હતા ત્યારે તેઓ (જવાહરલાલ નેહરુ) ફક્ત ચર્ચાઓમાં જ વ્યસ્ત હતા. હું નામ નથી લેવા માંગતો નહીતર અહિયાં (સંસદ) કોઈ ઉભું થઇ જશે.”

    બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રી શાહે કહ્યું, “જયારે એક મીટીંગમાં સામ માણેક શાહ ઉપસ્થિત હતા ત્યાં સરદાર પટેલજીએ નેહરુજીને કહ્યું કે જવાહર તમે કાશ્મીર ઈચ્છો છો કે નહિ! નિર્ણયમાં આટલી વાર કેમ લાગી રહી છે?”

    PoK સંબધિત આ પ્રસંગનો ઉલ્લ્લેખ કરી ગૃહમંત્રી અમિત શાહે જવાહરલાલ નેહરુ પર અકારા પ્રહાર કર્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં