Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશકલમ 370ને લઈને રાજ્યસભામાં ગરજ્યા અમિત શાહ: વિપક્ષનો ઉધડો લેતા કહ્યું- જેટલા...

    કલમ 370ને લઈને રાજ્યસભામાં ગરજ્યા અમિત શાહ: વિપક્ષનો ઉધડો લેતા કહ્યું- જેટલા વધ્યા છો તેટલા પણ નહીં બચો; POK વિશે પણ કરી મહત્વપૂર્ણ ટીપ્પણી

    અમિત શાહે વધુમાં કહ્યું કે, "આપણે વાસ્તવિકતા સમજવી જોઈએ. 42,000 લોકો માર્યા ગયા, કેમ માર્યા ગયા? સવાલ હિંદુ-મુસ્લિમોનો નથી. ગુજરાતમાં ત્યાં કરતા મુસ્લિમોની સંખ્યા વધુ છે. કાશ્મીર કરતાં ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. કાશ્મીર કરતા બિહાર અને આસામમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ત્યાં શા માટે અલગતાવાદ અને આતંકવાદ નથી?"

    - Advertisement -

    સુપ્રીમકોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીરને લઈને આપવામાં આવેલા ચુકાદા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે (11 ડિસેમ્બર 2023) રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (સુધારા) બિલ, 2023 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 રજૂ કર્યું હતું. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું હતું કે, “હું બંધારણની કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારું છું.” તેમણે તેમ પણ કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ એકતાના બંધનને મજબૂત કરવામાં આવ્યું છે, ભારત સાથે જમ્મુ-કાશ્મીરની અખંડતા મજબૂત થઈ છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370ને લઈને રાજ્યસભામાં વિપક્ષનો ઉધડો લીધો હતો.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલમ 370ને લઈને રાજ્યસભામાં વિપક્ષનો ઉધડો લેતા કહ્યું હતું કે, “જો કલમ 370 એટલી જ યોગ્ય અને એટલી જ જરૂરી હતી તો દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેની સામે ‘અસ્થાયી’ શબ્દનો ઉપયોગ કેમ કર્યો? જે લોકો કહે છે કે કલમ 370 સ્થાયી છે તેઓ બંધારણ અને વિધાનસભાના ઉદ્દેશનો અનાદર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી, એટલે કે કલમ 370ને ક્યારેય દૂર ન કરી શકાય તેવા અરજદારના દાવાને સુપ્રીમ કોર્ટે સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.”

    કાશ્મીર કરતા અન્ય રાજ્યોમાં મુસ્લિમો વધુ, ત્યાં આતંકવાદ કેમ નથી?: ગૃહમંત્રી

    રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ વધુમાં બોલ્યા કે, “આપણે વાસ્તવિકતા સમજવી જોઈએ. 42,000 લોકો માર્યા ગયા, કેમ માર્યા ગયા? સવાલ હિંદુ-મુસ્લિમોનો નથી. ગુજરાતમાં ત્યાં કરતા મુસ્લિમોની સંખ્યા વધુ છે. કાશ્મીર કરતાં ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. કાશ્મીર કરતા બિહાર અને આસામમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ત્યાં શા માટે અલગતાવાદ અને આતંકવાદ નથી?”

    - Advertisement -

    જેટલા બચ્યા છો એટલા પણ નહી બચો: અમિત શાહ

    આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 370 હત્વનો વિરોધ કરી રહેલા વિપક્ષને અવળા હાથે લીધો હતો. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, “ગુજરાત અને રાજસ્થાન જેવા અનેક રાજ્યો છે જે પાકિસ્તાન સાથેની સરહદો સાથે જોડાયેલા છે. પરંતુ કાશ્મીરમાં આતંકવાદ એટલા માટે છે કે કલમ 370 એ અલગતાવાદને વેગ આપ્યો અને ભાગલાને કારણે આતંકવાદ ઉભો થયો. આ લોકો (વિપક્ષ) સમજી જ નથી રહ્યા. ગમે તેવા મોટા માણસ દ્વારા ખોટા નિર્ણયો થઇ શકે છે. કોઈ પણ પક્ષથી પણ આવા નિર્ણયો થઇ શકે છે. પરંતુ જ્યારે ઇતિહાસ અને સમાજ તેને ખોટો બિત કરે ત્યારે દેશ હિતમાં તે નિર્ણયને પાછા ખેંચવા પડે છે.” તેમણે નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, “પાછા વળીજાઓ, નહિતર જેટલા બચ્યા છો એટલા પણ નહીં બચો.”

    કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, “સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધા બાદ પણ કોંગ્રેસ કહી રહ્યું છે કે કલમ 370ને ખોટી રીતે નાબૂદ કરવામાં આવી છે. હવે તો દેશના બંને સદનોમાં કાયદો પસાર થઈ ગયો, કોઈએ તેને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો, ત્યાં લાંબી દલીલો ચાલી. પાંચ જજોની બેંચ બની અને આજે ચુકાદો પણ આવી ગયો. પરંતુ ચુકાદો આવ્યા બાદ પણ આ લોકો કહે છે કે અમે તેને નથી માનતા અને કલમ 370ને ખોટી રીતે હટાવવામાં આવી છે.”

    POK ભારતનું છે, તેને કોઈ નહીં છીનવી શકે: ગૃહમંત્રી અમિત શાહ

    આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહે પાકિસ્તાન દ્વારા કબજો કરવામાં આવેલા કાશ્મીર એટલે કે POKનો પણ ઉલેખ કર્યો. તેમણે કહ્યું કે, “પહેલા જમ્મુમાં 37 બેઠકો હતી, હવે નવા સીમાંકન આયોગ બાદ 43 સીટો છે. પહેલા કાશ્મીરમાં 46 સીટો હતી, હવે 47 છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 24 સીટો અનામત રાખવામાં આવી છે કારણ કે POK અમારું છે. હું ફરીથી કહું છું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું છે, અમારું છે અને કોઈ પણ તેને અમારી પાસેથી છીનવી શકે નહીં.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં