Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પત્નીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો મેરિટલ રેપ ગુનો...

    ‘પત્નીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો મેરિટલ રેપ ગુનો ન ગણી શકાય’: અલાહાબાદ હાઇકોર્ટ

    અલાહાબાદ હાઈકોર્ટે બળાત્કારના આરોપોમાંથી પતિને દોષમુક્ત કર્યો છે. બીજી તરફ 498 A (ક્રૂરતા) તેમજ સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા (IPC 323) હેઠળ તેને દોષી ઠેરવવામાં આવ્યો છે, જે અંતર્ગત તેના વિરુદ્ધ ધારા-ધોરણો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા એક પતિ-પત્નીના કેસમાં સુનાવણી કરતાં એક ચુકાદો આપવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, જો પત્નીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો વૈવાહિક બળાત્કારને (મેરિટલ રેપ) ગુનો ન ગણી શકાય. કોર્ટ એક પત્ની દ્વારા પતિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ક્રૂરતા, મારપીટ અને યૌન અત્યાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે, પતિને IPC કલમ 377 હેઠળ દોષી માની શકાય નહીં.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, કેસ સંભાળતી વખતે જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની પીઠે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશમાં વૈવાહિક બળાત્કારને અપરાધની શ્રેણીમાં નથી મૂકવામાં આવ્યો. કોર્ટે તેમ પણ જણાવ્યું કે વૈવાહિક બળાત્કારને અપરાધ ઘોષિત કરવાની અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે, જ્યાં સુધી સર્વોચ્ચ ન્યાયાલય આ મામલે નિર્ણય ન કરે ત્યાં સુધી પત્ની 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની હોય તેવા કિસ્સામાં વૈવાહિક બળાત્કારને અપરાધ માની શકાય નહીં.

    આ મામલે અલાહાબાદ હાઈકોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ટિપ્પણીને સમર્થન આપતાં કહ્યું હતું કે, વૈવાહિક સંબંધમાં ‘અપ્રાકૃતિક અપરાધ’ (IPCની કલમ 377 મુજબ) માટે કોઈ સ્થાન નથી. પતિ વિરુદ્ધ બળાત્કારનો કેસ કરનાર પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ કથિત રૂપે તેની સાથે મૌખિક અને શારીરિક દુર્વ્યવહાર આચર્યો હતો. પત્નીએ લગાવેલા આરોપો મુજબ તેના પતિએ તેની સાથે ‘બળજબરી’ કરી હતી, જેમાં અપ્રાકૃતિક યૌનઉત્પીડન પણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જોકે અલાહાબાદ હાઈકોર્ટે બળાત્કારના આરોપોમાંથી પતિને દોષમુક્ત કર્યો છે. બીજી તરફ 498 A (ક્રૂરતા) તેમજ સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા (IPC 323) હેઠળ તેને દોષી ઠેરવવામાં આવ્યો છે, જે અંતર્ગત તેના વિરુદ્ધ ધારા-ધોરણો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. મેરિટલ રેપ મામલે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી આ અગત્યની ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં