ઈટલીએ ઔપચારિક રીતે ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને (BRI) પડતું મૂકી દીધું છે, જે પોતાના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પુનર્જીવિત કરવાના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પ્રયાસોને મોટો ફટકો છે. જ્યારે આને ભારતની અને PM નરેન્દ્ર મોદીની ખુબ મોટી કૂટનીતિક જીત તરીકે જોવામાં આવે છે. નોંધનીય છે કે ચાર વર્ષ પહેલાં BRIમાં જોડાનાર ઈટલી એકમાત્ર G7 દેશ હતો.
ઈટાલિયન સમાચારપત્ર કોરીરે ડેલા સેરા અનુસાર, લાંબા સમયથી રાહ જોવાતો નિર્ણય ત્રણ દિવસ પહેલા બેઇજિંગને જણાવવામાં આવ્યો હતો. નોંધનીય એ પણ છે કે તાજેતરમાં ગાઢ થયેલા ભારત-ઈટલીના સંબંધનો પણ આ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં જ આવી ગયા હતા એંધાણ
આ વર્ષની શરૂઆતમાં, ઈટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ચીની વડાપ્રધાન લી ક્વિઆંગને વ્યક્તિગત રૂપે કહ્યું હતું કે તેમના દેશે નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન તેમની વાતચીત દરમિયાન BRI છોડવાનો નિર્ણય લીધો છે. ઈટાલિયન સરકારે અગાઉ કહ્યું હતું કે ચીન સાથેની BRI ડીલ તેમની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ ગઈ છે.
PM મેલોનીએ BRIમાં જોડાણને ગણાવી હતી ભૂલ
હકીકતમાં, બીઆરઆઈમાં જોડાવાનો નિર્ણય મહિનાઓથી સમીક્ષા હેઠળ હતો અને સંરક્ષણ પ્રધાન ગિડો ક્રોસેટોએ તેને અયોગ્ય પણ ગણાવ્યો હતો. પીએમ મેલોનીએ પોતે ઘણીવાર કહ્યું છે કે આ સોદો એક ‘મોટી ભૂલ’ હતી જેને તેઓ સુધારવા માંગે છે.
PM મોદી સાથેની સેલ્ફી #Melodi સાથે થઈ હતી વાઇરલ
તાજેતરમાં જ દુબઈમાં યોજાયેલ યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28)માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટલીના PM મેલેનીનો ભેટો થયો હતો.
શુક્રવારે (1 ડિસેમ્બર) ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથેની સેલ્ફી શેર કરી હતી અને લખ્યું હતું કે ‘ગુડ ફ્રેંડ્સ એટ COP28’. તેમણે તેમના નામ અને PM મોદીના નામને જોડીને #Melodi બનાવ્યું હતું. જે બાદ આ ફોટો પર પ્રતિકયા આપતા PM મોદીએ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, “મિત્રોને મળવાનો અનેરો આનંદ હોય છે.”
Meeting friends is always a delight. https://t.co/4PWqZZaDKC
— Narendra Modi (@narendramodi) December 2, 2023
PM મેલોનીએ શેર કરેલી સેલ્ફી ખૂબ જ વાયરલ થઈ રહી હતી. દેશના અને દેશ બહારના લોકોએ સેલ્ફીને ખૂબ પસંદ કરી હતી અને એક નવું હેશટેગ પણ શરૂ કર્યું હતું.