Friday, November 22, 2024
More
    હોમપેજદેશપંજાબની જેલમાં થયું હતું હત્યાનું પ્લાનિંગ, રાજસ્થાન પોલીસ પાસે 10 મહિનાથી હતી...

    પંજાબની જેલમાં થયું હતું હત્યાનું પ્લાનિંગ, રાજસ્થાન પોલીસ પાસે 10 મહિનાથી હતી માહિતી: 2 આરોપીઓની ધરપકડ, રાજસ્થાન રહેશે બંધ

    આ ઘટના ઘટી એ પહેલાંથી જ રાજસ્થાન પોલીસ પ્રશાસનને સૂચના આપવામાં આવી હતી કે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’ના અધ્યક્ષની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા હેન્ડલ x પર પોલીસને જાણકારી આપતા પત્રો વાઈરલ થઇ રહ્યા છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં ચકચાર જગાવી મૂકે તેવી ઘટનામાં ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’ના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની એમના નિવાસસ્થાન પર જ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ગોળીબાર કરનાર બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. સુખદેવ સિંઘ ગોગામેડી સાથે એક અન્ય વ્યક્તિ નવીન શેખાવતનું પણ ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ત્યારે હવે આ સમગ્ર ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. સામે આવ્યું છે કે પંજાબ સ્થિત ભટિંડા જેલમાં બંધ સંપત નેહરાએ આ હત્યાકાંડનો પ્લાન તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ લોરેન્સ બિસ્નોઈ ગેંગનો જ એક સભ્ય છે. કરણી સેના અધ્યક્ષની હત્યા બાદ રાજસ્થાનમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. રાજસ્થાન પોલીસે લોકોને શાંતિ જાળવી રાખવા અને સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભ્રામક ખબર ન ફેલાવવામાં અપીલ કરી છે.

    રાજસ્થાનનાં DGP  ઉમેશ મિશ્રાએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે હરિયાણા પ્રશાસન સાથે આ વિષય પર તેમની વાત થઇ ગઈ છે. રાજ્યોના સીમા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. આવી ઘટનાઓમાં અપરાધીઓને પકડવા માટે જાણીતા ADG (કાનુન વ્યવસ્થા) દિનેશ MNની રજા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લખનીય છે રાજસ્થાનના બિકાનેર વિસ્તારમાં જેનું વર્ચસ્વ માનવામાં આવે છે એવા રોહિત ગોદારા નામના વ્યક્તિએ ફેસબુક પોસ્ટ કરી આ હત્યાની જવાબદારી લીધી હતી. જેથી પોલીસે બિકાનેરમાં પણ કાયદો અને વ્યવસ્થા સઘન કરી દીધી છે.

    ગોળીબારની આ ઘટનામાં કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની સાથે તેમના નજીકના વ્યક્તિ અજીત સિંઘ પણ ગંભીર રૂપે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ રાજસ્થાનના વિવિધ ક્ષેત્રોમાંથી વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે. રાજ્યના જોધપુર, કુચામન, જૈસલમેર, કોટા અને બુંદી જેવા ક્ષેત્રોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઉદયપુર અને સિરોહીમાં પણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજપૂત સમાજે બુધવારે (6 ડિસેમ્બર 2023) રાજસ્થાન બંધનું આહ્વાહન કર્યું છે. સ્થાનિક લોકોની માંગ છે કે સુખદેવ સિંઘ ગોગામેડીના પરિવારને પ્રશાસન તરફથી સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થાય.

    - Advertisement -

    રાજસ્થાન પોલીસે આ ઘટના સંબંધિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાંથી જયપુરના ઝોટવાળા નિવાસી રોહિત રાઠોડની અને હરિયાણાના મહેન્દ્રગઢમાં રહેતા નીતિન ફોંજીની અટકાયત કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે આ ઘટના ઘટી એ પહેલાંથી જ રાજસ્થાન પોલીસ પ્રશાસનને સૂચના આપવામાં આવી હતી કે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’ના અધ્યક્ષની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા હેન્ડલ x પર પોલીસને જાણકારી આપતા પત્રો વાઈરલ થઇ રહ્યા છે. જેમાં પંજાબ પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસને સંપત નેહરા દ્વારા કરણી સેનાના અધ્યક્ષની હત્યાના આયોજન વિશે જાણકારી આપવામાં આવી હતી. પત્રોમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં સાંપ્રદાયિક દંગા કરાવવા માટે આ હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

    કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની હત્યાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે. તેમના નિવાસસ્થાનના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે મળવા આવેલા ત્રણ બદમાશોએ 20 સેકન્ડમાં 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સ્થાનિક હોસ્પિટલમાં તપાસ બાદ અધ્યક્ષ ગોગમેડીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં