યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28)માં ભાગ લેવા માટે દુબઈ ગયેલા PM મોદી વિશ્વભરના કેટલાક અગ્રણી રાષ્ટ્રના વડાઓને મળ્યા હતા. દરમ્યાન તેમણે ઈટલીના PM જ્યોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ મેલોનીએ સોશિયલ મીડિયા પર PM મોદી સાથે લીધેલી સેલ્ફી પોસ્ટ કરી હતી. જે ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેવામાં હવે શનિવારે (2 ડિસેમ્બર) PM મોદીએ PM મેલોનીની પોસ્ટ ક્વોટ કરીને લખ્યું કે, મિત્રોને મળવાનો અનેરો આનંદ હોય છે.
શુક્રવારે (1 ડિસેમ્બર) ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથેની સેલ્ફી શેર કરી હતી અને લખ્યું હતું કે, ગુડ ફ્રેંડ્સ એટ COP28. તેમણે તેમના નામ અને PM મોદીના નામને જોડીને #Melodi બનાવ્યું હતું. હવે આ ફોટો પર પ્રતિકયા આપતા PM મોદીએ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, “મિત્રોને મળવાનો અનેરો આનંદ હોય છે.” PM મેલોનીએ શેર કરેલી સેલ્ફી ખૂબ જ વાયરલ થઈ રહી છે. દેશના લોકોએ સેલ્ફીને ખૂબ પસંદ કરી છે અને એક નવું હેશટેગ પણ શરૂ થઈ ગયું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સેલ્ફી
તમામ સોશિયલ મીડિયા પેલટફોર્મ્સ પર સેલ્ફીને પસંદ કરવામાં આવી છે. કેટલાક લોકોએ તો સોશિયલ મીડીયા હેન્ડલ પર PM મોદી અને PM મેલોનીની આ સેલ્ફી પોસ્ટ પણ કરી છે. X પર ‘નરેન્દ્ર મોદી ફેન’ નામના હેન્ડલે ‘સેલ્ફી ઓફ ધ ડે’ લખીને PM મેલોનીની આ સેલ્ફી પોસ્ટ કરી છે.
It's really good to see the light mood of World Leaders.
— BhikuMhatre (@MumbaichaDon) December 1, 2023
અન્ય એક યુઝરે લખ્યું કે, “વિશ્વનેતાઓનું આવું લાઈટ મૂડ જોવું ખૂબ જ સારું લાગે છે.”
Selfie Of The Day. #Melodi pic.twitter.com/60Gk8KWY5G
— Narendra Modi fan (@narendramodi177) December 1, 2023
એ સિવાય અન્ય એક યુઝરે પ્રશ્ન પૂછતાં લખ્યું હતું કે, “શું આ હમણાં સુધીનું સૌથી વધુ પસંદ કરવામાં આવેલું ટ્વિટ બની જશે?”
Will it become the most liked tweet ever?
— Ankur Singh (@iAnkurSingh) December 1, 2023
આ સિવાય પણ અન્ય ઘણા લોકોએ PM મોદી અને PM મેલોનીની આ સેલ્ફીને ખૂબ પસંદ કરી છે. કેટલાક લોકોએ #Melodi હેશટેગ સાથે આ સેલ્ફીને શેર પણ કરી છે. હાલ સોશિયલ મીડિયાથી લઈને તમામ સાઇટ્સ પર આ સેલ્ફી જોવા મળી રહી છે.