Saturday, November 23, 2024
More
    હોમપેજદેશઆદિત્ય-L1 હવે સૂર્યની વધુ નજીક, સ્પેસ ઓબ્ઝર્વેટરીના બીજા ડિવાઇસે પણ શરૂ કર્યું...

    આદિત્ય-L1 હવે સૂર્યની વધુ નજીક, સ્પેસ ઓબ્ઝર્વેટરીના બીજા ડિવાઇસે પણ શરૂ કર્યું કામ: સૂર્યની હવાનો અભ્યાસ કરશે- જાણો વધુ

    ભારતીય સ્પેસ એજન્સી ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આદિત્ય-L1 મિશનને લઈને માહિતી આપી હતી. એજન્સીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS) નામનું ડિવાઇસ શરૂ છે અને તે સૂર્યની હવામાં રહેલા પ્રોટોન અને આલ્ફા પાર્ટીકલ્સનો અભ્યાસ કરશે.

    - Advertisement -

    ભારતના પ્રથમ સોલર મિશન આદિત્ય-L1 મિશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આદિત્ય મિશનના બીજા ડિવાઇસે તેનું કામ શરૂ કરી દીધું છે. આ ડિવાઇસનું નામ સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS) છે. આ ઉપકરણની મદદથી સૂર્યની હવામાં રહેલા પ્રોટોન અને આલ્ફા કણોને માપવામાં આવશે. આ માહિતી ભારતીય સ્પેસ એજન્સી ISROએ આપી છે.

    શનિવારે (2 ડિસેમ્બર, 2023) ભારતીય સ્પેસ એજન્સી ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આદિત્ય-L1 મિશનને લઈને માહિતી આપી હતી. એજન્સીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS) નામનું ડિવાઇસ શરૂ છે અને તે સૂર્યની હવામાં રહેલા પ્રોટોન અને આલ્ફા પાર્ટીકલ્સનો અભ્યાસ કરશે. SWIS એક લો એનર્જી સ્પેક્ટ્રોમીટર છે, જેની મદદથી સૂર્યની હવામાં રહેલા પ્રોટોન જેવા તત્વોનો અભ્યાસ કરી શકાય છે. નોંધનીય છે કે આદિત્ય-L1 મિશનના આ બીજા ડિવાઇસે કામ કરવાનું શરૂ કર્યું છે. આ પહેલાં પણ એક ડિવાઇસ એક્ટિવ થયું હતું. જે વિશે ISROએ માહિતી આપી હતી.

    શું છે SWIS?

    નોંધનીય છે કે આદિત્ય સોલર વિન્ડ પાર્ટીકલ એક્સપેરિમેટ (ASPEX)માં બે સબ પેલોડ્સ આવેલા છે. જેમાં પહેલું પેલોડ SWIS એટલે કે સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર છે, જે ઓછી ઉર્જા ધરાવતું સ્પેક્ટ્રોમીટર છે, તેણે હમણાં કામ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે બીજું સબ પેલોડ સુપરથર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટીકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) છે. ISROએ જણાવ્યું છે કે, સુપરથર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટીકલ સ્પેક્ટ્રોમીટર (STEPS)એ 10 સપ્ટેમ્બર અને સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS)એ 2 નવેમ્બરે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. STEPS સૌર હવામાં આવનારા વધુ ઉર્જાવાળા આયંસનો અભ્યાસ કરશે. મિશનમાં રહેલા બંને પેલોડ્સના કામ અલગ-અલગ છે અને બંને પેલોડ્સ સફળતાપૂર્વક તેનું કામ કરી રહ્યા હોવાનું ISROએ જણાવ્યું છે.

    - Advertisement -

    2 સપ્ટેમ્બરે લોન્ચ થયું હતું મિશન

    આદિત્ય-L1 મિશન આ જ વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય સ્પેસ એજન્સી ISROએ લૉન્ચ કર્યું હતું. તે ભારતનું પ્રથમ સુર્ય મિશન હશે. આદિત્ય-L1 સુર્ય પર લેન્ડ નહીં કરે પરંતુ ધરતીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આવેલા L1 એટલે કે લેન્ગ્રેજ પોઇન્ટ 1 પર જશે. આ પોઇન્ટથી સૂર્યનું અંતર 14.85 કિલોમીટર છે. આ પોઇન્ટ પરથી આદિત્ય-L1 સૂર્યનો અભ્યાસ કરશે.

    નોંધનીય છે કે L1 પોઇન્ટ એટલે લેન્ગ્રેજ પોઇન્ટ. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલા કુલ 5 પોઇન્ટમાનું એક છે, જ્યાં પૃથ્વી અને સૂર્ય બંનેનાં ગુરૂત્વાકર્ષણ બળ આકર્ષણ-પ્રતિઆકર્ષણ બળ સર્જે છે, જેના કારણે ત્યાં જે સેટેલાઇટ મૂકવામાં આવ્યો હોય તે બંનેમાંથી કોઈ તરફ આકર્ષાતો નથી અને એક જગ્યાએ રહીને કામ કરી શકે છે. આદિત્ય જ્યાં તરતો મૂકવામાં આવશે તે L1 પોઇન્ટ છે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી અને સૂર્યનું અંતર 15 કરોડ કિલોમીટર છે, એટલે આમ તો આ અંતર માત્ર 1 ટકા જેટલું કહેવાય, પરંતુ આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે, જેથી આટલું અંતર પણ પૂરતું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં