નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ અમરાવતીની ઘાતકી હત્યા કે ઉદયપુરમાં શિરચ્છેદ પહેલા પણ એક નાગપુરનો પરિવાર પોતાના જીવના ડરથી શહેર છોડીને ભાગી ગયો હતો. પરિવારે નાગપુરમાં તેમના ઘરથી દૂર 2 અઠવાડિયાથી વધુ સમય વિતાવ્યો, અને તાજેતરમાં પરત ફર્યા પછી પણ તેઓ ડરમાં જીવે છે.
જે યુવાન છોકરાની સોશિયલ મીડિયા પોસ્ટથી ઇસ્લામવાદીઓ ગુસ્સે થયા હતા તે હજી પાછો ફર્યો નથી અને છુપાઈને જીવે છે.
Nagpur family forced to go underground after Police somehow stopped an almost certain Islamist attack on their son due to a social media forward. Islamists have circulated his pics with a cross sign all over the WhatsApp. pic.twitter.com/sEoo9XmfD0
— Divya Kumar Soti (@DivyaSoti) July 4, 2022
અહેવાલો અનુસાર, આ પરિવારના 22 વર્ષીય પુત્રએ નૂપુર શર્માના સમર્થનમાં કેટલાક સોશિયલ મીડિયા મેસેજો ફોરવર્ડ કર્યા હતા જે પછી તેમને ધમકીઓ મળવા લાગી હતી. તે પછી, પરિવારે નંદનવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોસ્ટ માટે ઇન્સ્ટાગ્રામ પર માફી પણ માંગી હતી. જો કે, તેનાથી કોઈ ફાયદો થયો ન હતો કારણ કે બીજા દિવસે 100-200 ઇસ્લામવાદીઓ તેમને ધમકાવવા તેમના ઘરે આવ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ 22 વર્ષના છોકરાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ફોટો પર ચોકડી મારીને તેના પર અપમાનજનક ભાષા લખવામાં આવી હતી. ત્યારબાદ પરિવારે પોતાની સુરક્ષા માટે પોતાનું ઘર છોડવાનું નક્કી કર્યું અને શહેર છોડી દીધું હતું. પોલીસે પરિવારને સુરક્ષા પૂરી પાડી હોવા છતાં પણ તેઓ છોકરાને નાગપુર પરત લાવવામાં ખૂબ જ ડરી રહ્યા છે અને પોતે પણ ડરમાં જીવી રહ્યા છે.
ઉદયપુર અને અમરાવતીમાં નૂપુર શર્માને સમર્થન આપતી પોસ્ટને લઈને ઘાતકી હત્યાઓને પગલે તેમનામાં ભયની લાગણી વધી ગઈ છે. હવે નાગપુરનો પરિવાર એટલા ડર હેઠળ છે કે જ્યાં સુધી ખરેખર કંઈક જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળતું નથી.
નૂપુર શર્માના સમર્થન બદલ થયેલ હત્યાઓ
રાજસ્થાનના ઉદયપુરમાં બે મુસ્લિમ લોકોએ ગયા અઠવાડિયે એક હિંદુ દરજી કન્હૈયા લાલની હત્યા કરી હતી જેણે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. હત્યારાઓએ પોતે રેકોર્ડ કરેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે તેઓ દરજીની દુકાનમાં ગ્રાહક તરીકે પ્રવેશ કરે છે અને તેના પર છરી વડે હુમલો કરે છે.
22 જૂને મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ચાર મુસ્લિમ હુમલાખોરોએ હત્યા કરી હતી જ્યારે તે રાત્રે તેની ફાર્મસીમાંથી પરત ફરી રહ્યો હતો. શરૂઆતમાં હત્યા લૂંટના ઈરાદાથી થઈ હોવાનું જાળવી રાખ્યા બાદ, પોલીસે પાછળથી કબૂલ્યું કે આ હત્યા નુપુર શર્માના સમર્થનમાં કોલ્હેની સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલી હતી. આ કેસની તપાસ હવે NIA કરી રહી છે.
નોંધનીય બાબત એ છે કે આ બંને હત્યાઓમાં પીડિતના જાણીતા અને નજીકના મુસ્લિમો પણ સંડોવાયેલા જોવા મળ્યા હતા ભલે એ કન્હૈયા લાલનો પાડોશી હોય કે ઉમેશ કોલ્હેનો 16 વર્ષ જૂનો મિત્ર.