મોટા પત્રકારોના ખોટા સમાચારોથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે પ્રશંસાની ટ્વીટ્સની લહેર સોશિયલ મીડિયામાં છલકાઈ ગઈ, જ્યારે એવો દાવો કરવામાં આવ્યો કે રાહુલ ગાંધી ‘સમગ્ર દક્ષિણ એશિયામાં તકનીકી અને નીતિના ક્ષેત્રોમાં સૌથી વધુ અપડેટ થયેલા નેતા છે’. આ ‘સમાચાર’ને વધુ પ્રમાણિકતા આપવા માટે એક અમેરિકન થિંક-ટેન્ક RAND કોર્પોરેશનનો હવાલો આપવામાં આવ્યો હતો, અને મોટા પત્રકારોના ખોટા સમાચારોથી કોંગ્રેસ ગેલમાં આવી ગઈ હતી.
આ ઘટનાક્રમની શરૂઆત ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર અને દેશ 24×7ના સ્થાપક સંપાદક દીપક શર્મા દ્વારા કરવામાં આવેલી ટ્વિટથી થઈ હતી. તેમના હમણા ડિલીટ કરાયેલા ટ્વિટમાં શર્માએ દાવો કર્યો હતો કે, “અમેરિકન થિંક ટેન્ક RAND કોર્પોરેશને કહ્યું છે કે રાહુલ ગાંધી ટેકનોલોજી અને નીતિના ક્ષેત્રોમાં સૌથી વધુ અપડેટ થયેલા રાજકારણી છે. પણ ‘સાહેબ’ એ જનતાને શીખવ્યું છે કે તે ‘પપ્પુ’ છે. પ્રચારતંત્ર અદ્ભુત છે. ઉદારવાદીઓ દ્વારા પીએમ મોદી માટે ‘સાહેબ’શબ્દનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે,
BefittingFacts જેવા ઘણા ટ્વિટર યુઝર્સે તેમના ટ્વીટ પર ટિપ્પણી કરી અને શર્માએ જે માહિતી શેર કરી હતી તેના સ્ત્રોતની શોધ કરી હતી.
What’s your source of information? I didnt find anything in their site. Please provide link. Thanks in advance.
— Facts (@BefittingFacts) July 3, 2022
સ્ત્રોત વિશે કોઈપણ માહિતી શેર કરવાને બદલે, શર્માએ તેમના ટ્વીટ પર ટિપ્પણીઓને પ્રતિબંધિત કરવાનું નક્કી કર્યું. અને બાદમાં તેમણે ટ્વીટજ ડિલીટ કરી દીધી હતી.
Instead of deleting fake news @DeepakSEditor has restricted his comment. Whatsapp forward ko news bana diya ab payment leke baitha hai 😂 pic.twitter.com/5rEa2xSsJd
— Facts (@BefittingFacts) July 4, 2022
જો કે, ત્યાં સુધીમાં, કથિત ‘ખુશીની લહેર’ સમગ્ર કોંગ્રેસ ઇકોસિસ્ટમમાં ફેલાઈ ગઈ હતી, અને માત્ર રાહુલ ગાંધીના સમર્થકો જ નહીં, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને સત્તાવાર હેન્ડલ્સ પણ આ ખોટા સમાચાર ફેલાવીને ગેલમાં આવી ગયા હતા.
ઈન્ડિયન એક્સપ્રેસ જર્નાલિસ્ટ પ્રણવ મિશ્રાએ લખ્યું હતું કે, “અમેરિકન થિંક ટેન્ક RAND કોર્પોરેશને કહ્યું છે કે રાહુલ ગાંધી આજે ટેક્નોલોજી અને નીતિના ક્ષેત્રમાં દક્ષિણ એશિયામાં સૌથી અપડેટેડ નેતા છે.” તેણે પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા શ્રીનિવાસને ટેગ કર્યા હતા.
મધ્ય પ્રદેશ કોંગ્રેસ સેવાદલે કહ્યું હતું કે, “અમેરિકન થિંક ટેન્ક RAND કોર્પોરેશને કહ્યું છે કે રાહુલ ગાંધી ટેકનોલોજી અને નીતિના ક્ષેત્રોમાં સૌથી વધુ અપડેટ થયેલા રાજકારણી છે. કેટલાક લોકો પ્રચાર તંત્રમાં અટવાઈ જાય છે અને રાહુલ ગાંધી પર હસે છે. આજે સત્ય બધાની સામે છે.
સામાજિક ‘કાર્યકર’ ચિનુ મહાપાત્રા પણ ઉજવણીમાં જોડાયા અને કહ્યું, “પત્રકાર દીપક શર્માના જણાવ્યા અનુસાર, અમેરિકન થિંક ટેન્ક RAND CORPORATION એ કહ્યું છે કે રાહુલ ગાંધી ટેક્નોલોજી અને નીતિના ક્ષેત્રમાં દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ નેતા છે. પરંતુ અમારા સમ્રાટ મોદી અને તેમની ટીમ હંમેશા તેમને પપ્પુ તરીકે બદનામ કરવાનો પ્રયાસ કરે છે.
બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, શ્યામ સુંદર સિંહ ધીરજે ખુશીમાં ટવીટ કર્યું હતું કે, “અમેરિકન થિંક ટેન્ક RAND કોર્પોરેશને કહ્યું છે કે રાહુલ ગાંધી ટેકનોલોજી અને નીતિના ક્ષેત્રોમાં સૌથી વધુ અપડેટેડ રાજકારણી છે. પણ સાહેબને’ (શાળામાંથી ભાગી ગયેલા અને યુવાનીમાં ભીખ માંગનાર) ગોદી મીડિયાએ ખોટા સપનાના દલાલને વિશ્વગુરુ બનાવી દીધા છે.
OpIndiaને તેની તપાસ દરમિયાન શું મળ્યું?
તપાસ દરમિયાન, અમે RAND ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ તપાસ્યા કે શું તેઓએ તાજેતરના સમયમાં રાજકારણીઓ માટે કોઈ રેન્કિંગ બહાર પાડ્યું છે કે કેમ. અમે આને લાગતું કોઈજ પરિણામ શોધી શક્યા નથી. રસપ્રદ વાત એ છે કે, ઘણા ટ્વિટર યુઝર્સે પત્રકારો સાથે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા અંગે સ્પષ્ટતા માટે સંસ્થાને ટેગ કરી છે, પરંતુ હજુ સુધી તેમના દ્વારા કોઈપણ સત્તાવાર જાહેર નિવેદન આવ્યું નથી.