દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જૈન વિચારક અને દાર્શનિક શ્રીમદ રાજચંદ્રજીની જન્મજયંતિ સમારોહમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમકે ગાંધી વિશે તેમના વિચાર રજૂ કર્યા હતા. જે બાદ તેમના એ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જગદીપ ધનખડ સમારોહમાં એક નિવેદન આપતા બોલ્યા કે, “ગત સદીના મહાપુરુષ ગાંધી હતા, આ સદીના યુગપુરુષ નરેન્દ્ર મોદી છે.” તેમના આ નિવેદનને સમારોહમાં હાજર લોકોએ તાળીઓ પાડીને વધાવ્યું હતું.
સોમવારે (27 નવેમ્બર, 2023) જૈન વિચારક અને દાર્શનિક શ્રીમદ રાજચંદ્રજીની 156મી જન્મજયંતિની ઉજવણી થઈ હતી. જેના અનુસંધાને મુંબઈમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં તેમણે સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું, “હું તમને એક વાત કહેવા મંગીશ, ગત સદીના મહાપુરુષ ગાંધી હતા, આ સદીના યુગપુરુષ નરેન્દ્ર મોદી છે.” તેમણે વધુમાં કહ્યું, “ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાથી આપણને અંગ્રેજોની ગુલામીથી છુટકારો અપાવ્યો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશને પ્રગતિના તે રસ્તા પર લઈ ગયા, જેના પર તમે હંમેશાથી જોવા માંગતા હતા.”
આપણો ઇતિહાસ 5,000 વર્ષથી પણ વધુ પ્રાચીન છે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન દરમિયાન કહ્યું, “ગાંધીજી અને નરેન્દ્ર મોદી, આ બંને મહાનુભાવોમાં એક સમાનતા જોવા મળે છે. કે આ બંને શ્રીમદ રાજચંદ્રજીનું હ્રદયથી સન્માન કરે છે. રાજચંદ્રજી જેવા મહત્વપૂર્ણ વ્યક્તિ ઇતિહાસમાં મળવા મુશ્કેલ છે.” તેમણે વધુમાં કહ્યું, “આ રાષ્ટ્રના વિકાસનો વિરોધ કરનારી શક્તિઓ અને આ દેશના ઉત્થાનને પચાવી ન શકતી હોય તેવી તાકતો એકસાથે આવી રહી છે. જ્યારે પણ દેશમાં કંઈક સારું થાય છે તો તે લોકો એક અલગ મુદ્રામાં આવી જાય છે. આવું ન હોવું જોઈએ.”
मैं आपको एक बात कहना चाहूंगा, पिछली शताब्दी के महापुरुष महात्मा गांधी थे, इस शताब्दी के युगपुरुष नरेंद्र मोदी हैं!
— Vice President of India (@VPIndia) November 27, 2023
महात्मा गांधी ने सत्य और अहिंसा से हमें अंग्रेजों की गुलामी से छुटकारा दिलाया, भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश को प्रगति के उस रास्ते पर डाल… pic.twitter.com/mBP7zxIs0C
ભારતના ભવ્ય ભૂતકાળ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, “રાષ્ટ્ર માટે જોખમ ખૂબ જ મોટું છે. જે દેશોને તમે આપણી આસપાસ જોઈ રહ્યા છો, તેમનો ઇતિહાસ 300 કે 500 અથવા તો 700 વર્ષ જૂનો હશે, (જ્યારે) આપણો ઇતિહાસ 5,000 વર્ષથી પણ વધુ પ્રાચીન છે.”
શાંતિની ખોજમાં ભારત આવે છે દુનિયાના લોકો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું, “આપણી શક્તિ આપણું આધ્યાત્મિક જ્ઞાન અને સંસ્કૃતિ છે. દુનિયાના મહાન દેશોના લોકો શાંતિની ખોજમાં આપણાં દેશમાં આવે છે અને આ જોઈને મનને ઘણી શાંતિ મળે છે. ભારત સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાગત લોકાચારનું કેન્દ્રબિંદુ રહ્યો છે.” તેમણે વધુમાં કહ્યું, “આપણી પૃથ્વી માત્ર મનુષ્યો માટે જ નથી. આ ધરતી તમામ પ્રાણીઓની છે. ‘વસુધૈવ કુટુંબકમ્’નું ધ્યેય વાક્ય એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યને આત્મસાત કરે છે.”