Saturday, November 23, 2024
More
    હોમપેજદેશફસાયેલા મશીનનો કાટમાળ દૂર કરાયો, જલ્દીથી શરૂ થશે મેન્યુઅલ ડ્રિલિંગ: ઉત્તરકાશીથી આવ્યા...

    ફસાયેલા મશીનનો કાટમાળ દૂર કરાયો, જલ્દીથી શરૂ થશે મેન્યુઅલ ડ્રિલિંગ: ઉત્તરકાશીથી આવ્યા રાહતના સમાચાર, જાણો હવે આગળ શું

    ટનલિંગ એક્સપર્ટે કહ્યું, “હજુ 9 મીટર બાકી છે. પણ બધો આધાર પરિસ્થિતિ પર છે. ઝડપથી પણ થઈ શકે અને થોડો સમય પણ લાગી શકે. પરંતુ અમને વિશ્વાસ છે કે તેમાં સફળ થઈશું. આર્મી પણ ઑપરેશન પર સતત નજર રાખી રહી છે.”

    - Advertisement -

    ઉત્તરકાશી સ્થિત સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલા રેસ્ક્યુ ઑપરેશનનો આજે 16મો દિવસ છે. બે દિવસ પહેલાં અહીં અમેરિકાથી મંગાવાયેલું ઑગર મશીન ફસાઈ ગયું હતું, જેનાં બ્લેડ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. હવે જાણવા મળ્યું છે કે બ્લેડ કાઢવામાં સફળતા મળી છે અને ટૂંક સમયમાં મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે. 

    સ્થળ પર રેસ્ક્યુ ઑપરેશનમાં મદદ કરતા માઈક્રો ટનલિંગ એક્સપર્ટ ક્રિસ કૂપરે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, મશીનનો કાટમાળ દૂર કરી દેવામાં આવ્યો છે અને હવે ત્રણેક વાગ્યાની આસપાસ મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામા આવશે. જાણવા મળ્યા અનુસાર, બ્લેડ દૂર કરવા માટે પ્લાઝમા કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

    હજુ 9 મીટર ડ્રિલિંગ બાકી

    તેમણે વધુમાં જણાવ્યું કે, “હજુ 9 મીટર બાકી છે. પણ બધો આધાર પરિસ્થિતિ પર છે. ઝડપથી પણ થઈ શકે અને થોડો સમય પણ લાગી શકે. પરંતુ અમને વિશ્વાસ છે કે તેમાં સફળ થઈશું. આર્મી પણ ઑપરેશન પર સતત નજર રાખી રહી છે.”

    - Advertisement -

    ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ મિશન માટે મેન્યુઅલ મેથડને લઈને પૂર્વ આર્મી એન્જિનિયર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંઘે કહ્યું હતું કે, હવે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે મેન્યુઅલ ડ્રિલિંગ મેથડ સિવાય કોઇ વિકલ્પ નથી. તેમણે ઉમેર્યું હતું કે, રેસ્ક્યુ ઑપરેશનને ઝડપી બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

    એજન્સીએ આધિકારિક સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, રેસ્ક્યુ ઑપરેશન વધુ ઝડપી બની શકે તે માટે પાઇપમાંથી કાટમાળ દૂર કરવા માટે રેટ હોલ માઈનિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનિક સામાન્ય રીતે કોલસાની ખાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 

    બંને તરફથી થઈ રહ્યું છે મેન્યુઅલ ડ્રિલિંગ

    અત્યાર સુધીમાં 20 મીટર જેટલું વર્ટિકલ ડ્રિલિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. શ્રમિકોને બહાર આવવા માટે મશીને કુલ 86 મીટર ડ્રિલ કરવું પડશે. જેની ઉપર કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, મશીન ફસાઈ જવાના કારણે હોરિઝોન્ટલ ડ્રિલિંગ અટક્યું હતું, પરંતુ તે પણ હવે શરૂ કરી દેવામાં આવશે. જેમાં અઢારેક કલાકનો સમય લાગી શકે છે. 

    આ મિશન માટે એજન્સીઓએ કુલ 6 પ્લાન વિચાર્યા છે. જો હાલની બંને પ્રક્રિયાઓમાં કોઇ અડચણ આવે તો સાઈડવે ડ્રિલિંગ અને ડ્રિફ્ટ ટેક્નોલોજી પર તાત્કાલિક અસરથી કામ શરૂ કરી દેવામાં આવશે. મિશન કયારે પૂર્ણ થશે તેનો ચોકકસ સમયગાળો જણાવવામાં આવ્યો નથી પરંતુ જે પ્રમાણે કામ ચાલી રહ્યું છે તેને જોતાં આગલા 24થી 36 કલાકમાં સફળતા મળશે તેમ જણાઈ રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં