ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર વિવાદમાં આવી છે. ભારતીય ફિલ્મમેકર લીના મણિમેકલઈની એક ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદ સર્જાયો છે અને હિંદુ ધર્મના અપમાનનો આરોપ લાગ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં મા કાળીનું અપમાન કરવામાં આવ્યું હોવાનું કહીને અનેક યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો તો કેટલાકે ગૃહ મંત્રાલયને ટેગ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ વિવાદિત પોસ્ટર 2 જૂન 2022 (શનિવાર)ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર ફિલ્મમેકર લીના મણિમેકલઈએ જ શૅર કર્યું હતું અને સાથે લખ્યું હતું કે તે ખૂબ ઉત્સાહિત છે કારણ કે તેમની ડોક્યુમેન્ટ્રી ‘કાલી’નું કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મનું નામ ‘કાલી’ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરમાં મા કાળીની વેશભૂષામાં એક મહિલાને બતાવવામાં આવી છે. જેના માથે તિલક લગાવવામાં આવ્યું છે અને તેમને સિગરેટ પીતાં બતાવવામાં આવ્યા છે. બીજા હાથમાં ત્રિશુળ છે તો એક હાથમાં LGBTQ નો ઝંડો છે.
આ પોસ્ટર વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા ઉપર યુઝરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો એની લોકોએ હિંદુ ધર્મ અને મા કાળીના અપમાન બદલ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેટલાકે લીનાને જેલમાં બંધ કરવાની માંગ કરી હતી તો કેટલાક યુઝરોએ એમ પણ કહ્યું કે, તેઓ અન્ય ધર્મ વિશે આવી ફિલ્મો બનાવવાની હિંમત રાખશે કે કેમ? પોસ્ટરમાં મા કાળીનું અપમાન થતાં યુઝરોએ ગૃહમંત્રી અને પીએમને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.
ચંદ્ર પ્રકાશ સિંઘ નામના યુઝરે લખ્યું કે, દરરોજ હિંદુ ધર્મની મજાક ઉડાવવામાં આવે છે. સરકાર શું અમારી ધીરજની કસોટી કરી રહી છે? તેમણે ગૃહમંત્રી અમિત શાહ, પીએમઓ અને વિદેશમંત્રીને ટેગ કરીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.
Every day H!ndu religion is mocked, Is govt. testing our patience ??
— Chandra Prakash Singh (@CpSingh9714) July 3, 2022
Dear @AmitShah @HMOIndia @PMOIndia @DrSJaishankar @MEAIndia Please don’t forget how we were questioned for hurting religious sentiments & needful action must be taken.https://t.co/MkaarqeZFU
કમલજીત નામના યુઝરે કહ્યું કે, આમ કરીને નિર્માતાએ મા કાળીનું અપમાન કર્યું છે અને જો તે માફી નહીં માંગે તો તેઓ પોલીસ કાર્યવાહી કરશે. તેમણે પોસ્ટર ડીલીટ કરીને આ કૃત્ય બદલ માફી માંગવા માટે કહ્યું હતું.
By sharing this photo with name of my araadhya Maa Kalli, you are insulting her by showing her smoking.
— कमल जीत भारद्वाज ਕਮਲ ਜੀਤ (@KAMALJE68452437) July 3, 2022
Don’t do this, and say sorry for this, unless we will take this matter with police.
Delete this and apologies for the same
😡😡😡
એક યુઝરે અભિવ્યક્તિની સ્વતંત્રતાના થઇ રહેલા દુરુપયોગને લઈને ટિપ્પણી કરીને સવાલ કર્યો હતો કે શું તેઓ ‘સર તન સે જુદા’ના નારા લગાવતા સમુદાય માટે આ જ પ્રકારે ફિલ્મ બનાવી શકે છે? તેમણે ટોરંટો પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.
#hindumisia @LeenaManimekali freedom of speech does not mean that you can insult kafir gods and kafirs..can you do the same for ‘sar tan se juda’ community? @PBethlenfalvy and @TorontoPolice please act https://t.co/WlF2HpMvti
— ruchi wali (@WaliRuchi) July 3, 2022
એક યુઝરે કહ્યું હતું કે, આ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો એક ધૃણાસ્પદ પ્રયાસ છે.
This is the most disgusting way of seeking attention, shame on you
— भागल ईकोसिस्टम स्पेशलिस्ट (@BUnlimted) July 3, 2022
રાહુલ ચૌધરી નામના યુઝરે ફિલ્મ નિર્માતા લીનાની ધરપકડની માંગ કરી હતી અને કહ્યું હતું કે તેઓ મા કાળીનું અપમાન સહન કરશે નહીં.
I Demand The Arrest Of @LeenaManimekali
— Rahul Choudhary (@Rahulchoudharyz) July 3, 2022
We Won’t Tolerate The Disrespect Of Our GODDESS KAALI MAA.#ArrestLeenaManimekalai https://t.co/rMoP7nKh8b
એક યુઝરે લીના મણિમેકલઈના એક જૂના ટ્વિટનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જેમાં તેણે ભગવાન રામને લઈને ટિપ્પણી કરી હતી. 6 ઓગસ્ટ 2020ના રોજ કરેલા ટ્વિટમાં લીનાએ લખ્યું હતું કે, ‘રામ ભગવાન નથી. તેઓ માત્ર ભાજપ દ્વારા શોધવામાં આવેલું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે.’ આ ટ્વિટ શૅર કરીને યુઝરે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
Seems like she is a serial offender!!! @JustinTrudeau @TorontoPolice @canada_hindu @hindutimescan @CanadainIndia kindly look into this and bring it to the attention of authorities! 🙏🏽🙏🏽🙏🏽 https://t.co/eH6gatlEWG pic.twitter.com/NoIavLV02S
— 💕DesiDiva💕 (@desi_diva1) July 3, 2022