Saturday, November 23, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘મોદીએ CM બન્યા બાદ પોતાની જાતિનો સમાવેશ OBCમાં કરી દીધો હતો’: રાજસ્થાન...

    ‘મોદીએ CM બન્યા બાદ પોતાની જાતિનો સમાવેશ OBCમાં કરી દીધો હતો’: રાજસ્થાન ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો, જાણો શું છે હકીકત

    ખડગેએ કહ્યું કે, “મોદીજી કહે છે કે હું પછાત વર્ગમાંથી આવું છું. તેઓ ઘાંચી-તેલી સમુદાયમાંથી આવે છે. ઘાંચી પહેલાં બેકવર્ડમાં ન હતા. તેઓ (મોદી) જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ધીમે રહીને તેમણે તેમને બેકવર્ડ લિસ્ટમાં નાખી દીધા.

    - Advertisement -

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે (21 નવેમ્બર) દાવો કર્યો કે પીએમ મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ગુપચુપ તરીકે પોતાની જાતિનો સમાવેશ OBCમાં કરી દીધો હતો. રાજસ્થાનમાં ઘોષણાપત્ર જાહેર કરતી વખતે એક પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે તેમણે આ વાત કહી હતી. 

    ખડગેએ કહ્યું કે, “મોદીજી કહે છે કે હું પછાત વર્ગમાંથી આવું છું. તેઓ ઘાંચી-તેલી સમુદાયમાંથી આવે છે. ઘાંચી પહેલાં બેકવર્ડમાં ન હતા. તેઓ (મોદી) જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ધીમે રહીને તેમણે તેમને બેકવર્ડ લિસ્ટમાં નાખી દીધા. તમે સમાનતાની વાતો કરો છો. પણ કર્યું શું? પોતાના જ સમુદાયને ગુજરાતમાં ઘાંચી-તેલી બોલીને બનાવ્યા અને ત્યારપછી ગુપચુપ બેકવર્ડમાં નાખી દીધા.

    વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષનો આ દાવો સદંતર ખોટો અને પાયાવિહોણો છે. વિગતવાર જોઈએ. 

    - Advertisement -

    નરેન્દ્ર મોદી મોઢ ઘાંચી સમાજમાંથી આવે છે, જેને ગુજરાત સરકારે OBCની યાદીમાં સમાવેશ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ અધિકારિક દસ્તાવેજો જોતાં કોંગ્રેસ નેતાનો આ દાવો ખોટો ઠરે છે. કારણ કે, દસ્તાવેજો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 1994માં જ મોઢ ઘાંચી સમાજને OBCની યાદીમાં સ્થાન આપી દીધું હતું. 

    વર્ષ 1994માં 25 જુલાઈના રોજ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે OBCની યાદીમાં કેટલીકે જાતિઓનો સમાવેશ કર્યો હતો, જેમાં મોઢ ઘાંચી જાતિનો પણ સમાવેશું કરવામાં આવ્યો હતું. સરકારના દસ્તાવેજોમાં આ આદેશ 25 જુલાઈ 1994ના રોજ SSP/1194/1411/A નંબર સાથે પસાર કરવામાં આવ્યો હોવાનું ઉલ્લેખિત છે. 

    નરેન્દ્ર મોદી વર્ષ 2001ના ઓક્ટોબરમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એટલે કે તેમણે ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું તેનાં 7 વર્ષ પહેલાં જ તેમના સમાજનો સમાવેશ OBCમાં કરી દેવાયો હતો. જેથી તેમણે સીએમ બન્યા બાદ આ કામ કર્યું તેવી દલીલોનો છેદ અહીં જ ઉડી જાય છે. 

    ઉલ્લેખનીય છે કે, મંડલ કમિશનના રિપોર્ટ બાદ વી.પી સિંહની સરકારે OBC માટે અનામતને મંજૂરી આપી હતી. તે પહેલાં માત્ર ST અને SCને જ અનામતના લાભો મળતા હતા. ત્યારબાદ રાજ્યોએ પણ OBC જાતિઓની ઓળખ કરી યાદી બનાવી હતી. વર્ષ 1994માં પીએમ મોદીની જાતિ (મોઢ ઘાંચી)ને પણ આ યાદીમાં સમાવવામાં આવી હતી. 

    જોકે, આ પહેલી વખત નથી જ્યારે વિપક્ષી નેતાઓએ આ પ્રકારના દાવા કર્યા હોય. આ પહેલાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડના નેતા લલન સિંઘ અને બહુજન સમાજ પાર્ટી સુપ્રિમો માયાવતી પણ આ જ પ્રકારના દાવા કરી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં