Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ21 વર્ષીય યુવકની તેના મિત્રો સલમાન, શાહવેજ, અલી અને ઇમરાને જ કરી...

    21 વર્ષીય યુવકની તેના મિત્રો સલમાન, શાહવેજ, અલી અને ઇમરાને જ કરી નાંખી હત્યા, લાશના ટુકડા કરીને નાળામાં ફેંકી દીધી: પોલીસે બ્લેકમેલિંગનો મામલો ગણાવ્યો

    મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ યશનો કોઈ પત્તો ન લાગતા પરિજનોએ બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને યશની લાશ એક નાળામાંથી મળી આવી હતી. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મેરઠમાં એક 21 વર્ષીય યુવાન યશ રસ્તોગીની અપહરણ બાદ હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. યુવક છ દિવસથી લાપતા હતો. પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જે બાદ તેના સમલૈંગિક મિત્રોએ તેનું અપહરણ કરીને હત્યા કરી નાંખી હોવાનું ખૂલ્યું હતું. આ મામલે આરોપીઓ સલમાન, શાહવેજ, અલીજાન અને ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, લૉનો અભ્યાસ કરતો યશ રસ્તોગી નામનો યુવાન 26 જૂનની સાંજે સ્કુટી લઈને ઘરેથી નીકળ્યો હતો પરંતુ પરત ફર્યો ન હતો. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ યશનો કોઈ પત્તો ન લાગતા પરિજનોએ બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને યશની લાશ એક નાળામાંથી મળી આવી હતી. 

    પોલીસે તપાસ દરમિયાન મોબાઈલનું લૉકેશન શોધતા યશનું અંતિમ લૉકેશન ફતેહઉલ્લાપૂર રોડ સ્થિત એક કારખાનામાં મળ્યું હતું. આ કારખાનું શાહવેજ નામના યુવકનું હતું. જે બાદ પોલીસે શાહવેજ ઉપરાંત ઇમરાન, અલી અને સલમાનને હિરાસતમાં લીધા હતા અને કડક પૂછપરછ કરી હતી. 

    - Advertisement -

    પોલીસની પૂછપરછમાં આરોપીઓ શાહવેજ અને અલીએ જણાવ્યું હતું કે તેમની અને યશ વચ્ચે સમલૈંગિક સબંધો હતા. તેમને ત્રણેયને આશંકા હતી કે યશે તેમનો કોઈ અશ્લીલ વિડીયો બનાવ્યો હશે. જેથી તેઓ યશનો મોબાઈલ ફોન ચેક કરવા માંગતા હતા અને તે માટે તેમણે યશનો મોબાઈલ ફોન માંગ્યો હતો, પરંતુ તેણે ફોન આપવાનો ઇનકાર કરી દેતા તેમની વચ્ચે ગાળાગાળી પણ થઇ હતી. જે બાદ તેની ઉપર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો અને ગળું દબાવીને હત્યા કરી નાંખવામાં આવી. 

    રિપોર્ટ અનુસાર આરોપીઓએ કબૂલ્યું હતું કે હત્યા પહેલાં તેમણે તેની સાથે કુકર્મ કર્યું હતું, બાદમાં ચાકુ વડે હુમલો કરીને મારી નાંખ્યો હતો અને પછી લાશના ટુકડા કરીને બાંધીને નાળામાં ફેંકી દીધા હતા. અલી અને શાહવેજે હત્યા કરી હતી જયારે સલમાને મૃતદેહને ઠેકાણે પાડવામાં તેમનો સાથ આપ્યો હતો. 

    મેરઠમાં યશ રસ્તોગીની હત્યા કરનારા આરોપીઓને પકડી લઈને પોલીસે આઈપીસીની કલમ 364 (હત્યાના ઇરાદેથી અપહરણ કરવું) હેઠળ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    મેરઠ પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, “યશ રસ્તોગી સ્કૂટી લઈને ચાલ્યો ગયો હતો. જે બાદ તે ગાયબ થવાની જાણકારી મળતા મેડિકલ થાણા પોલીસે કેસ દાખલ કર્યો હતો. સીસીટીવી અને સર્વેલન્સની મદદથી ત્રણ ધરપકડ કરવામાં આવી છે.” પોલીસે દાવો કર્યો કે આ હત્યા લેવડદેવડ અને બ્લેકમેલના કારણે કરવામાં આવી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં