Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણયોગી સરકારના બાંકે બિહારી કોરિડોરને હાઈકોર્ટની લીલી ઝંડી, અતિક્રમણો થશે દૂર: કોર્ટે...

    યોગી સરકારના બાંકે બિહારી કોરિડોરને હાઈકોર્ટની લીલી ઝંડી, અતિક્રમણો થશે દૂર: કોર્ટે ધાર્મિક અને તીર્થસ્થાનોને દેશની ધરોહર ગણાવ્યા

    ચુકાદા દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે કોઈના વાંધાને કારણે માનવ જીવન પ્રભાવિત થઈ શકે નહીં. હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરિડોરના નિર્માણમાં ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવાની પણ સલાહ આપી છે.

    - Advertisement -

    અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના બાંકે બિહારી કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠળ બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બાંધવાનો પ્રસ્તાવ છે. હવે આ મામલે હાઈકોર્ટના આદેશ બાદ આ કોરિડોરના માર્ગમાં આવતા અતિક્રમણને દૂર કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

    પોતાના આદેશમાં હાઈકોર્ટે સરકારને એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થવા દરમિયાન કોઈ મુલાકાતીને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશ સરકારનો બાંકે બિહારી કોરિડોર પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર જેવો હશે. આ કામ માટે જે ખર્ચ થશે તે સરકારે ભોગવવો પડશે. અનંત શર્મા, મધુમંગલ દાસ અને અન્ય કેટલાક પૂજારીઓએ આ કોરિડોરને બિનજરૂરી ગણાવીને હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. અરજદારોએ એવી પણ માગણી કરી હતી કે પ્રસાદ અને દાનના પૈસા કોરિડોરમાં રોકવામાં ન આવે. આ અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પણ પાઠવી હતી.

    - Advertisement -

    આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ડિવિઝન બેંચમાં થઈ હતી. સરકારે હાઈકોર્ટને કહ્યું હતું કે શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ કોરિડોર જરૂરી છે.

    ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2023ના રોજ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પોતાના આદેશમાં, હાઈકોર્ટે યુપી સરકારને એ વાતનું ધ્યાન રાખવા પણ કહ્યું છે કે પ્રોજેક્ટ પૂર્ણ થવા દરમિયાન મુલાકાતીઓને અસુવિધા ન થાય. આ કેસની આગામી સુનાવણી 31 જાન્યુઆરી 2024ના રોજ થશે.

    પોતાની ટિપ્પણીમાં, કોર્ટે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે મંદિરો અને તીર્થસ્થળોનું યોગ્ય સંચાલન જાહેર ચિંતાનો વિષય છે. કોર્ટે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને દેશની ધરોહર ગણાવ્યા છે, જે મુલાકાત લીધા પછી લોકોમાં સારી લાગણી પેદા કરે છે. ચુકાદા દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે કોઈના વાંધાને કારણે માનવ જીવન પ્રભાવિત થઈ શકે નહીં. હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરિડોરના નિર્માણમાં ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવાની પણ સલાહ આપી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં