ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. ભારત પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના ક્લબમાં સામેલ થયું છે. ભારતે 18 નવેમ્બર 2023ના રોજ 4 ટ્રિલિયન ડોલર (₹4 લાખ કરોડ)નો આંકડો પાર કર્યો છે અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ની દ્રષ્ટિએ વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવ્યું છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટાના આધારે વિશ્વના તમામ દેશોની GDP લાઈવ ટ્રેકિંગના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ભારતીય સમય અનુસાર, રવિવારે (19 નવેમ્બર 2023) આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ. નેટિઝન્સ હાલ સોશિયલ મીડિયા પર એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે.
India’s GDP crosses 4 trillion dollars today for the first time.
— Satnam Singh Sandhu (@satnamsandhuchd) November 19, 2023
Moving towards Modi ji's promise of 5 trillion economy by 2024.
Massive Achievement !! 🔥 pic.twitter.com/sZEEVDdBTj
RBIએ 16 નવેમ્બરે જણાવ્યું હતું કે, આર્થિક પૂર્વાનુમાનોના આધાર પર વ્યાપક સહમતી છે કે બીજા ક્વાટરમાં વાસ્તવિક GDPની વૃદ્ધિ RBIના 6.5 ટકાના અનુમાન કરતાં વધુ સારી રહેશે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનાઓમાં ભારતની અર્થવ્યવસ્થા 7.8 ટકાના દરે વધી છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં સ્થાનિક અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દાસે 31 ઓક્ટોબરે કહ્યું હતું કે, “આર્થિક પ્રવૃતિની ગતિને જોતાં, મને આશા છે કે નવેમ્બરના અંતમાં આવનારા બીજા ક્વાર્ટરના GDP આંકડા આશ્ચર્યચકિત કરશે.” આ ઉપરાંત લેખમાં પણ કહ્યું છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામો સૂચવે છે કે વાસ્તવિક GDP વૃદ્ધિ 6.5% કરતાં વધુ હશે.
વિશ્વની અગ્રણી રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે 16 નવેમ્બર 2023ના રોજ જણાવ્યું હતું કે ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ મધ્યમ ગાળામાં મજબૂત રહેવી જોઈએ. નાણાકીય વર્ષ 2024-2026માં GDP વાર્ષિક ધોરણે 6-7.1 ટકા વધશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓની ભારતીય અર્થવ્યવસ્થા પર ઓછી અસર પડશે.
‘ગ્લોબલ બેંક્સ કન્ટ્રી-બાય-કંટ્રી આઉટલુક 2024’ શીર્ષક હેઠળના અહેવાલમાં S&Pએ જણાવ્યું કે, હેલ્ધી કોર્પોરેટ બેલેન્સ સહિત, ટાઈટર અન્ડરરાઇટિંગ સ્ટાન્ડર્ડ્સ અને ઇમ્પ્રૂવ્ડ રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસના કારણે બેન્કિંગ ક્ષેત્રમાં વીક લૉન્સ 31 માર્ચ, 2025 સુધીમાં ગ્રેસ એડવાન્સના 3થી 3.5 ટકા સુધી ઘટી જશે.
નોંધનીય છે કે ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ મજબૂત આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારત 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા અંગેના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ઓગસ્ટમાં કહ્યું હતું કે સરકારના રોડમેપમાં સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવું, ફિનટેક, ટેક્નોલોજી-સક્ષમ વિકાસ, ઊર્જા પરિવર્તન, આબોહવા, રોકાણ અને વિકાસનાં પગલાં સામેલ છે.
વિશ્વમાં 200થી વધુ દેશો છે. તેમાંથી માત્ર 19 દેશોની GDP એક ટ્રિલિયન ડોલરથી વધુ છે. 1969માં 1 ટ્રિલિયન ડોલર ક્લબમાં પ્રવેશનાર અમેરિકા પહેલો દેશ હતો. વર્ષ 2007માં ભારત 1 ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થયું. આજે દેશની GDP 4 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
તાજેતરમાં અમેરિકા વિશ્વમાં સૌથી વધુ GDP ધરાવતો દેશ છે. તે પછી બીજા સ્થાને ચીન અને ત્રીજા સ્થાને જાપાન છે. જ્યારે જર્મની ચોથા સ્થાને છે અને ભારત પાંચમા સ્થાને છે. અમેરિકાની કુલ GDP 26.95 ટ્રિલિયન ડોલર છે, જ્યારે ચીનની કુલ GDP 17.7 અબજ ડોલર છે. જર્મનીનું અર્થતંત્ર 4.4 ટ્રિલિયન અને ભારતનું અર્થતંત્ર 4.001 ટ્રિલિયન અમેરિકી ડોલર છે.