Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરી અફવા ફેલાવી,...

    યુપી: પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરી અફવા ફેલાવી, આરોપી રેહાનની ધરપકડ

    બદાયૂંના સહસવાન પોલીસ મથક વિસ્તારના નદાયલ ગામમાં રહેતા 30 વર્ષીય રેહાને ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બદાયૂંમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરીને અભદ્ર ટિપ્પણી કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ રેહાન તરીકે થઇ છે અને ઉંમર 30 વર્ષની હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    બદાયૂંના સહસવાન પોલીસ મથક વિસ્તારના નદાયલ ગામમાં રહેતા 30 વર્ષીય રેહાને ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જે મામલે શુક્રવારે પોલીસ મથકના સબ-ઇન્સ્પેક્ટર રાજેશ કુમારે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જે બાદ તેની વિરુદ્ધ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. 

    યુવકે વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણી કરતા અફવા પણ ફેલાવી હતી. આરોપી રેહાન વિરુદ્ધ આઇટી એક્ટની કલમ 67 હેઠળ પોલીસે એફઆઈઆર દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ મથક ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 

    - Advertisement -

    હૈદરાબાદમાંથી પીએમ મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથની હત્યાની ધમકી આપનાર પકડાયો હતો

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત બુધવારે (29 જૂન 2022) હૈદરાબાદમાંથી પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપી સીએમ યોગી આદિત્યનાથની હત્યાની ધમકી આપનાર AIMIM પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની ઓળખ અબ્દુલ મજીદ અત્તર તરીકે કરવામાં આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો રાષ્ટ્રીય સંયોજક છે.

    રિપોર્ટ અનુસાર, અબ્દુલે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે કરેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે RSS તેમજ ભાજપના નેતાઓ નૂપુરે કરેલી ટિપ્પણીને લઈને માફી માંગે અથવા મરવા માટે તૈયાર રહે. આ પોસ્ટમાં પીએમ મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથનું પોસ્ટર પણ મૂકવામાં આવ્યું હતું.

    આ ભડકાઉ અને વિવાદાસ્પદ પોસ્ટ સામે આવ્યા બાદ હૈદરાબાદ પોલીસે અબ્દુલ મજીદ અત્તરની ધરપકડ કરી લીધી હતી અને તેની વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને શાંતિ ડહોળવાના આરોપસર ભારતીય દંડ સંહિતાની ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    પોલીસે જણાવ્યું હતું કે, ઉદયપુરમાં હિંદુ વ્યક્તિની હત્યા બાદ હૈદરાબાદ પોલીસ સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહી છે અને પોસ્ટ પણ ધ્યાને લેવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં