Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'દિલ્હીવાળા ન બનો, મુંબઈકર જ રહો': દિવાળીના ફટાકડા પર બૉમ્બે હાઈકોર્ટની કાતર;...

    ‘દિલ્હીવાળા ન બનો, મુંબઈકર જ રહો’: દિવાળીના ફટાકડા પર બૉમ્બે હાઈકોર્ટની કાતર; પહેલાં 3 કલાકની આપી પરવાનગી, હવે સમય ઘટાડી દેવાયો

    હાઈકોર્ટે કહ્યું છે કે, કે દિવાળીના દિવસે માત્ર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. અગાઉ કોર્ટે 7 થી 10 વાગ્યા સુધી 3 કલાકની પરવાનગી આપી હતી, પરંતુ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કોર્ટે નવી સમય મર્યાદા નક્કી કરી છે.

    - Advertisement -

    “દિલ્હીવાળા ના બનો, મુંબઈકર જ રહો…”- બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે દિવાળી પહેલાં શુક્રવારે (10 નવેમ્બર, 2023) પ્રદૂષણ અંગેની સુનાવણી દરમિયાન આ મોટી ટિપ્પણી કરી છે. દિવાળી પર વધતા પ્રદૂષણનું કારણ ફટાકડા હોવાનું ખુદ બોમ્બે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે. જોકે, કોર્ટે પોતાના આદેશમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ તેની સમય મર્યાદા ઘટાડી દીધી છે. આ આદેશ મુજબ હવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં દિવાળી પર માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.

    હાઈકોર્ટે કહ્યું છે કે, કે દિવાળીના દિવસે માત્ર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. અગાઉ કોર્ટે 7 થી 10 વાગ્યા સુધી 3 કલાકની પરવાનગી આપી હતી, પરંતુ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કોર્ટે નવી સમય મર્યાદા નક્કી કરી છે. આ ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે એક કમિટી બનાવવાનો પણ આદેશ આપ્યો છે, જેમાં IITના લોકોને પણ સામેલ કરવામાં આવશે. આ ટીમ વાયુ પ્રદૂષણ પર નજર રાખશે અને આગામી દિવસોમાં રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરશે.

    “દિલ્હીવાળા ના બનો , મુંબઈકર જ રહો”

    બોમ્બે હાઇકોર્ટે દિવાળી પર પ્રદૂષણનું પોતે સંજ્ઞાન લેતા કહ્યું હતું કે તે 6 નવેમ્બર, 2023ના તેમના આદેશમાં સુધારો કરી રહી છે. નવા આદેશ મુજબ હવે ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે મહાનગરમાં એવા કેટલાક વિસ્તારો છે જ્યાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ખરાબ રહે છે. આપણે કટોકટીની ગંભીર પરિસ્થિતિમાં છીએ. ઘણા પ્રયત્નો સતત કરવામાં આવ્યા છે પરંતુ કદાચ કંઈક વધુ કરવાની જરૂર છે.

    - Advertisement -

    કોર્ટે કહ્યું કે, 6 નવેમ્બરના આદેશના અન્ય તમામ નિર્દેશ 19 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે, ફટકડા ફોડવામાં આવેલો ઘટાડો ઠીક છે પરંતુ આપણે મુંબઈકર (મુંબઈવાસી) જ બન્યું રહેવાનું છે. દિલ્હીની રાહ પર ચાલવાનું નથી. પ્રદૂષણ પર નજર રાખવા માટે કાયદાકીય વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. કોર્ટે એવું પણ કહ્યું કે, કોર્ટ આ વિષયની નિષ્ણાંત નથી, આ વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસની જરૂર છે. આ સમસ્યા દરવર્ષે આવે છે.

    બોમ્બે હાઈકોર્ટે જારી કર્યા નિર્દેશ

    નોંધનીય છે કે દિવાળી પર માત્ર ફટાકડા ફોડવા પર જ પ્રતિબંધ નથી પરંતુ બોમ્બે હાઈકોર્ટે વાયુ પ્રદૂષણને રોકવા માટે અનેક સૂચનાઓ પણ જારી કરી છે. નિર્માણકાર્ય દરમિયાન કન્ટ્રક્શન મટિરિયલના વાહનોને ઢાંકવા અનિવાર્ય રહેશે. મહારાષ્ટ્રના 10 શહેરોના પ્રદૂષણ રિપોર્ટ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સબમિટ કરવાના રહેશે. જેના માટે એક કમિટી બનાવવાની રહેશે, જેમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટી એક સાપ્તાહિક રિપોર્ટ તૈયાર કરશે, જે બૃહન્મુંબઈ નગરપાલિકાના દૈનિક રિપોર્ટ પર આધારિત હશે, જે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં