Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ‘ટોંટીચોર’વાળા સવાલ પર ભડકી ઉઠ્યા અખિલેશ યાદવ, પત્રકારને ગણાવી દીધો ‘ભાજપનો એજન્ટ’:...

    ‘ટોંટીચોર’વાળા સવાલ પર ભડકી ઉઠ્યા અખિલેશ યાદવ, પત્રકારને ગણાવી દીધો ‘ભાજપનો એજન્ટ’: નામ નૂર કાઝી નીકળ્યું તો કહ્યું- મુસ્લિમ હો આપ…

    પત્રકાર પોતને નૂર કાઝી તરીકે ઓળખાવે છે. જે સાંભળીને અખિલેશ ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ શરૂ કરી દે છે અને ‘મુસ્લિમ છો તમે’ કહીને ઉમેરે છે કે, “આવી ભાષા હશે મુસ્લિમની?”

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પત્રકારો સાથે વાતચીત કરતા જોવા મળે છે. દરમ્યાન, એક પત્રકારના પ્રશ્નમાં ‘ટોંટીચોર’ સાંભળતાં જ ભડકી ઉઠ્યા હતા અને પત્રકારને ભાજપનો એજન્ટ ઘોષિત કરી દીધો હતો. 

    વાસ્તવમાં અખિલેશ યાદવ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. અહીં એક સભા પહેલાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક પત્રકારે તેમને પ્રશ્ન કરતાં કહ્યું કે, “યોગી આદિત્યનાથ અજયગઢ આવ્યા હતા અને તેમણે તમારી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે અખિલેશ યાદવ ‘ટોંટીચોર’ છે.” આટલું સાંભળતાં જ અખિલેશ ભડકી ઉઠ્યા. 

    સપા અધ્યક્ષે પત્રકારને કહ્યું, “આવું ન બોલ ચશ્માવાળા પત્રકાર, ગંદા પત્રકાર….તું ભાજપનો એજન્ટ છે બેટા, ભાજપનો એજન્ટ ન હોત તો આટલા મોંઘા રેબનના નકલી ચશ્મા ન લગાવ્યા હોત.” આટલું કહીને તેઓ પાછળ ફર્યા અને કોઈક તરફ ઈશારો કરીને કહ્યું કે, “આનો ફોટો લઇ લો.” ત્યારબાદ તેઓ પત્રકારનું નામ પૂછે છે, પણ જેવો તે જવાબ આપે છે કે વાર્તામાં વળાંક આવે છે. 

    - Advertisement -

    પત્રકાર પોતને નૂર કાઝી તરીકે ઓળખાવે છે. જે સાંભળીને અખિલેશ ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ શરૂ કરી દે છે અને ‘મુસ્લિમ છો તમે’ કહીને ઉમેરે છે કે, “આવી ભાષા હશે મુસ્લિમની?” ત્યારબાદ તેઓ આગળ કહે છે કે, “આ પ્રકારના લોકો પત્રકારત્વ કરશે…વેચાયેલા લોકો છે. આવા વેચાયેલા લોકોને ન બોલાવો.” ત્યારબાદ આગળ કહે છે કે, “મને ખબર નથી કે આ પત્રકાર છે કે નહીં, માની લઈએ કે તે પત્રકાર છે તો આ જ લડાઈ છે સામંતવાદ અને મનુવાદની.” પછી એમ પણ કહ્યું કે, તેમણે આવાસ ખાલી કર્યું ત્યારે ભાજપે ગંગાજળથી ધોવડાવ્યું હતું. 

    પછીથી સમાજવાદી પાર્ટીએ એક ફોટો પોસ્ટ કરીને પત્રકાર પર સવાલ ઉઠાવ્યા અને તેને ‘સંદિગ્ધ વ્યક્તિ’ ગણાવી દીધો. સપાના હેન્ડલ પરથી ફોટો પોસ્ટ કરીને લખવામાં આવ્યું કે, અખિલેશની સભામાં પત્રકારના વેશમાં સંદિગ્ધ વ્યક્તિ ઘૂસી ગયો હતો અને મધ્ય પ્રદેશ પોલીસ તપાસ કરાવીને જણાવે કે આ ‘ગુનેગાર’ પ્રેસ વાર્તામાં કેવી રીતે આવ્યો? 

    અખિલેશ યાદવ સાથે આ ‘ટોંટી ચોર’ શબ્દ વર્ષ 2018માં જોડાઈ ગયો હતો. ત્યારથી સોશિયલ મીડિયામાં તે ખૂબ વપરાય છે. તેમણે જ્યારે સરકારી આવાસ ખાલી કર્યું હતું ત્યારબાદ સરકારી અધિકારીઓએ ઈન્સ્પેક્શન કરતાં ધ્યાને આવ્યું હતું કે બંગલામાંથી મોંઘી ટાઇલ્સ, એસી, નળ વગેરે ગાયબ હતાં. (હિન્દી શબ્દ ‘ટોંટી’નો ગુજરાતી અર્થ નળ થાય છે)

    અખિલેશ યાદવ પર પછીથી આ નળ ચોરી કરવાના આરોપ લગાવવામાં આવ્યા અને ‘ટોંટીચોર’ શબ્દ ચર્ચામાં આવ્યો. જોકે, તેઓ આ આરોપો નકારતા રહ્યા છે પરંતુ આ ‘ઉપનામ’ તેમનો પીછો છોડી રહ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં