Friday, November 22, 2024
More
    હોમપેજદેશIIT-BHUની વિદ્યાર્થિની સાથે છેડતી નહીં, ગેંગરેપ થયો હોવાનો ઘટસ્ફોટ: કોર્ટમાં નિવેદન નોંધાવ્યા...

    IIT-BHUની વિદ્યાર્થિની સાથે છેડતી નહીં, ગેંગરેપ થયો હોવાનો ઘટસ્ફોટ: કોર્ટમાં નિવેદન નોંધાવ્યા બાદ FIRમાં નવી કલમ ઉમેરાઈ

    આ પહેલાં 2 નવેમ્બરના રોજ નોંધવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 354-B અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. પોલીસ શોધખોળ કરી રહી છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત IIT-BHUની એક વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં છેડતી થવાની ઘટનાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો અને 3 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે આ મામલે પીડિતાએ મૅજિસ્ટ્રેટ સામે પોતાની સાથે ગેંગરેપ થયો હોવાનો ઘટસ્ફોટ કરતાં FIRમાં 2 નવી કલમ ઉમેરવામાં આવી છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાએ પહેલાં તપાસ અધિકારી અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ સામે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની સાથે ઘટનાની રાત્રે ન માત્ર છેડતી પણ ગેંગરેપની ઘટના પણ બની હતી. ત્યારબાદ કોર્ટના આદેશથી પોલીસે FIRમાં IPCની કલમ 376(D) (ગેંગરેપ) અને 509 (મહિલાની ગરિમાનું અપમાન) ઉમેરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2 નવેમ્બરના રોજ નોંધવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 354-B અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. પોલીસ શોધખોળ કરી રહી છે. 

    - Advertisement -

    શું છે કેસ?

    આ ઘટના બુધવારે (1 નવેમ્બર) રાત્રે બની હતી. IITની એક વિદ્યાર્થીની પરિસરમાં વૉક પર નીકળી હતી. રસ્તામાં તેનો એક મિત્ર મળી ગયો. બંને ચાલતાં જતાં હતાં ત્યારે વચ્ચે બાઈક પર આવેલા 3 યુવકોએ તેમને રોક્યાં હતાં.

    FIRમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, હું મારી હોસ્ટેલ ન્યૂ-ગર્લ્સ IIT BHU કેમ્પસથી નીકળી હતી. જેવી ગાંધી સ્મૃતિ છાત્રાવાસ ચોક પર પહોંચી, ત્યાં મારો મિત્ર મળ્યો. અમે બંને સાથે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કર્મન બાબા મંદિરથી લગભગ 300-400 મીટર પર એક બાઇક આવી જેની ઉપર 3 લોકો બેઠા હતા. તેમણે પોતાની બાઇક ત્યાં જ ઊભી રાખીને મને અને મારા મિત્રને અલગ કરી દીધા અને પછી મારું મોં દબાવી દીધું.”

    તેણે આગળ જણાવ્યું કે, “તેઓ મને ખૂણામાં લઇ ગયા અને પહેલાં કિસ કરી અને પછી મારાં કપડાં ઉતારીને વીડિયો અને ફોટો લીધા. બચાવ માટે મેં બૂમાબૂમ કરી તો મને મારવાની ધમકી આપવામાં આવી અને મારો મોબાઈલ નંબર પણ લીધો અને 10-15 મિનીટ સુધી બંધક બનાવીને રાખી. પછી આપત્તિજનક સ્થિતિમાં છોડી ગયા.”

    જાણવા મળ્યા મુજબ, આરોપીઓ યુવતીનો મોબાઈલ પણ સાથે લઇ ગયા હતા અને જતાં-જતાં મારી નાખવાની ધમકી પણ આપી ગયા હતા. પછીથી વિદ્યાર્થીની નજીકના એક પ્રોફેસરના ઘરે મદદ માટે પહોંચી હતી. જેમણે તેને સુરક્ષાકર્મીઓ પાસે પહોંચાડી. જ્યાંથી તે લંકા પોલીસ મથકે ગઈ હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં