રાહુલ ગાંધીનું હિંદુ દેવી-દેવતાઓના ફોટાથી ‘વેર’ યથાવત દેખાઈ રહ્યું છે. ઓડિશાનું પવિત્ર શહેર પુરી ભગવાન જગન્નાથના પ્રસિદ્ધ રથયાત્રા ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ વખતે પુરી જગન્નાથ યાત્રા આજ (1 જુલાઈ 2022)થી શરૂ થઈ રહી છે. ધાર્મિક વિધિઓ પછી, ગુરુવારે (30 જૂન 2022) ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને ખેંચીને મંદિરના સિંહ દરવાજાની સામે મૂકવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથનો રથ ખેંચીને પુણ્ય કમાવા ઈચ્છતા લાખો ભક્તો પુરીધામ પહોંચ્યા છે. રથયાત્રાનું સમાપન 12 જુલાઈએ થશે. આ પવિત્ર તહેવારની સુભેચ્છા પાઠવતી વખતે પણ ફરી રાહુલ ગાંધીનું હિંદુ દેવી-દેવતાઓના ફોટાથી કિનારો કરતા જોવા મળ્યા હતા.
सभी देशवासियों को महाप्रभु श्री जगन्नाथ रथयात्रा के पावन अवसर पर हार्दिक शुभकामनाएं।
— Rahul Gandhi (@RahulGandhi) July 1, 2022
मैं कामना करता हूं कि श्रद्धा और आस्था से भरी ये यात्रा आप सबके जीवन में सुख, समृद्धि, शांति और बेहतर स्वास्थ्य लाए। #RathYatra pic.twitter.com/BqYt5K3xBu
ખાસ કરીને રાહુલ ગાંધીની વાત કરીએ તો તમામ લોકોની જેમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે. જોકે, રાહુલ ગાંધીના અભિવાદનમાંથી ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા ગાયબ હતા. અભિનંદન આપતાં તેમણે લખ્યું કે, “મહાપ્રભુ શ્રી જગન્નાથ રથયાત્રાના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે આદર અને શ્રદ્ધાથી ભરેલી આ યાત્રા તમારા બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લાવે.”
No Idols and figurine representation of Bhagwaan Jagannath and others. Consistent with all his previous posts on Hindu festival. His hate for Idol worship is pretty evident.
— Chainpuriya । चैनपुरिया । ଧୈନପୁ୍ରିୟା (@AamDuniya) July 1, 2022
રાહુલ ગાંધીએ તેમની શુભકામનાઓ આપી હતી, પરંતુ તેમની અંદરનો હિંદુ દ્વેષ ફરી એક વાર પ્રતિબિંબિત થયો હતો. તેમના દ્વારા કરાયેલા ટ્વીટ પર નજર કરશો તો ખબર પડશે કે તેમાં કોઈ ભગવાનની તસવીર કે પ્રતિકૃતિ નથી. જો કે, મૂર્તિપૂજા પ્રત્યેનો તેમનો તિરસ્કાર શરૂઆતથી જ સ્પષ્ટ રહ્યો છે.
આવું પહેલીવાર નથી થયું, કે પછી રાહુલ ગાંધીએ અજાણતાં આવું કર્યું હોય તેવું પણ નથી. જ્યારે પણ રાહુલ ગાંધી હિન્દુ તહેવારોની શુભેચ્છા પાઠવે છે ત્યારે તેમની સાથે જોડાયેલા હિન્દુ દેવી-દેવતાઓની તસવીર ગાયબ થઈ જાય છે. લોકો સોશિયલ મીડિયા ઉપર તેમના પર આ આરોપો લગાવતા રહે છે. ગયા વર્ષે પણ જગન્નાથ યાત્રાની શુભેચ્છા પાઠવતા તેમણે ભગવાનની તસવીર લગાવી ન હતી.
આ ઉપરાંત તેમણે ગણેશ ચતુર્થીની પણ લોકોને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ ભગવાન ગણેશની તસવીર લગાવવાનું ટાળ્યું હતું. એ જ રીતે, ગયા વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતી વખતે, તેમણે મોર પીંછ થી કામ ચલાવ્યું હતું. મહાશિવરાત્રિ પર પણ તેમણે ભગવાન શિવની તસવીર નથી લગાવી.
આટલું જ નહીં તેમણે ગયા વર્ષે વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભકામનાઓ આપી હતી, પરંતુ ફોટો ખેડૂતનો લગાવ્યો હતો. સરસ્વતી પૂજાના બહાને રાહુલ ગાંધીએ રાજકીય રમત રમવાની કોશિશ કરી હતી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેમને પકડી પડયા હતા.
રાહુલ ગાંધી આટલેથી અટક્યા ન હતા. પણ સરસ્વતી પૂજાની શુભેચ્છા આપ્યાના બે કલાકની અંદર, તેમણે સરસ્વતી પૂજાને હિજાબ સાથે જોડીને ટ્વીટ કર્યું હતું, “છોકરીઓના શિક્ષણ વચ્ચે હિજાબને લાવવો એ ભારતની દીકરીઓનું ભવિષ્ય બરબાદ કરવા જેવું છે. મા સરસ્વતી દરેકને જ્ઞાન આપે છે, કોઈની સાથે ભેદભાવ રાખતા નથી.
નોંધનીય બાબત એ છે કે રાહુલ ગાંધીનું આ ટ્વિટ કર્ણાટકમાં હિજાબ વિવાદના સંદર્ભમાં હતું, જ્યાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સ્કૂલ યુનિફોર્મ પહેરવાના નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરી રહી હતી. તે બિનસાંપ્રદાયિક શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાનો આગ્રહ કરી રહી હતી. જે બાદ શૈક્ષણિક સંસ્થાઓએ હાલના નિયમોનું પાલન ન કરવાને કારણે તેમને પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે પણ શાળા-કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે હિજાબ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી. જો કે, રાહુલ ગાંધીએ હિંદુઓને શુભેચ્છા પાઠવવામાં હિજાબ વિવાદને તાણીને રાજનીતિ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.