અર્જુન કપૂરની ફિલ્મ ‘The Lady Killer’ બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે જ ફ્લોપ ઘોષિત થઈ ગઈ છે. શુક્રવારે (3 નવેમ્બર, 2023) રિલીઝ થયેલી ‘ધ લેડી કિલર’ વિશે જણાવાયું છે કે પહેલા દિવસે આ ફિલ્મની 300 ટિકિટ પણ નથી વેચાઈ, ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની તો વાત જ છોડી દો. તેના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રીની આસપાસ ફરશે.
સાથે જ ચર્ચાઓને વેગ આપવા માટે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર વચ્ચે બોલ્ડ સીન્સ પણ બતાવવામાં આવ્યા હતા. સ્થિતિ એ હતી કે ફિલ્મના અભિનેતા-અભિનેત્રીએ પોતે જ તેમના સોશિયલ મીડિયા હેન્ડલો પરથી ફિલ્મના ટ્રેલરને શેર નહોતું કર્યું. તેનું પ્રમોશન પણ કરવામાં આવ્યું નહોતું અને સોશિયલ મીડિયા પર તે ફિલ્મને રીલીઝ કરી દેવામાં આવી હતી. પહેલા દિવસે આ ફિલ્મની માત્રને માત્ર 293 ટિકિટ જ વેચાઈ. જો કલેક્શન વિશે વાત કરીએ તો, તે લગભગ 38,000 રૂપિયા હતું, જે બૉલીવુડ સ્ટાર્સના હિસાબે ખૂબ જ ઓછું છે. આ બધી બાબતોને કહી શકાય છે કે અર્જુન કપૂરની આ ફિલ્મ સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ ચૂકી છે.
#TheLadyKiller Box Office Estimate Day 1: Only 500 people ACROSS INDIA watch #ArjunKapoor–#BhumiPednekar starrer; film collects a measly Rs. 32,000 on Friday #BoxOffice @arjunk26 @bhumipednekar https://t.co/kDmX180Hl2
— BollyHungama (@Bollyhungama) November 3, 2023
‘બોલીવુડ હંગામા’ના ડેટા અનુસાર, આ ફિલ્મને પહેલા દિવસે માત્ર 500 લોકો જોવા આવ્યા હતા અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 30-35,000 રૂપિયા હતું. તેનું ટ્રેલર ફિલ્મ રિલીઝના 5 દિવસ પહેલાં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ બજેટથી વધુ ચાલી રહી હતી, તેથી જ તેને ઉતાવળમાં બનાવવામાં આવી અને જેમતેમ કરીને રિલીઝ કરવામાં આવી. ‘ધ લેડી કિલર’ને રિલીઝ માટે સ્ક્રીન પણ મળી ન હતી, એટલે કે તેની રિલીઝ માત્ર એક ઔપચારિકતા હતી.
નોંધનીય છે કે અર્જુન કપૂર ભૂતકાળમાં દર્શકોને જ ધમકાવી ચૂક્યા છે. આમિર ખાનની ‘લાલ સિંઘ ચઢ્ઢા’ની નિષ્ફળતા બાદ તેમણે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે અમે બોયકોટ વિશે ચૂપ રહીને ભૂલ કરી છે અને તે અમારી શાલીનતા હતી પરંતુ લોકોએ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે અમે એ વિચારીને ભૂલ કરી છે કે અમારું કામ બોલશે. તમે જાણો છો કે તમારે હંમેશા તમારા હાથ ગંદા કરવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે કે અમે તેને ઘણું સહન કર્યું અને હવે લોકોએ તેને આદત બનાવી દીધી છે.”