ઉત્તર પ્રદેશની યોગી સરકારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પાસેથી જૌહર યુનિવર્સિટીની જમીન પરત લેવાનો નિર્ણય કર્યો છે. સરકારે આઝમ ખાન પર લીઝની શરતોનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. મંગળવારે (31 ઓક્ટોબર 2023) કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ જમીન ગ્રામ્ય સમાજને ખૂબ જ ઓછા ખર્ચે ઉદ્યોગો સ્થાપવા માટે આપવાની તૈયારી ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ નિર્ણયની ટીકા કરી છે.
રામપુરના BJP ધારાસભ્ય આકાશ સક્સેનાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલો વર્ષ 1990નો છે. તે સમયે રામપુરમાં BSA ઓફિસ પાસે 4,000 બાળકો સાથેની એક રાજકીય મુર્તઝા સ્કૂલ હતી. આઝમ ખાને નિયમોની વિરુદ્ધ જઈને શાળા ખાલી કરાવી અને તેની તમામ જમીન જૌહર ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. સપાએ ફરીથી સરકાર બનાવ્યા પછી, આઝમે આ જમીનની લીઝ તેમની અંગત રામપુર પબ્લિક સ્કૂલના નામે ટ્રાન્સફર કરાવી દીધી હતી.
#UPCabinetMeeting
— Akash Saxena, MLA, Rampur (@AkashSaxenaBJP) October 31, 2023
योगी सरकार ने जौहर ट्रस्ट से वापस ली जमीन,
कैबिनेट ने फैसले पर भी लगाई मुहर..
शिक्षा विभाग की 41181 वर्गफुट जमीन जौहर ट्रस्ट को 100 रुपए सालाना किराये पर नियमों का उल्लंघन करते हुए 30 साल के लिये लीज पर दी गयी थी।#BreakingNews #bjp #akashsaxena… pic.twitter.com/6o2XNMM6iK
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે તેને હેરાફેરી ગણાવી છે . BJP ધારાસભ્ય આકાશ સક્સેનાએ સવાલ કર્યો હતો કે આઝમ ખાનને માત્ર 100 રૂપિયાની વાર્ષિક લીઝ પર 100 કરોડ રૂપિયાની જમીન કેવી રીતે આપવામાં આવી? આ સાથે તેમણે આ પગલું અગાઉની સરકાર દ્વારા તમામ નિયમોની અવગણના કરીને 4,000 બાળકોના ભવિષ્યને બગાડનારું ગણાવ્યું છે. માધ્યમિક શિક્ષણ વિભાગે હવે જૌહર ટ્રસ્ટ પાસેથી જમીન અને ભવન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ જમીન ગ્રામ્ય સમાજને સોંપતા હવે અહી ઉદ્યોગ-ધંધા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. યોગી કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણયને જેલમાં બંધ આઝમ ખાન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આકાશ સક્સેનાએ ખાતરી આપી છે કે કોઈપણ બાળકના શિક્ષણ કે કારકિર્દી પર પ્રતિકૂળ અસર નહીં થાય. સક્સેનાની ફરિયાદના આધારે જ આ કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે બીજી તરફ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે UP સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. તેમણે યોગી સરકાર પર આરોપ લગાવ્યો છે કે આઝમ ખાન મુસ્લિમ હોવાને કારણે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે આવા પગલાને ખોટી પરંપરા પણ ગણાવી હતી. અખિલેશે પોતાના સંબંધોમાં આઝમ ખાનના નામ સાથે સાહેબ અને આદરણીય જેવા શબ્દો પણ ઉમેર્યા હતા.