Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં એક જ પરિવારના 7 સભ્યોની આત્મહત્યા, 3 બાળકો પણ સામેલ: પોલીસ...

    સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોની આત્મહત્યા, 3 બાળકો પણ સામેલ: પોલીસ તપાસ શરૂ, સ્યુસાઇડ નોટ મળી

    પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને બાળકીનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગને ઘટના વિશેની જાણ થતાં તરત તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડયા હતા.

    - Advertisement -

    સુરત શહેરમાં આવેલા પાલનપુર પાટિયા પાસેથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 7 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આ અંગેની તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે જાણવા મળી રહ્યું છે કે પિતાએ જ ઘરના તમામ લોકોને ઝેરી દવા પીવડાવી પોતે પણ ગળાફાંસો ખાધો છે. પોલીસ તપાસમાં સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે (28 ઓક્ટોબરે) વહેલી સવારે બનવા પામી હતી. જેમાં સુરત શહેરના પાલનપુર પાટિયા પાસે નુતન રો-હાઉસની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને બાળકીનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગને ઘટના વિશેની જાણ થતાં તરત તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસે હાલ આસપાસના લોકો અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. સાથે આર્થિક સંકટના લીધે આપઘાતનનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

    ફર્નિચરના કામ સાથે સંકળાયેલો હતો પરિવાર

    મૃતકોના નામ અનુક્રમે આ મુજબ છે. મનીષ સોલંકી (મોભી), રેશમાબેન (પત્ની), કાવ્યા, ત્રિશા, કૃષાલ, કનુભાઈ (પિતા), રીટાબેન (માતા). મળતી માહિતી અનુસાર મનીષ સોલંકી ફર્નિચરના કામ સાથે સંકળાયેલા હતા. સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઘરના મોભી મનીષ સોલંકીએ પરિવારને ઝેરી દવા પીવડાવીને ફાંસો ખાઈ લીધો છે. સોલંકી પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી છે.

    - Advertisement -

    આ સમગ્ર ઘટનાને લઈને DCP રાકેશ બારોટે જણાવ્યું છે કે, રાતના સમયે એક પરિવારના સાત સભ્યોએ આપઘાત કર્યો હોવાનો મેસેજ હતો. જેમાં પ્રાથમિક તપાસમાં એક વ્યક્તિએ ગળાફાંસો અને બાકીના 6 સભ્યોએ ઝેરી પદાર્થ ખાધું હોવાનું સામે આવ્યું છે. પરિવારનું ફર્નિચરનું સારું એવું કામકાજ હતું અને તેમના હાથની નીચે 30-35 જેટલા લોકો કામ કરતા હતા.

    સ્યુસાઇડ નોટ મળી આવી

    DCP બારોટે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં સ્યુસાઇડ નોટ મળી આવી છે. આપઘાત કરતાં પહેલાં તેમણે લખાણમાં કોઈનું નામ લખ્યું નથી પણ પૈસા ઉધાર હશે એ લેવાના બાકી છે એવું કારણ જણાવ્યું હતું. પરિવારે આર્થિક તંગીથી ત્રાસીને આપઘાત કર્યો હોવાની પૂર્ણ શક્યતા છે. ઘરના મોભીએ કોઈને નાણાં આપ્યા હતા જે પરત નહીં આવતા આર્થિક સંકટ ઊભું થયું હતું. જેને લઈને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સોલંકીએ સ્યુસાઇડ નોટમાં એવું પણ લખ્યું છે કે, “મારે પૈસાની કોઈ તકલીફ નથી પણ જેની પાસે લેવાના છે એ ઉઘરાણી આવતી નથી.” હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં