Saturday, November 23, 2024
More
    હોમપેજદેશખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ખાતર પર વધારવામાં આવી સબસિડી: કેબિનેટે ₹22300...

    ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ખાતર પર વધારવામાં આવી સબસિડી: કેબિનેટે ₹22300 કરોડના પ્રસ્તાવને આપી મંજૂરી, રવિ પાક લેતા લોકોને મોટી રાહત

    કેન્દ્ર સરકાર પોષકતત્વો આધારિત સબસિડી સિસ્ટમ પણ ચલાવે છે. જેને NBS સ્કીમ કહેવામાં આવે છે. ખેડૂતો શિયાળાના દિવસોમાં અનેક પ્રકારના પાક ઉગાડે છે. ભારતના વાર્ષિક ખાદ્ય પુરવઠાનો અડધો ભાગ આ શિયાળાની ઋતુમાં જ ઉપજાવવામાં આવે છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમની અધ્યક્ષતામાં બુધવારે (25 ઓક્ટોબર, 2023) કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં સરકાર દ્વારા ખેડૂતો માટે 22,300 કરોડ રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી. આ ઉપરાંત શિયાળાની સિઝનમાં રવિ પાક માટે ખેડૂતોને વિવિધ પ્રકારના ખાતરો પર સબસિડી મળશે, જેનાથી તેમને નાણાકીય બચત થશે. આનાથી ખાતરના ભાવ પણ સ્થિર રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણયની જાણકારી આપી.

    કેન્દ્ર સરકાર પોષકતત્વો આધારિત સબસિડી સિસ્ટમ પણ ચલાવે છે. જેને NBS સ્કીમ કહેવામાં આવે છે. ખેડૂતો શિયાળાના દિવસોમાં અનેક પ્રકારના પાક ઉગાડે છે. ભારતના વાર્ષિક ખાદ્ય પુરવઠાનો અડધો ભાગ આ શિયાળાની ઋતુમાં જ ઉપજાવવામાં આવે છે. જેમાં ઘઉં, મસૂરની દાળ, અન્ય અનેક પ્રકારની દાળ, બરછટ અનાજ, શાકભાજી, તેલ બનાવવા માટે વપરાતા શાકભાજી જેવા કે સરસવ વગેરેનો સમાવેશ થાય છે. NBS પોલિસી હેઠળ સરકાર વાર્ષિક ધોરણે સબસિડી આપે છે.

    આ પાકના ઉત્પાદન માટે પોષકતત્વોની જરૂર પડે છે. સરકાર આ પોષકતત્વો પર પ્રતિ કિલોના માપદંડ મુજબ સબસિડી આપે છે. આમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ અને સલ્ફર ધરાવતા પાકોનો સમાવેશ થાય છે. અનેક ગામોમાં ખાનગી કંપનીઓની દુકાનો છે, જે ઈન્ટરનેટ સાથે પણ જોડાયેલી છે. સરકારની સબસિડી મુજબ આ ખાનગી કંપનીઓ ડિસ્કાઉન્ટમાં ખાતર ઉપલબ્ધ કરાવે છે. ત્યારબાદ સરકાર આ કંપનીઓને પૈસાની ચૂકવણી કરી આપે છે. કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો સબસિડી આપીને બજારમાં કિંમત અને ડિસ્કાઉન્ટ પ્રાઇસ વચ્ચેનું નુકસાન પોતે ભોગવે છે.

    - Advertisement -

    2023-24 માટે મોદી સરકારે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા બજેટમાં ખાતર પર સબસિડી માટે 1.75 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. પરંત વૈશ્વિક સ્તરે પાકના પોષકતત્વોના ભાવ વધે તો આ બજેટમાં પણ વધારો થઇ શકે છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય દરોમાં વધઘટ થવાની સ્થિતિમાં ખેડૂતો પર કોઈ પ્રકારનું ભારણ નહીં પડવા દેવામાં આવે. નવા દર મુજબ નાઈટ્રોજન 47.02 રૂપિયા પ્રતિ કિલો, ફોસ્ફરસ 20.82 રૂપિયા, પોટાશ 2.38 રૂપિયા પ્રતિ કિલો અને સલ્ફેટ 1.89 રૂપિયા પ્રતિ કિલોના દરે સબસિડી આપવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં ભારતમાં કુલ 3.254 લાખ ટન ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ પાછલા વર્ષમાં 29.37 મિલિયન ટન ખાતરનો વપરાશ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં