Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ‘મોટેભાગે ટાઈમપાસ હોય છે લિવ-ઇન રિલેશનશિપ’: મુસ્લિમ યુવક સાથે ભાગી ગયેલી હિંદુ...

    ‘મોટેભાગે ટાઈમપાસ હોય છે લિવ-ઇન રિલેશનશિપ’: મુસ્લિમ યુવક સાથે ભાગી ગયેલી હિંદુ યુવતીએ કરી હતી અરજી, અલાહાબાદ હાઈકોર્ટે સુરક્ષાની માંગ ફગાવી 

    હિંદુ યુવતી એક મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ યુવતીની કાકીએ યુવક વિરૂદ્ધ FIR દાખલ કરાવી હતી અને યુવતીના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જેની સામે યુવતી અને યુવકે સંયુક્ત રીતે હાઈકોર્ટમાં અરજી કરીને FIR રદ કરવાની માંગ કરી હતી.

    - Advertisement -

    ‘લિવ-ઇન રિલેશનશિપ મોટેભાગે ટાઈમપાસ હોય છે અને આ પ્રકારના સંબંધોમાં સ્થિરતા અને ગંભીરતાનો અભાવ જોવા મળે છે’- તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટે આ પ્રકારની ટિપ્પણીઓ કરી. કોર્ટ એક હિંદુ મહિલા અને મુસ્લિમ પુરૂષ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરી રહી હતી. 

    વાસ્તવમાં થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશની એક હિંદુ યુવતી એક મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ યુવતીની કાકીએ યુવક વિરૂદ્ધ FIR દાખલ કરાવી હતી અને યુવતીના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જેની સામે યુવતી અને યુવકે સંયુક્ત રીતે હાઈકોર્ટમાં અરજી કરીને FIR રદ કરવાની માંગ કરી હતી અને સાથે પોલીસ રક્ષણ આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. 

    જીવન એટલું રંગીન પણ નથી હોતું, આ પ્રકારના સંબંધો ટાઈમપાસ પૂરતા, અસ્થાયી અને નાજુક હોય છે: કોર્ટ

    અરજી પર સુનાવણી કરતાં અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે, “એ વાતમાં કોઇ શંકા નથી કે સુપ્રીમ કોર્ટે અનેક કેસોમાં લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપી છે. પરંતુ 20-22 વર્ષના વ્યક્તિઓ માટે 2 જ મહિનાના સંબંધો જોઈને એવી આશા ન રાખી શકાય કે તેઓ પોતાના અસ્થાયી સંબંધો પર ગંભીરતાથી વિચારવા માટે સક્ષમ હોય શકે.” 

    - Advertisement -

    કોર્ટે આગળ કહ્યું, આ કોઇ પણ પ્રકારની ગંભીરતા વિનાનું વિપરીત જાતિ પ્રત્યે આકર્ષણ માત્ર છે. જીવન એટલું રંગીન નથી હોતું અને દરેક દંપતીએ કઠિન વાસ્તવિકતાઓ સાથે રૂબરૂ થવું પડે છે. અમારો અનુભવ કહે છે કે, આ પ્રકારના સંબંધો મોટાભાગે ટાઈમપાસ પૂરતા, અસ્થાયી અને નાજુક હોય છે અને જેથી અમે તપાસ ચાલતી હોય તે દરમિયાન અરજદારોને કોઇ પણ પ્રકારની સુરક્ષા આપવાથી બચી રહ્યા છીએ. 

    જોકે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમના આ વલણને અરજદારોના સંબંધો પર કોઇ ચુકાદા કે પ્રોત્સાહન તરીકે સમજવામાં ન આવે કે ન તેને કાયદા અનુસાર કરવામાં આવેલી કોઇ પણ કાયદાકીય કાર્યવાહી વિરુદ્ધ સુરક્ષા તરીકે જોવામાં આવે. કોર્ટે કહ્યું, “ન્યાયાલય માને છે કે આ પ્રકારના સંબંધોમાં સ્થિરતા અને ગંભીરતા કરતાં મોહ કે આકર્ષણ વધુ હોય છે. જ્યાં સુધી યુગલ લગ્ન માટે નિર્ણય ન લે કે તેમના સંબંધોને કોઇ નામ ન આપે કે પછી એકબીજા પ્રત્યે ગંભીર ન બને ત્યાં સુધી આ પ્રકારના સંબંધ પર કોઇ અભિપ્રાય આપવાનું ટાળવું જોઈએ.”

    બંને પક્ષે શું દલીલો થઈ?

    કોર્ટ સમક્ષ યુવતીએ ઉંમર (20 વર્ષ) જણાવીને કહ્યું કે તે હવે વયસ્ક થઈ ગઈ છે અને પોતાને પોતાના જીવન વિશેના અને ભવિષ્યને લગતા નિર્ણયો લેવાનો પૂરેપૂરો અધિકાર છે અને તેટલો જ અધિકાર મુસ્લિમ યુવકને પ્રેમી તરીકે પસંદ કરવાનો છે, જેની સાથે તે લિવ-ઇન રિલેશનમાં રહેવા માંગે છે. બીજી તરફ, અરજીનો વિરોધ કરતાં યુવતીની કાકીએ (જેમણે યુવક વિરુદ્ધ ફરિયાદ કરી હતી) દલીલ કરી હતી કે યુવક સામે પહેલેથી જ UP ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને રોડ રોમિયો પ્રકારનો વ્યક્તિ છે, જેનું પોતાનું કોઇ ભવિષ્ય નથી અને સાથે યુવતીનું જીવન પણ બરબાદ કરી નાખશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં