વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (28 જૂન 2022) જર્મનીમાં G7 સમિટમાં હાજરી આપ્યા બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE) જવા રવાના થયા હતા. જર્મનીમાં યોજાયેલી G-7 જૂથના સભ્ય દેશો સાથેની સમિટમાં વડાપ્રધાન મોદીએ યુએસ, યુકે સહિત કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાનના દેશોના વડાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે વૈશ્વિક નેતાઓને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી અનોખી વસ્તુઓ ભેટ આપી હતી.
વડાપ્રધાન દ્વારા આપવામાં આવતી ભેટોનો પોતાનો સાંસ્કૃતિક ઇતિહાસ અને પરંપરા છે. આ ભેટ ભારતના વિવિધ ભાગોની ઓળખ અને કલાની વિશેષતા જણાવે છે. જેમાં રામાયણ થીમ આધારિત ડોકરા આર્ટ, ટેબલ ટોપ્સ, ટી સેટ અને ઝરી જરદોઝી બોક્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં G7 દેશોની બેઠકમાં પહોંચ્યા હતા ત્યારે હંમેશા કંઈક અલગ કરવા માટે જાણીતા નરેન્દ્ર મોદી આ વખતે ભારતીય સંસ્કૃતિને વિશ્વ પટલ પર સમ્માન મળે તેવો પ્રયત્ન કર્યો છે.
નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે પણ વિદેશ પ્રવાસે હોય છે ત્યારે તેઓ ભારતીયના સાંસ્કૃતિક વરસાને વિશ્વ પટલ પર મુક્તા આવ્યા છે જેમા ઘણીવાર ભારતીય ભેટો વિશ્વ નેતાઓને આપે છે તો ઘણીવાર વિશ્વ માંથી ભારતીય મૂર્તિઓ પાછી પણ લાવે છે. G-7 દેશોની આ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીએ તેમના વૈશ્વિક મિત્રો માટે અલગ અલગ કલાકૃતિઓ ભેટ ધરી હતી જે ભેટો ભારતીય વાસ્તુ અને લોકકળાને બેનમૂન નમૂનાઓ હતા.
PM Modi gifted Moonj baskets and cotton durries from Sitapur, UP to Senegal President Macky Sall
— ANI (@ANI) June 28, 2022
In Senegal, tradition of hand weaving is passed down from mother to daughter, adding to its importance as a vehicle for cultural expression &family livelihood, driven by strong women pic.twitter.com/pj5Ay0u7Td
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢથી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝને નંદી-થીમ આધારિત ડોકરા કળા ભેટ કરી હતી. આ વિશિષ્ટ આર્ટવર્ક ‘નંદી – ધ મેડિટેટિવ બુલ’ની આકૃતિ છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, નંદીને વિનાશના દેવતા અને ભગવાન શિવનું વાહન માનવામાં આવે છે. પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને રામાયણ થીમ આધારિત ડોકરા આર્ટવર્ક ભેટ આપ્યું હતું. આ કળા પણ છત્તીસગઢની છે. ભારતમાં 4,000 વર્ષથી વધુ સમયથી મેટલ કાસ્ટિંગનો આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 પ્રવાસ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના ધર્મ પત્ની માટે વારાણસીથી ગુલાબી મીનાકારીગરી સાથેનું બ્રોચ આપ્યું હતું. પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને નિઝામાબાદથી માટીના ખાસ વાસણો ભેટ કર્યા. જેમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે ઘડામાં ઓક્સિજન પ્રવેશવા માટે કોઈ જગ્યા નથી અને ગરમીનું સ્તર ઊંચું રહે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને લખનૌની ખાસ જરદોઝી બોક્સમાં અત્તરની શીશીઓ ભેટમાં આપી હતી. જરદોઝી બોક્સ પર ફ્રેન્ચ રાષ્ટ્રધ્વજના રંગોમાં હાથથી ભરતકામ કરી સૌદર્ય કરવામાં આવ્યું હતું.